કેન્દ્રના બે અલગ અલગ સર્વેમાં ગાયબ થઇ ગયા 2 લાખ બાળકો, સુપ્રીમ ખફા

બાળકોની પાસે પણ હૃદય અને આત્મા છે, તેમને માત્ર ગણવા માટેની વસ્તુ તરીકે ન જોવામાં આવવું જોઇએ, આ એક ખુબ જ ગંભીર મુદ્દો

કેન્દ્રના બે અલગ અલગ સર્વેમાં ગાયબ થઇ ગયા 2 લાખ બાળકો, સુપ્રીમ ખફા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે બે સર્વેમાં બાળ સંરક્ષણ સંસ્થાનમાં દાખલ બાળકોની સંખ્યામાં રહેલા મોટા અંતરના ખુલાસા અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સર્વેમાં બે લાખ કરતા વધારે બાળકોનું અંતર હોવાનું સામે આવ્યું છે. મહિલા અને બાળક વિકાસ મંત્રાલયના આદેશ અંગે ચાઇલ્ડ લાઇન એનજીઓ દ્વારા 2016-17માં સર્વે કરવામાં આવ્યા. સર્વેમાં સમગ્ર દેશનાં 9500 બાળ સંરક્ષણ સંસ્થાનમાં 4.3 લાખ બાળકોના હોવાની વાત સામે આવી છે. 

જો કે રાજ્ય પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે કેન્દ્ર સરકાર દ્વારા એકત્ર કરાયેલા આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં 8600 સંસ્થાનોમાં 2.6 લાખ બાળકો છે. જસ્ટિસ મદની બી. લોકુરની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, આ બે લાખ બાળકીઓની સાથે શું થયું ? તેમાંથી કેટલા ગાયબ છે, કારણ કે આપણે જોઇ શકીએ છીએ કે ગોદ લેવાની સંખ્યા નગણ્ય છે.અમે આ જોઇને પરેશાન છીએ. 

બેંચે કહ્યું કે, આ વ્યથિત કરનારુ છે કે બાળકોની સંખ્યાને ઘટાડી દેવામાં આવી છે. બેંચે આગળ કહ્યું કે, બાળકોની પાસે પણ હૃદય અને આત્મા છે. તેમને માત્ર સંખ્યા તરીકે જોવાઇ રહી છે. આ ખુબ જ ગંભીર મુદ્દો છે. જ્યારે અમીક્સ ક્યુરી અપર્ણા ભટ્ટે આ અંતરનો હવાલો ટાંક્યો તો ખંડપીઠે કેન્દ્ર પાસે જાણવા માંગ્યું કે સંખ્યાઓમાં અંતરની પાછળ શું કારણ હોઇ શકે છે ? કેન્દ્રની તરફથી રજુ વકીલ આર.બાલાસુબ્રમણ્યમની બેન્ચને જણાવ્યું કે, બાળ સંરક્ષણ સંસ્થાઓ દ્વારા વધારે નાણા પ્રાપ્ત કરવા માટે બાળકોની સંખ્યા વધારીને દેખાડવામાં આવે છે જો કેઆ તર્કથી કોર્ટ સંતુષ્ટ નહોતા થયા. 

બેંચે કહ્યું કે, રાજ્યોએ એવી સમિતીઓની રચના કરવામાંકોઇ સમસ્યા નથી, કેન્દ્રને આગામી તારીખ સુધીમાં સકારાત્મક જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સમિતીઓમાં સરકારી અધિકારીઓ અને સિવિલ સોસાયટીના સભ્યોનો પણ સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news