જમ્મૂ-કાશ્મીરના આર્ટિકલ 35A વિરૂદ્ધ દાખલ અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

સીજેઐ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠ ભાજપ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ નવી અરજી પર સુનાવણી કરશે.

જમ્મૂ-કાશ્મીરના આર્ટિકલ 35A વિરૂદ્ધ દાખલ અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના નાગરિકોને વિશેષ દરજ્જો આપનાર અને રાજ્યના સ્થાયી નિવાસીની પરિભાષા આપનાર સંવિધાનના આર્ટિકલ 35A ના વિરૂદ્ધ નવી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. સીજેઐ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠ ભાજપ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ નવી અરજી પર સુનાવણી કરશે. જોકે મુખ્ય મામલે સુનાવણી સોમવારે થશે નહી. હવે મુખ્ય મામલે સુનાવણી 31 ઓગસ્ટના રોજ થઇ શકે છે. 

27 ઓગસ્ટે થવાની હતી મુખ્ય મામલે સુનાવણી
જોકે, ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય મામલાની સુનાવણી 27 ઓગસ્ટ માટે નક્કી કરી હતી. જ્યાં કોર્ટે નક્કી કરવાનું હતું કે આ મામલે સંવિધાન પીઠને મોકલવામાં આવે કે નહી. તમને જણાવી દઇએ કે અશ્વિની ઉપાધ્યાયની નવી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ આર્ટિકલને બીજા રાજ્યોના લોકો સાથે લગ્ન કરનાર જમ્મૂ-કાશ્મીરની મહિલાઓના અધિકારનું ઉલ્લંઘન કરે છે. 

ઘણી અરજીઓ પર થઇ રહી છે સુનાવણી
સુપ્રીમ કોર્ટ આ આર્ટિકલને રદ કરવાની માંગને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પહેલાં જ સુનાવણી કરી રહી છે. અરજીઓમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આર્ટિકલ 35એ અને મૌલિક અધિકાર વિરૂદ્ધ છે. કારણ કે આ એવી મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે જે પોતાની મરજી અને રાજ્યની બહારના વ્યક્તિ સાથે લગ્ન કરે છે. 

મુખ્ય મામલે 31 ઓગસ્ટે થશે સુનાવણી
ગત સુનાવણીમાં સીજેઆઇ દીપક મિશ્રાએ કહ્યું હતું કે ત્રીજા જજ ડીવાઇ ચંદ્વચૂડ હાજર નથી, એવામાં કેસની સુનાવણી 27 ઓગસ્ટ માટે ટાળવામાં આવે છે. ત્રણ જજોની બેંચને નક્કી કરવાનું છે કે આ મામલે સંવિધાન પીઠની પાસે મોકલવામાં આવે કે નહી. ગત સુનાવણીમાં કોર્ટમાં બે જજ બેસ્યા હતા કારણે આ મામલે ત્રણ જજોની પીઠ સુનાવણી કરે છે. 

ત્રણ જજોની પીઠ કરશે વિચાર
સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચે કહ્યું હતું કે કેસ પાંચ જજોની સંવિધાન પીઠને મોકલતાં વિચાર ત્રણ જજોની બેંચ કરી શકે છે. સીજેઆઇએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેના પર વિચાર કરશે કે શું આર્ટિકલ 35A સંવિધાનના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન તો કરતો નથી, તેમાં વિસ્તૃત સુનાવણીની જરૂર છે. 

ડિસેમ્બર સુધી સુનાવણી ટાળવાણી માંગ
બીજી તરફ સુનાવણી દરમિયાન જમ્મૂ અને કાશ્મીર સરકાર આ મામલે સુનાવણી ડિસેમ્બર સુધી ટાળવાની માંગ કરી હતી. જોકે આ માંગ પર સુપ્રીમ કોર્ટે કોઇ ધ્યાન આપ્યું નહી અને આગામી સુનાવણી 27 ઓગસ્ટે નક્કી કરી દીધી હતી. હવે આ મુખ્ય મામલે 27 ઓગસ્ટના બદલે 31 ઓગસ્ટના રોજ સુનાવણી થઇ શકે છે. 

શું છે આર્ટિકલ 35A 
14 મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. રાજેંદ્ર પ્રસાદે એક આદેશ મંજૂર કર્યો હતો. આ દેશ દ્વારા ભારતના સંવિધાનમાં એક નવો આર્ટિકલ 35A ઉમેરી દીધો. 35A, કલમ 370નો ભાગ છે. આર્ટિકલ 35A અનુસાર જમ્મૂ કાશ્મીરના નાગરિક ત્યારે જ રાજ્યનો ભાગ માનવામાં આવશે જ્યારે ત્યાં પેદા થાય. કોઇપણ બીજો નાગરિક જમ્મૂ કાશ્મીરમાં ના તો સંપત્તિ ખરીદી શકે આ ના તો ત્યાંનું સ્થાયી નાગરિક બનીને રહી શકે.  

જમ્મૂ કાશ્મીરનો સ્થાયી નાગરિક છે કોણ?
હવે સવાલ એ છે કે જમ્મૂ કાશ્મીરનો સ્થાયી નાગરિક કોણ છે? 1956માં જમ્મૂ કાશ્મીરનું સંવિધાન બન્યું, જેમાં સ્થાયી નાગરિકતાને પરિભાષિત કરવામાં આવી. જમ્મૂ કાશ્મીરના સંવિધાન અનુસાર સ્થાયી નાગરિક તે વ્યક્તિ જે 14 મે 1954ના રોજ રાજ્યના નાગરિક રહ્યો હોય અથવા તે પહેલાંના 10 વર્ષોથી રાજ્યમાં વસવાટ કરતો હોય, અને તેણે ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરી હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news