કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, હવે દેશની તમામ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સબ્જેક્ટ ફરજીયાત

પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનું ધ્યાન દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ કરવા પર છે. આ માટે કેન્દ્ર સકરા એક બાદ એક મહત્વના પગલાં ભરી રહી છે. આ દિશામાં મોદી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. 

કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, હવે દેશની તમામ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સબ્જેક્ટ ફરજીયાત

નવી દિલ્હીઃ આજના દિવસના સૌથી મોટા સમાચાર. દેશભરની કોલેજોમાં મોદી સરકારે સ્પોર્ટ્સ સબ્જેક્ટને ફરજિયાત કરી દીધો છે. જી હા... હવેથી કોઈ પણ કોલેજ કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં રમતગમતના વિષયને ફરજિયાત રીતે ભણવો પડશે. હવે તમામ કોલેજ સ્ટુડન્ટસને શારીરિક-માનસિક ફિટનેસ માટે સ્પોર્ટ્સ ભણવું પડશે. તમામ કોલેજોમાં હવે ફિઝિકલ ફિટનેસ કોચ, મેન્ટલ હેલ્થ કાઉન્સિલર અને એક્સપર્ટને નિયુક્ત કરવા પડશે. દરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે વોકિંગ ટ્રેક બનાવવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આવતી કાલે યુનિવર્સિટીઝ અને કોલેજો માટે આ અંગેની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે.

દેશભરમાં વિશ્વવિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ હવે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે જવાબદાર હશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણો હેઠળ યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશનની ઉચ્ચ સ્તરીય સમિતિએ શારીરિક ફિટનેસ, રમત, વિદ્યાર્થી સ્વાસ્થ્ય, કલ્યાણ, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર આધારિત પ્રથમ ગાઇડલાઇન તૈયાર કરી છે. 

બુધવારે નવો ડ્રાફ્ટ રાજ્યો અને વિશ્વવિદ્યાલયો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી શૈક્ષણિક વર્ષથી વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં રમતગતમને ફરજીયાત વિષય બનાવવામાં આવશે. તેના ભાગના રૂપમાં વિદ્યાર્થીઓ રમત સંબંધિત ગતિવિધિઓમાં સામેલ થશે. તેનું મહત્વનું પાસું છે કે હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સલાહકારો સિવાય સ્વાસ્થ્ય નિષ્ણાંતોની જરૂર પડશે. 

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ઉચ્ચ સ્તરીય સમિતિનું માનવું છે કે કોરોના મહામારી દરમિયાન પ્રથમવાર બધાએ શારીરિક અને માનસિક ફિટનેસ સિવાય ભાવનાત્મક ફિટનેસની જરૂરીયાત પર ધ્યાન આપ્યું. બીજી તરફ યુવા પેઢી હજુ પણ પોતાના ડિજિટલ સાધનોમાં તલ્લીન છે. તેવામાં યુવાઓ માટે જરૂરી છે કે તે પોતાની શારીરિક અને માનસિક ફિટનેસ સિવાય પોતાના ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના આધારે તેને તૈયાર કરવામાં આવ્યું છે. 

રમત ગમત હાલ શાળાઓમાં એક જરૂરી વિષય છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં તે વૈકલ્પિક છે. આ વિષયોને ફરજીયાત બનાવવાનું તે કારણ છે જેથી બધા વિદ્યાર્થીઓ પરિસરમાં વિવિધ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ થાય. નિષ્ણાંતોનું માનવુ છે કે રમત જેવી ગતિવિધિઓથી વિદ્યાર્થીઓને તણાવ દૂર કરવા અને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળશે. આ વર્ષની શરૂઆતમાં યુજીપીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફિટનેસ પ્લાન આપ્યા હતા. બધા માટે શાળાની જેમ એક કલાકની સ્પોર્ટ્સ એક્ટિવિટી ફરજીયાત કરી દેવામાં આવી છે. તેમાં રમત, યોગ અને સાઇક્લિંગ વૈકલ્પિક હતા. નૃત્ય અને પરંપરાગત વિષયોના માધ્યમોથી પણ ફિટનેસ પર ભાર આપવામાં આવ્યું છે. દર ત્રણ મહિનામાં રમત આયોજન થશે. 

બનાવવા પડશે વિદ્યાર્થી સેવા કેન્દ્ર
હવે તમામ વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં વિદ્યાર્થી સેવા કેન્દ્ર સ્થાપિત કરવા જોઈએ. જવાબદારી એક ડાયરેક્ટર કે ડીન સ્તરના પ્રોફેસર કે એક શારીરિક શિક્ષકને સોંપવી જોઈએ. ચર્ચા વિચારણા ઓનલાઇન કે ફોન દ્વારા પ્રદાન કરવામાં આવશે. આ એક સિંગલ વિન્ડો સિસ્ટમથી સંભવ થશે. આ સિવાય વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે કે ગામડામાં મહિલાઓ અને વંચિત બાળકોની સહાયતા કઈ રીતે કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news