કોરોનાથી ચારેબાજુ મોતનું તાંડવ, છતાં ચૂંટણી પરિણામ આવતા જ લોકો નિયમો તોડી ઉજવણીમાં મશગૂલ
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના વધતા કેસને જોતા ચૂંટણી પંચે પરિણામો બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કે ઉજવણી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે આમ છતાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં તેના ધજાગરા ઉડી રહ્યા છે. જીત ભાળતા જ પાર્ટી સમર્થકોએ જીતની ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ખુબ ધજાગરા ઉડ્યા. જો કે આ બધુ જોતા ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઉજવણી પર તત્કાળ રોક લગાવવા કહ્યું છે. આ ઉપરાંત એમ પણ કહ્યું છે કે જવાબદાર SHOs/officers ને સસ્પેન્ડ કરવા તથા કાર્યવાહી કરવી.
પશ્ચિમ બંગાળમાં ટીએમસી સપોર્ટર્સે જેવું જોયું કે તેમની પાર્ટી ટ્રેન્ડમાં 200 પાર ગઈ છે તો કોલકાતામાં તેઓ રસ્તાઓ પર ઉતરી પડ્યા અને લીલો ગુલાલ ઉડાવતા ઉજવણી કરવા લાગ્યા.
#WATCH TMC supporters celebrate at Kalighat, Kolkata as party leads on 202 seats as per official trends#WestBengalElections2021 pic.twitter.com/iiOyPhf8be
— ANI (@ANI) May 2, 2021
આવી જ કઈક તસવીરો તામિલનાડુથી પણ આવી જ્યાં ટ્રેન્ડમાં ડીએમકેની જીત જોતા ચેન્નાઈમાં ડીએમકે પ્રમુખ સ્ટાલિનના ઘરની બહાર તેમની પાર્ટીના લોકોનો જમાવડો થવા લાગ્યો અને મીઠાઈ વહેંચીને ઉજવણી થઈ.
#WATCH | DMK workers and supporters celebrate outside Anna Arivalayam, the party headquarters in Chennai, as official trends show the party leading.#TamilNaduElections2021 pic.twitter.com/61tbcETHYk
— ANI (@ANI) May 2, 2021
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા 27 એપ્રિલના રોજ ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો હતો. પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર થવાના હતા. આવામાં ચૂંટણી પંચે પરિણામો બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
કોરોનાના વધતા સંક્ટ વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને આકરી ફટકાર લગાવી હતી. મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર માટે સંપૂર્ણ રીતે ચૂંટણી પંચ જવાબદાર છે. ચૂંટણી પંચે કોઈ પણ પ્રકારની ચૂંટણી સભાઓ પર રોક લગાવી નહીં. જેથી મોટી સંખ્યામાં લોકો ભેગા થતા રહ્યા. ફટકાર લગાવવાની સાથે સાથે હાઈકોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો કે 2 મેના રોજ મતગણતરી માટે સમગ્ર પ્લાન તૈયાર કરવામાં આવે. જો કોઈ ચૂક થઈ તો કોર્ટ કાઉન્ટિંગ પર રોક લગાવશે.
Official trends for 284 seats | Trinamool Congress leading on 202 seats, BJP leading on 77
TMC supporters celebrate in Kolkata as party leads on 202 seats#WestBengalElections2021 pic.twitter.com/GdngGlijcW
— ANI (@ANI) May 2, 2021
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુના વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં ટ્રેન્ડ મુજબ અસમ અને પુડુચેરીમાં ભાજપને બહુમત મળતો જોવા મળે છે. કેરળમાં એલડીએફ અને તમિલનાડુમાં ડીએમકેનું પલડું ભારે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં એકવાર ફરીથી ટીએમસીનો દમ જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે