Assembly Election 2021: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પહેલીવાર ખીલશે કમળ!, ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધન આગળ

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (Puducherry Assembly Election 2021)માં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે.

Assembly Election 2021: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પહેલીવાર ખીલશે કમળ!, ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધન આગળ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (Puducherry Assembly Election 2021)માં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધન બહુમત નજીક પહોંચી ગયું છે. 12 બેઠકોના જે ટ્રેન્ડ જાહેર થયા છે તેમાં ભાજપ+ આ ટ્રેન્ડમાં 8 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ 3 બેઠકો પર અને અન્ય એક બેઠક પર આગળ છે. 

એક તબક્કામાં થયું હતું મતદાન
પુડુચેરીમાં એક જ તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યું હતું અને રાજ્યમાં 81.64 ટકા મતદાન થયું હતું. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવ્યા બાદ અહીં ચૂંટણી કરાવવામાં આવી હતી. આમ તો પુડુચેરીની 33 બેઠક છે. પરંતુ 30 બેઠક માટે જ ચૂંટણી થાય છે. જ્યારે 3 સીટ નોમિનેટેડ હોય છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનની જીત થઈ હતી. યુપીએને કુલ 17 બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસને એકલા હાથે 15 બેઠકો મળી હતી. 

ભાજપને મળી હતી 12 બેઠક
ગત ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના વી નારાયણસ્વામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભાજપ ગઠબંધનને 12 બેઠક મળી હતી. પરંતુ આ વખતે ભાજપનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું છે. ટ્રેન્ડ મુજબ તે સરળતાથી બહુમતીનો આંકડો મેળવી લેશે. નોંધનીય છે કે પોતાની સરકાર પાડવાના દોષનો ટોપલો નારાયણસ્વામીએ ભાજપ પર ફોડ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપે ષડયંત્ર રચીને તેમની સરકાર પાડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news