વૃંદાના શ્રાપ અને પ્રભુ શ્રીરામના અયોધ્યામાં જન્મ સાથે જોડાયેલું છે ‘તુલસી વિવાહ’, ખાસ વાંચો આ સ્ટોરી

દેવઉઠી (Dev Uthani Ekadashi) અથવા દેવોત્થાન એકાદશી (Devuthan Ekadashi) ના દિવસે તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન થાય છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ (Tulsi Vivah)નું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે. 

વૃંદાના શ્રાપ અને પ્રભુ શ્રીરામના અયોધ્યામાં જન્મ સાથે જોડાયેલું છે ‘તુલસી વિવાહ’, ખાસ વાંચો આ સ્ટોરી

નવી દિલ્હી :દેવઉઠી (Dev Uthani Ekadashi) અથવા દેવોત્થાન એકાદશી (Devuthan Ekadashi) ના દિવસે તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન થાય છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ (Tulsi Vivah)નું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે. 

‘હોટેલ મુંબઈ’માં ડિરેક્ટરે ખોલ્યું મુંબઈ હુમલાનું મજેદાર રહસ્ય, આખરે શું છે એ???? 

કહેવાય છે કે, જે દંપતીને સંતાન રૂપે પુત્રી પ્રાપ્તિ નથી થઈ, તો તે તલુસી વિવાહ કરીને કન્યાદાન જેવુ પુણ્ય લઈ શકે છે. કેટલાક લોકો એકાદશીના દિવસે તુલસી વિવાહ કરે છે. તો કેટલાક લોકો એકાદશીના દિવસે દ્વવાદશીના તિથિએ કરે છે. જે લોકો એકાદશીના રોજ તુલસી વિવાહ કરાવે છે, તેઓ આ વખતે શુક્રવારે (8 નવેમ્બર)ના રોજ તેનું આયોજન કરશે. તો દ્વાદશી તિથિને માનનારા 9 નવેમ્બરે તુલસી વિવાહ કરશે. 

આજથી શરૂ થશે માંગળિક કાર્યો
દેવઉઠી એકાદશીના રોજ તુલસી વિવાહની સાથે જ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ (Lord Vishnu) યોગ નિંદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. હિન્દુ માન્યતા અનુસાર, દેવઉઠી એકાદશીના દિવસથી જ તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, ક્ષીરસાગરમાં અંદાજે 4 મહિનાની ઊંઘ બાદ ભગવાન વિષ્ણુ આજના દિવસે જાગે છે. આ 4 મહિનામા હિન્દુ ધર્મમાં કોઈ પણ લગ્ન કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. 

તુલસી વિવાહનું મહત્વ
તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામા આવે છે. જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. તેથી દેવ જ્યારે ઉઠે ત્યારે તેઓ હરિવલ્લભા તુલસીની પ્રાર્થના જ સાંભળે છે. એવું મનાય છે કે, જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. 

‘હું પાતળી બોડીથી કંટાળી ગયો છું, મમ્મી-પપ્પા સોરી...’ લખીને યુવક પંખા સાથે લટકી ગયો

તુલસી વિવાહની કથા 
પૌરાણિક કથા અનુસાર, પ્રાચીન કાળમાં જલંધર નામના રાક્ષસે ચારે તરફ ભારે ઉત્પાત મચાવ્યો હતો. તે વીર પરાક્રમી હતો. તેની પત્ની વૃંદાનો પતિવ્રતા ધર્મ જ તેની વીરતાનું રહસ્ય હતું. તેના ઉપદ્રવોથી પરેશાન દેવગણોએ ભગવાન વિષ્ણુ પાસેથી મદદ માંગી. દેવગણોની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ વૃંદાનો પતિધર્મ ભંગ કરવાનું નક્કી કર્યું. તેમણે જલંધરનું રૂપ લઈને છળથી વૃંદાને સ્પર્શ કર્યો. વૃંદાનો પતિ જલંધર દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો, પરંતુ વૃંદાનુ સતીત્વ નષ્ટ થતા જ તે માર્યો ગયો. જેમ વૃંદાનું સતીત્વ નષ્ટ થયું, તો જલંધરનું માથુ તેના આંગણામાં આવીને પડ્યું. જ્યારે વૃંદાએ આ જોયું તો તે ગુસ્સે થઈને જાણવા ઈચ્છ્યું કે તેણે જેને સ્પર્શ કર્યો હતો તે કોણ હતો. ત્યારે તેની સામે સાક્ષાત વિષ્ણુ ઉભા રહ્યા હતા. તેણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે, જે પ્રકારે તમે છળથી મને મારા પતિથી દૂર કર્યા, તે પ્રકારે તમારી પત્નીનું પણ છળપૂર્વક હરણ થશે અને સ્ત્રી વિયોગ સહન કરવા માટે તમે પણ મૃત્યુ લોકમાં જન્મ લેશો. આમ કહીને વૃંદા પોતાના પતિ સાથે સતી થઈ ગઈ. વૃંદાના શાપથી પ્રભુ શ્રીરામે અયોધ્યામાં જન્મ લીધો અને તેમને સતી વિયોગ સહન કરવો પડ્યો. જે જગ્યાએ વૃંદા સતી થઈ, ત્યાં તુલસીનો છોડ ઉગ્યો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news