આજે લાલુના દીકરાની સગાઈ, મહેમાનોની સંખ્યા જાણીને નહીં થાય વિશ્વાસ
મળતી માહિતી પ્રમાણે આ સગાઈમાં લાલુ પ્રસાદ યાદવ હાજરી નહીં આપે
Trending Photos
પટણા : આજે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવની સગાઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી અને આરજેડી ધારાસભ્ય ચંદ્રિકા રાયની મોટી દીકરી ઐશ્વર્યા રાય સાથે થવાની છે. આ સગાઈ પટનાની મોર્ય હોટેલમાં રાખવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે તેજ પ્રતાપ અને ઐશ્વર્યાની સગાઈમાં બંને પરિવારના નિકટના સ્વજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોર્ય હોટેલના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે લાલુ પ્રસાદના પરિવાર તરફથી 200 મહેમાનો માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ સગાઈમાં લાલુ પ્રસાદ યાદવ હાજરી નહીં આપે અને આ કાર્યક્રમ એકદમ અંગત રાખવામાં આવ્યો છે. આમ, તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના પરિવાર ખ્યાતનામ અને લોકપ્રિય હોવા છતાં તેમની સગાઈમાં માત્ર 200 લોકો જ હાજર રહેવાના છે.
આ સગાઈ માટે હોટેલના સમગ્ર હોલને ગુલાબી અને સફેદ રંગના કપડાંથી સજાવવામાં આવ્યો છે. આસિવાય મુખ્ય સ્ટેજને સજાવવા માટે દિલ્હી, કોલકાતા, બેંગ્લુરુ અને પુણેથી ખાસ ફુલ મગાવવામાં આવ્યા છે. લાલુના પરિવારમાંથી દીકરીઓ અને જમાઈ હાજરી આપશે. લાલુના પરિવારે વેવાણ ચંદ્રિકાના પરિવાર માટે મંચ પાસે સોફાની વ્યવસ્થા કરી છે જ્યારે બીજા મહેમાનો ખુરશી પર બેસસે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે