Farmer's Tractor Rally: Delhi માં Red Fort પર ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ઝંડો, જુઓ VIDEO

પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા (Red Fort)  પરથી પોતાના સંગઠનનો ઝંડો ફરકાવી દીધો છે. હવે પોલીસ લાલ કિલ્લા પરથી આ ઝંડો ઉતારવામાં લાગી છે.

Farmer's Tractor Rally: Delhi માં Red Fort પર ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ઝંડો, જુઓ VIDEO

નવી દિલ્હી: દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Tractor rally)  હવે ઉગ્ર બની ગઈ છે. આઈટીઓ (ITO)  પર બબાલ થયા બાદ અનેક ખેડૂતો લાલ કિલ્લા (Red Fort) સુધી પહોંચી ગયા અને કહેવાય છે કે લગભગ બે ડઝન જેટલા ટ્રેક્ટરમાં સવાર થઈને ખેડૂતો લાલ કિલ્લા પરિસરમાં પહોંચી ગયા. જ્યાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા પરથી ખાલસા પંથનો ઝંડો ફરકાવી દીધો છે. ખેડૂત આંદોલનકારીઓ સતત નારેબાજી કરી રહ્યા છે. ખેડૂતોનો સતત હોબાળો ચાલુ છે. ખેડૂતો ઈન્ડિયા ગેટ તરફ આગળ વધવાની પણ કોશિશ કરી રહ્યા છે. પોલીસે ઈન્ડિયા ગેટ જતા રસ્તા બ્લોક કરી દીધા છે. 

— ANI (@ANI) January 26, 2021

ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ઝંડો
આ બધી બબાલ વચ્ચે પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા (Red Fort)  પરથી પોતાના સંગઠનનો ઝંડો ફરકાવી દીધો છે. હવે પોલીસ લાલ કિલ્લા પરથી આ ઝંડો ઉતારવામાં લાગી છે. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગા સિવાય કોઈ પણ અન્ય ઝંડો ફરકાવી શકાય નહીં. નોંધનીય છે કે આજે દિલ્હી (Delhi) માં આઈટીઓ પાસે કિસાન આંદોલનકારીઓએ પોલીસની ટીમ પર તલવાર અને લાકડી ડંડાથી હુમલો કર્યો. આ દરમિયાન અનેક પોલીસકર્મી ઘાયલ થયા. 

— ANI (@ANI) January 26, 2021

અત્રે જણાવવાનું કે છેલ્લા બે મહિનાથી નવા કૃષિ કાયદા (New Farm Laws) વિરુદ્ધ પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત અનેક પ્રદેશોના ખેડૂતો દિલ્હીની અલગ અલગ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ગણતંત્ર દિવસના અવસરે આજે તેઓએ ટ્રેક્ટર રેલી (Tractor Rally) કાઢવાની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસે ટ્રેક્ટર માર્ચ માટે ત્રણ રૂટ નક્કી કર્યા હતાં પરંતુ ખેડૂતો અલગ રૂટથી માર્ચ કાઢવા લાગ્યા હતા. 

— ANI (@ANI) January 26, 2021

બપોરે ખેડૂતો દિલ્હી બોર્ડરથી આઈટીઓ પહોંચ્યા. અહીં પોલીસ હેડક્વાર્ટરથી થોડે દૂર ખેડૂતોનો ગુસ્સો ફાટ્યો. પોલીસની બસને પ્રદર્શનકારી ખેડૂતોએ ટ્રેક્ટરથી ધક્કો માર્યો જેથી કરીને રસ્તા પરથી હટાવી શકાય. પોલીસ તેમને સમજાવતી રહી. સ્થિતિ બેકાબૂ બન્યા બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news