સુપ્રીમ કોર્ટ પાસેથી મળેલી 5 એકર જમીન પર બાબર નામથી મસ્જિદ નહીં બનાવે સુન્ની વક્ફ બોર્ડ

અયોધ્યાથી 18 કિમી દૂર મળેલી જમીન પર સુન્ની વક્ફ બોર્ડે કમ્યુનિટી કિચન, હોસ્પિટલ, લાઇબ્રેરી અને કલ્ચરલ સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. તેની જાણકારી પ્રેસ નોટમાં આપવામાં આવી છે. 

Updated By: Aug 8, 2020, 05:49 PM IST
 સુપ્રીમ કોર્ટ પાસેથી મળેલી 5 એકર જમીન પર બાબર નામથી મસ્જિદ નહીં બનાવે સુન્ની વક્ફ બોર્ડ

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમારોહની સાથે રામ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. આ પહેલા સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને ન્યાયાલયના આદેશ પર મસ્જિદ માટે 5 એકર જમીન પહેલા જ હસ્તાંતરિત કરી દેવામાં આવી છે. શુક્રવારે સુન્ની વક્ફ બોર્ડના રચાયેલા ટ્રસ્ટ ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને પ્રેસ નોટના માધ્યમથી સ્પષ્ટ કરી દીધું કે અયોધ્યામાં બાબરના નામ પર કોઈપણ મસ્જિદ કે હોસ્પિટલનું નિર્માણ થશે નહીં. ટ્રસ્ટે કહ્યું કે, મળેલી પાંચ એકર જમીન પર હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર અને પુસ્તકાલય બનાવવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન નામના એક ટ્રસ્ટની રચના કરી છે. જેનો ઉદ્દેશ માનનીય સુપ્રીમ કોર્ટથી ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને અયોધ્યાના ધનીપુરમાં આપવામાં આવેલી પાંચ એકર જમીન પર ઉપયોગી નિર્માણ કરાવવાનું છે. 

કોઝિકોડ વિમાન અકસ્માતમાં 18ના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત: ZEE NEWS ના 5 પ્રશ્નો

અફવાઓનું કર્યું ખંડન
સુપ્રીમ કોર્ટના આદેશ પર મળેલી આ જમીન પર એક મસ્જિદ, એક સાંસ્કૃતિક અને શોધ કેન્દ્ર, એક હોસ્પિટલ, એક પુસ્તકાલય બનાવવામાં આવશે. પ્રેસ નોટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, ભિન્ન-ભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે કે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે એક બાબરી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે અને ખલીલ ખાન તેના ડાયરેક્ટર હશે. 

મુખ્યાલયથી આશરે 18 કિમીનું અંતર
અયોધ્યા જિલ્લાના સોહાવલ તાલુકામાં જિલ્લા મુખ્યાલયથી આશરે 18 કિલોમીટર દૂર લખનઉ-ગોરખપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પાસે રૌનાહીની પાછળ ધનીપુરમાં મસ્જિદ માટે જમીન આપવામાં આવી છે. મસ્જિદ માટે પસંદ કરાયેલી જમીન કૃષિ વિભાગની છે. 5 એકર જમીન જે વિસ્તારમાં આપવામાં આવી છે, ત્યાં પર પ્રસિદ્ધ શહજાહ શાહની દરગાહ છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube