ઓડિશા, પંજાબ બાદ મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી વધાર્યું લોકડાઉન, CM ઉદ્ધવની જાહેરાત

ઓડિશા, પંજાબ બાદ હવે મહારાષ્ટ્રએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું છે. સીએમ ઠાકરે ઉદ્ધવે શનિવારના લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઠાકરેએ કહ્યું કે, કેટલીક જગ્યાએ લોકડાઉનને વધુ કડક કરવાની જરૂર છે. જો નહીં કર્યું તો મુશ્કેલીઓ વધશે. આ વાયરસ જ્ઞાતિ નથી જોતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનથી વીડિયો કોન્ફરન્સમાં પહેલા જ રાજ્યમાં લોકડાઉન વધારવા સંબંધમાં કહ્યું હતું.

Updated By: Apr 11, 2020, 06:48 PM IST
ઓડિશા, પંજાબ બાદ મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી વધાર્યું લોકડાઉન, CM ઉદ્ધવની જાહેરાત

મુંબઇ: ઓડિશા, પંજાબ બાદ હવે મહારાષ્ટ્રએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું છે. સીએમ ઠાકરે ઉદ્ધવે શનિવારના લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઠાકરેએ કહ્યું કે, કેટલીક જગ્યાએ લોકડાઉનને વધુ કડક કરવાની જરૂર છે. જો નહીં કર્યું તો મુશ્કેલીઓ વધશે. આ વાયરસ જ્ઞાતિ નથી જોતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનથી વીડિયો કોન્ફરન્સમાં પહેલા જ રાજ્યમાં લોકડાઉન વધારવા સંબંધમાં કહ્યું હતું.

ઉદ્ધવે કહ્યું, મારું માનવું છે કે, 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન યથાવત રાખવું. હું સમજી રહ્યો છું કે, ઘરથી કામ કરવું મુશ્કેલ છે પરંતુ હું પણ ઘરથી જ કામ કરી રહ્યો છું અને તમે પણ એજ કરો. ભવિષ્યમાં ઓછામાં ઓછા 30 એપ્રિલ સુધી લોકડાઉન ચાલુ રહેવું છે. હું ઓછામાં ઓછું એટલા માટે કહી રહ્યો છું કે, આ લોકો પર નિર્ભર કરે છે કે ઘર પર રહે છે કે નથી.

ઠાકરેએ કહ્યું, તમે બધા જો સારી રીતે રહેશો તો આપણે આ કોરોના સામે જીતશું. 30 એપ્રિલ સુધી જો લોકો ભુલના કરે તો આપણે એક જીત મેળવી શકીએ છે. 14 એપ્રિલ સુધી અમે જણાવીશું કે આ વિસ્તારિત સમય મર્યાદાની પ્રકૃતિ કેવી હશે. આ શ્રમિકો અને શ્રમિકોની સાથે સાથે ઉદ્યોગો માટે શું કરશે.

ઠાકરેએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના ટેસ્ટમાં ભારે વધારો થયો છે. લગભગ 33 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 1574 સેમ્પલ પોઝિટીવ આવ્યા છે. 30477 નેગેટિવ આવ્યા છે. 188 દર્દીઓને ઘરે મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીની સંખ્યા વધતી જઈ રહી છે. પરંતુ અમે સંક્રમણને રોકવા માટે અમારો પૂરો પ્રયત્ન કરી રહ્યાં છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube