UN માં ઇમરાન ખાને કરાવી બેઇજ્જતી, લાલબત્તી થઇ છતા 50 મિનિટ સુધી આપ્યું ભાષણ

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને યુએનમાં પોતાની બેઇજ્જતી પોતે જ કરાવી, તમામ નેતાઓને 15 મિનિટનો સમય અપાયો હોવા છતા ઇમરાન 50 મિનિટ સુધી બોલતા રહ્યા

UN માં ઇમરાન ખાને કરાવી બેઇજ્જતી, લાલબત્તી થઇ છતા 50 મિનિટ સુધી આપ્યું ભાષણ

ન્યૂયોર્ક : પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) યુએનમાં પોતાની બેઇજ્જતી પોતે જ કરાવી હતી. તમામ નેતાઓએ બોલવા માટે 15 મિનિટનો જ સમય આપવામાં આવ્યો હતો પરંતુ ઇમરાન ખાન આશરે 50 મિનિટ સુધી બોલતા રહ્યા. નિશ્ચિત સમય સીમાની ખબર જ નહોતી રહી. તેમના ભાષણનો મોટા ભાગનો હિસ્સો ઇસ્લામ, કાશ્મીર અને વડાપ્રધાન મોદીની આસપાસ જ રહ્યો. જેવું તેમણે 15 મિનિટથી લાંબુ પોતાનું ભાષણ આપવાનું ચાલુ કર્યું, તેમની સામે લાલબત્તી બ્લિંક કરવા લાગી, જો કે ફરીથી તેણે સતત પોતાનું લાંબુ ભાષણ આપવાનું ચાલુ કર્યું, તેની સામેની લાલબત્તી બ્લિંક થવા લાગી હતી, તેમ છતા પણ તેઓ સતત બોલતા રહ્યા. ઇમરાનની વિપરિત વડાપ્રધાન મોદીએ સમય સીમાનું સંપુર્ણ સન્માન કર્યું. તેમણે પોતાનું ભાષણ માત્ર 17 મિનિટમાં જ પુર્ણ કરી દીધું. જેમાં તેમણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.

નાણામંત્રીએ તમામ વિભાગોને પેન્ડિંગ ક્લિયર કરવા આપ્યો આદેશ
યુએનના મંચ પર મોદી-મોદી કરતા રહ્યા ઇમરાન
યુએનનાં મંચ પર ઇમરાન માત્ર મોદી-મોદી કરતા રહ્યા. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે પ્રોપેગેંડા ચલાવવાનો પ્રયાસ કર્યો છે. કાશ્મીર અંગે અસત્યના ચોપડા ઉથલાવતા પરમાણુ જંગની ધમકી પણ ઉચ્ચારી. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યં કે, જો અમે પરમાણુ યુદ્ધ તરફ આગળ વધીએ તો તેના માટે યુએન જવાબદાર રહેશે. એટલા માટે 1945માં સંયુક્ત રાષ્ટ્રની રચના થઇ હતી. તમારે તેને અટકાવવું પડશે. જો બંન્ને દેશ વચ્ચે પરંપરાગત યુદ્ધ થાય છે તો કંઇ પણ થઇ શકે છે. પરંતુ તમે વિચારો કે જો કોઇ દેશ પોતાનાં પાડોશી દેશની તુલનાએ 7 ગણો નાનો હોય તો પછી તેની સામે કયો વિકલ્પ છે. પોતાને સરેન્ડર કરવું કરે પછી લડતા લડતા મરવું. અમે લડવાનો રસ્તો જ અપનાવીશું.

ન પાકિસ્તાન ન કાશ્મીર PM મોદીએ કરી આ વાત અને થવા લાગ્યો તાળીઓનો ગડગડાટ
કટ્ટરવાદી ઇસ્લામના મસીહા બનાવવાનો પ્રયાસ કર્યો.
ઇમરાન ખાનનાં ભાષણનો મહત્વનો વિષય કાશ્મીર અને ઇસ્લામોફોબિયા રહ્યું. એક પ્રકારે ઇમરાન ખાન કટ્ટરવાદી ઇસ્લામનો પણ મસિહા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન તેમણે પોતાની જાતને ઇસ્લામિક દેશોના સૌથી મોટા નેતા પણ સાબિત કરવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે આવી ગયા. 14 મિનિટથી લાંબુ ભાષણ આપ્યું. તેમણે UNGA ના મંચ પર તે જ વાતો કરી. જે ગત્ત ડોઢ મહિનાથી તેઓ કરી રહ્યા છે. તેમણે ભારતનો ઉલ્લેખ કરતા કાશ્મીરનો એજન્ડા ચલાવ્યો હતો.

UNમાં PM મોદી: આતંકવાદ મુદ્દે વિખરાઇ જતું વિશ્વ યાદ રાખે અમે યુદ્ધ નહી બુદ્ધ આપ્યા છે
ઇમરાન ખાને કોંગ્રેસ સરકારમાં પૂર્વ મંત્રીનો ઉલ્લેખ કરતા UNGA ના મંચ પરથી RSS અને નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો અને હિન્દુ આતંકવાદ જેવા શબ્દોને એનકેશ કરવાનો પ્રયાસ કર્યો. ઇમરાન ખાનને જોઇને એવું બિલ્કુલ નહોતો લાગી રહ્યો કે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે UNGA માં ભાષણ આપી રહ્યા છે પરંતુ આજે ઇમરાન ખાન કોઇ કટ્ટરપંથી મૌલાનાની પ્રકારે પોતાનું ભાષણ આપી રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news