UNGA માં ઇમરાન ખાન બન્યા કટ્ટરપંથી મૌલાના, ઇસ્લામિક આતંકવાદનો કર્યો બચાવ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇમરાન ખાનનું ભાષણ ઇસ્લામિક આતંકવાદ અને જમ્મુ કાશ્મીરના વિષય પર જ કેન્દ્રીત રહ્યું હતું

UNGA માં ઇમરાન ખાન બન્યા કટ્ટરપંથી મૌલાના, ઇસ્લામિક આતંકવાદનો કર્યો બચાવ

ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્રમહાસભા (UNGA) ના મંચ પરથી પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાન (Imrankhan) પાસે જેવી અપેક્ષા હતી તેવું જ ભાષણ તેમણે આપ્યું હતું. તેમના ભાષણનો મોટા ભાગનો હિસ્સો ઇસ્લામ, કાશ્મીર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ રહ્યું. યુએનના મંચ પરથી ખોટુ બોલવા દરમિયાન ઇમરાન ખાને (Imran khan) સમયસીમાનો ખ્યાલ પણ રાખ્યો અને એલાર્મ વાગવા છતા પણ બોલતા રહ્યા. તમામ નેતાઓને બોલવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ઇમરાન ખાન આશરે 50 મિનિટ સુધી બોલતા રહ્યા. જેવું કે તેમણે 15 મિનિટથી લાંબુ ભાષણ આપવાનું ચાલુ કર્યું, તેમની સામેની લાલબત્તી થવા લાગી, પરંતુ તેમ છતા પણ તેઓ સતત બોલતા રહ્યા.

UN માં ઇમરાન ખાને કરાવી બેઇજ્જતી, લાલબત્તી થઇ છતા 50 મિનિટ સુધી આપ્યું ભાષણ
ઇમરાન ખાનના ભાષણનો મહત્વનો વિષય કાશ્મીર અને ઇસ્લામોફોબિયા રહ્યું. એક પ્રકારે ઇમરાન ખાન કટ્ટરવાદી ઇસ્લામના મસીહા બનવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતે ઇસ્લામિક દેશોનાં સૌથી મોટા નેતા પણ સાબિત કરવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે આવી ગયા. તેમણે આ મુદ્દે 14 મિનિટથી લાંબુ ભાષણ આપ્યું.  તેમણે યુએનજીએના મંચ પર તે જ વાતો ફરી કરી, જે છેલ્લા ડોઢ મહિનાથી તે સતત કરી રહ્યા છે. તેણે ભારતનો ઉલ્લેખ કરતા કાશ્મીરનો એજન્ડા ચલાવ્યો એકવાર ફરીથી પરમાણુ યુદ્ધની ધમકી ઉચ્ચારી હતી.

નાણામંત્રીએ તમામ વિભાગોને પેન્ડિંગ ક્લિયર કરવા આપ્યો આદેશ
ઇમરાન ખાને કોંગ્રેસ સરકારમાં પૂર્વ ગૃહમંત્રીનો ઉલ્લેખ કરતા યુએનજીએના મંચ પરથી આરએસએસ અને વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા હિન્દુ આતંકવાદી જેવા શબ્દો એનકેશ કરવાનો પ્રયાસ પણ કર્યો. ઇમરાન ખાનને જોઇને એવું જરા પણ નહોતુ લાગી રહ્યું કે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે યુએનજીએમાં ભાષણ આપી રહ્યા છે. પરંતુ ઇમરાન ખાન કોઇ કટ્ટરપંથી મૌલાનાની જેમ ભાષણ આપી રહ્યા હતા.

VIDEO: UNGA ના મંચથી PM મોદીને વિશ્વને ચેતવ્યું, વાંચો 11 મહત્વની વાતો...
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત્ત અઠવાડીયાની ઇસ્લામિક આતંકવાદ શબ્દનો પ્રયોગ કર્યો હતો.  સાથે જ તેમણે વિશ્વને તેની વિરુદ્ધ લડવાની અપીલ કરી હતી. લાગે છે કે ઇમરાન ખાનને આ વાત પણ હૃદયમાં આવી છે, એટલા માટે તેમણે આ શબ્દના બચાવ માટે યુએનજીએના મંચને પસંદ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news