સપનાઓ એવા જ દેખાડો જે તમે પુરા કરી શકો નહી તો જનતા ગાળો આપે છે: નીતિન ગડકરી

નીતિન ગડકરીએ કહ્યું કે, હું સપના દેખાડનારા વ્યક્તિઓમાંથી નથી, હું જે પણ બોલું છું તે 100 ટકા કરીને દેખાડુ છુ

સપનાઓ એવા જ દેખાડો જે તમે પુરા કરી શકો નહી તો જનતા ગાળો આપે છે: નીતિન ગડકરી

નવી દિલ્હી : પોતાનાં નિવેદનનાં કારણે સમાચારમાં રહેનારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રવિવારે એક વધારે નિવેદન આપ્યું છે. મુંબઇમાં આયોજીત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, સપના દેખાડનારા નેતા લોકોને સારા લાગે છે, પરંતુ દેખાડેલા સનપા જો પુરા નહી કરો તો જનતા તેમને માર પણ મારે છે, એટલા માટે સપા તેવા જ દેખાડો જે પુરા થઇ શકે તેમ હોય. હું સપના દેખાડનારા લોકોમાંથી નથી. હું જે બોલું છું તે 100 ટકા ડંકાની ચોટ પર પુર્ણ થાય જ છે. 

અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં પરાજય બાદ પાર્ટીના ભાજપના પૂર્વ અધ્યક્ષ ગડકરીએ આ નિવેદન આપીને વિવાદ પેદા કરી દીધો હતો કે પાર્ટીનાં નેતૃત્વને પરાજય અને અસફળતાઓનો સ્વિકાર કરવો જોઇએ. 

જ્યાં તેમણે આ નિવેદનની ખોટી વ્યાખ્યા કરવા અને ખોટી પદ્ધતીથી લખવાનો દાવો કર્યો, અનેક લોકોએ આ નિવેદન વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે સ્વિકાર્યું હતું. ત્યાર બાદ મોદીનાં બદલે ગડકરીને લાવવા માટેની માંગ થવા લાગી હતી. 

ગડકરીને ઉપવડાપ્રધાન બનાવવાની માંગ
મહારાષ્ટ્રના મુખ્ય ખેડૂત નેતા કિશોર તિવારીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ને પત્ર લખીને મોદીનાં બદલે ગડકરીને લાવવાની માંગ કરી હતી. બીજી તરફ ભાજપનાં વરિષ્ઠ નેતા સંઘીપ્રિય ગૌતમ પણ જાન્યુઆરીમાં જ ગડકરીને ઉપવડાપ્રધાન બનાવવાની માંગ કરી ચુક્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ કાર્યક્રમમાં બોલિવુડમાં ખલ્લાસ ગર્લ ઇશા કોપિકરને પણ ભાજપનું સભ્ય પદ અપાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news