UNSC Meeting: અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- મહિલાઓ, પુરૂષ અને બાળકો ડરેલા છે
અફઘાનિસ્તાનના એક પડોશી દેશના રૂપમાં, તેમના લોકોના મિત્રના રૂપમાં, દેશમાં હાલની સ્થિતિમાં ભારતમાં અમારા માટે ખૂબ ચિંતાનો વિષય છે. અફઘાની પુરૂષ, મહિલાઓ અને બાળકો સતત ભયની સ્થિતિમાં જીવી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાન (Taliban) ના કબજાને ધ્યાનમાં રાખતાં સોમવારે અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની ઇમરજન્સી બેઠક થઇ. આ બેઠકની અધ્યક્ષતા ભારતે કરી. ભારતે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ત્યાં મહિલાઓ, પુરૂષ અને બાળકો ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
યૂએનએસસી (UNSC) ની ઇમરજન્સી બેઠક દરમિયાન ભારતના રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનના એક પડોશી દેશના રૂપમાં, તેમના લોકોના મિત્રના રૂપમાં, દેશમાં હાલની સ્થિતિમાં ભારતમાં અમારા માટે ખૂબ ચિંતાનો વિષય છે. અફઘાની પુરૂષ, મહિલાઓ અને બાળકો સતત ભયની સ્થિતિમાં જીવી રહ્યા છે.
ટીએસ તિરૂમૂર્તિએ આગળ કહ્યું કે અમે કાબુલના હામિદ કરજઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખૂબ દુર્ભાગ્યપૂર્ણ દ્વશ્ય જોયા છે જેથી લોકોમાં ભય છે. મહિલાઓ અને બાળકો પરેશાન છે. એરપોર્ટ સહિત શહેરમાં ગોળીબારીની ઘટનાઓ સામે આવી છે. તેમણે કહ્યું કે હાલના સંકટ પહેલાં અફઘાનિસ્તાન (Afghanistan) ના 34 પ્રાંતોમાં દરેક ભારતના વિકાસ પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા. અમે સંબંધિત પક્ષો પાસે કાનૂન અને વ્યવસ્થા બનાવી રાખવા, સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત અને કાઉન્સિલર કર્મીઓ સહિત તમામની સુરક્ષા સુનિશ્વિત કરવાનું આહવાન કરીએ છીએ.
#WATCH | As a neighbour of #Afghanistan, as a friend of its people, the current situation prevailing in the country is of great concern to us in India. Afghan men, women, & children are living under a constant state of fear: India's Ambassador to UN, TS Tirumurti at UNSC meeting pic.twitter.com/jl2MJeQDXm
— ANI (@ANI) August 16, 2021
તેમણે સાથે કહ્યું કે જો આતંકવાદ પ્રત્યે તમામ રૂપોમાં જીરો ટોલરેન્સની નીતિ છે અને આ સુનિશ્વિત કરીએ છીએ કે અફઘાન ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદી ગ્રુપો દ્વારા કોઇ અન્ય દેશને ધમકાવવા અથવા હુમલો કરવા માટે કરવામાં આવતો નથી, તો અફઘાનિસ્તાનના પડોશી વધુ સુરક્ષિત અનુભવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે