વાયુસેનાએ પાક.ના જુઠ્ઠાણાનો અમેરિકાને જવાબ આપ્યો, PoKમાં F-16 તોડી પડાયું

વાયુસેનાનો દાવો છે કે ઇલેક્ટ્રોનિક સિગ્નેચરથી તે વાત સ્પષ્ટ થઇ જાય છે કે, સુત્રોનું કહેવું છે કે એફ-16ને નિયંત્રણ રેખાથી 8-10 કિલોમીટર અંદર આવ્યું ત્યાર બાદ આ ફાઇટ થઇ હતી

વાયુસેનાએ પાક.ના જુઠ્ઠાણાનો અમેરિકાને જવાબ આપ્યો, PoKમાં F-16 તોડી પડાયું

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ એક વક્તવ્યમાં કહ્યું કે, 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના સાથે થયેલ ડોગ ફાઇટમાં પાકિસ્તાનનાં જે વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું તે F-16 જ હતુ. વાયુસેનાનો દાવો છે કે ઇલેક્ટ્રોનિક સિગ્નેચરથી આ વાત સ્પષ્ટ થઇ જાય છે. સુત્રોએ કહ્યું કે, એફ-16ને નિયંત્રણ રેખાથી 8-10 કિલોમીટર દુર સબ્જકોટનાં વિસ્તારમાં અભિનંદનનાં Mig-21થી ફાયર થઇ અને આર-72 મિસાઇલને તોડી પાડવામાં આવી. 

અભિનંદનનાં વિમાનને આ સ્થળથી 10 કિલોમીટર દુર તંદરમાં તોડી પાડવામાં આવ્યું. ભારતીય સીમાની અંદર ઉડી રહેલા અવાક્સનાં સ્ક્રીનશોટ પરથી માહિતી મળે છે કે અભિનંદન સામે ઉડી રહેલ પાકિસ્તાની ફાઇટર માત્ર એફ-16 હતા.  તેમાંથી એક ફાઇટર થોડી સેકંડ બાદ સ્ક્રીનથી ગાયબ થઇ જાય છે. ત્યાર બાદ પાકિસ્તાનનાં રેડિયો ટ્રાન્સમિશનનાં ઇન્ટરસેપ્ટથી માહિતી મળે છે કે તેમનાં એફ-16 પરત નથી ફરી રહ્યું સુત્રોનો દાવો છે કે વાયુસેના પાસે એવા પુરતા પુરાવા છે જે જણાવે છે કે પાકિસ્તાની એફ-16 અંગે તમામને ગુમરાહ કરી રહ્યા છે. અવોક્સનાં electronic support measuresએ હુમલાખોર જેટ્સમાં એફ-16ની પૃષ્ટી કરી હતી. 

અમિત શાહની રાહુલ ગાંધીને સલાહ 'ઝડપથી સાજા થઇ જાઓ યુવરાજ'
અમેરિકી પત્રિકાએ કર્યો દાવો
ફોરેન પોલિસી નામની એક પત્રિકાએ ગુરૂવારે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે પાકિસ્તાન પાસે હાલનાં એફ-16 વિમાનોની અમેરિકા દ્વારા કરવામાં આવેલી ગણત્રીથી માહિતી મળે છે કે તેમાં એક પણ વિમાન ઓછું નથી. પત્રિકાનાં આ સમાચાર ભારતનાં આ દાવાની ઉલટ છે તેનાં એક ફાઇટર વિમાને 27 ફેબ્રુઆરીએ થયેલા હવાઇ ઘર્ષણ દરમિયાન પાકિસ્તાનનાં એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, પુલવામામાં 14 ફેબ્રુઆરીનાં રોજ સીઆરપીએફનાં કાફલા પર  થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલકોટમાં આતંકવાદી શિબિરો પર બોમ્બ તોડી પાડ્યા હતા. ભારતની આ કાર્યવાહી બાદ બંન્ને દેશોએ ફાઇટર વિમાનો વચ્ચે એક ઘર્ષણ થયું જેમાં એફ-16 વિમાનને તોડી પાડવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news