CoWIN એપથી નહીં, અહીંથી લીક થયો ડેટા, તપાસમાં સામે આવી મોટી વાત

Vaccination Data Leak On Dark Web: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડેટા લીક કેસની તપાસ કરાવવાનું કહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ડેટા  CoWIN પોર્ટલથી લીક થયો નથી. 

CoWIN એપથી નહીં, અહીંથી લીક થયો ડેટા, તપાસમાં સામે આવી મોટી વાત

નવી દિલ્હીઃ ઓમ તો ડાર્ક વેબ  (Dark Web) પર ડેટા  (Data) લીક થવી કોઈ નવી વાત નથી પરંતુ જ્યારે લીક ભારતમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન  (Vaccination Drive) સાથે જોડાયેલ હોય તો સવાલ ઉઠવા વ્યાજબી છે. આવો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં વેક્સીન લગાવનાર હજારો લોકોનો ડેટા CoWIN પોર્ટલથી લીક થઈને ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે. તેવામાં ઝી મીડિયાએ આ લીકનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. 

ડાર્ક વેબ પર ક્યારે લીડ થયો ડેટા?
અમારી ટીમે પોતાના રિસર્ચમાં સૌથી પહેલા તે ડાર્ક વેબ વેબસાઇટ ખોલી જ્યાં આ ડેટા લીક થઈ ગયો  હતો. વેબસાઇટમાં જોયા બાદ સામે આવ્યું કે, Hackzies નામના યૂઝરે વેકગ્સીન લગાવનારના ડેટાને 15 જાન્યુઆરી 2022ના બપોરે 12.11 કલાકે ડાર્ક વેબ પર લીક કર્યો હતો. લીક થયેલા ડેટામાં દાવો કરવામાં આવ્યો કે ડેટામાં વેક્સીન લગાવનારના ફોન નંબર, આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર, બેન્ક પાસબુક નંબર અને કેટલાક લોકોના સરકારી આઈડી કાર્ડ નંબર છે, જેને લોકોએ વેક્સીન લગાવવા માટે રસીકરણ કેન્દ્ર પર આપ્યા હતા. 

data leak case

તપાસમાં સામે આવી વાત
તે લીક થયેલ ડેટાને જ્યારે અમારી ટીમે તપાસ્યો તો સામે આવ્યું કે, ડેટા છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં રસી લેનાર 8 હજાર 685 લોકોનો છે અને કુલ 229 પેજના આ ડેટામાં મહાસમુંદ જિલ્લાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીના હસ્તાક્ષર પણ છે. 

ડાર્ક વેબ પર વેચવામાં આવ્યો ડેટા
ડાર્ક વેબ પર અપલોડ ડેટામાં Title 'COVID 19 રસીકરણ હેતુ CoWIN Portal માં અપલોડ લાભાર્થી ઓની યાદી છે, એટલે કે ટાઇટલથી સ્પષ્ટ થાય છે કે આ ડેટાને કોવિન પોર્ટલ (CoWIN Portal)  પર અપલોડ કરવા માટે ભેગો કરાયો હતો જે લીક થઈને ડાર્ક વેબ પર વેચાવા લાગ્યો. 

રસીકરણ કરાવનારનો ડેટા ડાર્ક વેપ પર લીગ થવા પર સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોવિન પોર્ટલથી ડેટા લીક થવાના સમાચારને ખોટા ગણાવતા ટ્વીટ કર્યું કે, પ્રથમ દ્રષ્ટિએ લીકનો આ મામલો કોવિન પોર્ટલથી લીકનો નથી લાગી રહ્યો. સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલામાં તપાસ કરાવવાની વાત કહી છે. 

— Ministry of Health (@MoHFW_INDIA) January 21, 2022

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં વેક્સીન લગાવનાર જે 8 હજારથી વધુ લોકોનો ડેટા લીક થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં મહાસમુંદ જિલ્લાના પિથૌરા, બાગભરા, બાસના, મહાસમુંદ અને સરાયપાલી બ્લોકના કુલ મળીને 8 હજાર 685 લોકો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news