Uttar Pradesh: કુશીનગરમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, પીઠી ચોળવાની તૈયારી કરી રહેલી મહિલાઓ કૂવામાં પડી, 13ના મોત

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન સમારોહના આયોજન દરમિયાન પીઠી ચોળવાની રસ્મ વખતે કેટલીક મહિલાઓ કૂવામાં પડી. આ દુર્ઘટનામાં 13 જેટલી મહિલાઓના મોત થયા છે. 

Uttar Pradesh: કુશીનગરમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, પીઠી ચોળવાની તૈયારી કરી રહેલી મહિલાઓ કૂવામાં પડી, 13ના મોત

કુશીનગર: ઉત્તર પ્રદેશના કુશીનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન સમારોહના આયોજન દરમિયાન પીઠી ચોળવાની રસ્મ વખતે કેટલીક મહિલાઓ કૂવામાં પડી. આ દુર્ઘટનામાં 13 જેટલી મહિલાઓના મોત થયા છે. 

કૂવામાં કેવી રીતે પડી મહિલાઓ?
મહિલાઓ પીઠી ચોળવા માટે કૂવા પર લાગેલી જાળી પર ઊભી હતી. અચાનક કૂવામાં લાગેલી લોખંડની જાળી તૂટી જવાથી મહિલાઓ કૂવામાં પડી અને માતમ છવાઈ ગયો. આ ભયાનક દુર્ઘટના કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ મથક હદના નૌરંગિયા સ્કૂલ ટોલામાં સર્જાઈ. 

ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા
અકસ્માતની જાણ થતા જ પોલીસના તમામ ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. 

સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુ:ખ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ મથક હદમાં કૂવામાં પડવાની ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કાર્ય શરૂ કરવા તથા અકસ્માતમાં ઘાયલ લોકોની સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા.  કુશીનગરના ડીએમએ  કહ્યું કે કૂવામાં પડવાથી મહિલાઓના મોત થયા છે. મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાનું વળતર અપાશે. 

મૃતકોમાં મહિલાઓ અને બાળકીઓ સામેલ
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે મહિલાઓ મટકોરમાં વ્યસ્ત હતી. પુરુષો ભોજન બનાવવાની તૈયારીમાં લાગ્યા હતા. આ બધા વચ્ચે કૂવામાં મહિલાઓ પડવાની ખબરથી અફરાતફરી મચી. લોકોને સમજમાં જ નહતું આવતું કે શું કરવું. આ બધા વચ્ચે કેટલાક યુવકો રસ્સીના સહારે કૂવામાં ઉતર્યા અને મહિલાઓ અને બાળકીઓને કાઢવાનું શરૂ કર્યું હતું. લોકો બૂમો પાડતા હતા. થોડીવારમાં પોલીસ પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. 

પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમને એ વાતનો અંદાજો નહતો કે સ્લેબ તૂટી જશે. જો કે જ્યારે લોકો તેના પર ચડી રહ્યા હતા તો તેમને ના પણ પાડવામાં આવી રહી કે આ સ્લેબ તૂટી જશે. પરંતુ લોકો ડાન્સ જોવા માટે કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહતા. 

પીએમ મોદીએ વળતરની કરી જાહેરાત
કુશીનગરમાં થયેલા અકસ્માત પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલો અકસ્માત હ્રદયદ્રાવક છે. જે લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે તેમના પરિજનો પ્રત્યે હું મારી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરુ છું. આ સાથે જ ઘાયલોને જલદી સાજા થવાની કામના પણ કરુ છું. સ્થાનિક પ્રશાસન દરેક સંભવ મદદમાં લાગ્યું છે. 

— Narendra Modi (@narendramodi) February 17, 2022

આ સાથે જ પીએમ મોદીએ કુશીનગર અકસ્માતમાં જીવ ગુમાવનારાના પરિજનો માટે વળતરની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે કુશીનગરમાં થયેલા દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારાના પરિજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ તરફથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news