Yamuna Expressway પર દર્દનાક અકસ્માત, બેકાબૂ બનેલું ટેન્કર ડિવાઈડર તોડી કાર પર પલટી ગયું, 7 લોકોના મોત

યમુના એક્સપ્રેસ વે (Yamuna Expressway) પર એકવાર ફરીથી દર્દનાક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતું ટેન્કર બેકાબૂ થઈને ઈનોવા કાર પર પલટી ગયું. આ અકસ્માત (Accident) માં 7 લોકોના મોત થયા છે.

Yamuna Expressway પર દર્દનાક અકસ્માત, બેકાબૂ બનેલું ટેન્કર ડિવાઈડર તોડી કાર પર પલટી ગયું, 7 લોકોના મોત

મથુરા: યમુના એક્સપ્રેસ વે (Yamuna Expressway) પર એકવાર ફરીથી દર્દનાક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતું ટેન્કર બેકાબૂ થઈને ઈનોવા કાર પર પલટી ગયું. આ અકસ્માત (Accident) માં 7 લોકોના મોત થયા છે. અકસ્માત મથુરા પોલીસ સ્ટેશનના નૌહઝીલ ચોકી હદ વિસ્તારના માઈલ સ્ટોન 68 નજીક થયો. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, એક્સપ્રેસ વે કર્મીઓ સહિત બચાવ ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. 

યમુના એક્સપ્રેસ વે (Yamuna Expressway)  પર મોડી રાતે ટેન્કર HR69- 3433 નોઈડા તરફથી આવી રહ્યું હતું ત્યારે બેકાબૂ બની ડિવાઈડર તોડીને આગ્રાથી નોઈડા (Noida)  તરફ જતા રોડ પર આવી ગયું અને ત્યાંથી પસાર થતી ઈનોવા કાર HR 33D 0961 પર પલટી ગયું. ટેન્કર ઈનોવા પર પડતા જ કારમાં સવાર 7 લોકોના મોત નિપજ્યા. અકસ્માત (Accident)  એટલો ભીષણ હતો કે કારના ફૂરચા ઉડી ગયા. આ અકસ્માતમાં ઈનોવા  કારમાં સવાર જીંદના સફીદો ગામના રહીશ 45 વર્ષના મનોજ, પત્ની બબિતા (40), પુત્ર અભય (16), અને હેમંતની સાથે સાથે મોહલ્લામાં રહેતા મનોજના સંબંધી, 10 વર્ષની કન્નૂ અને તેની 14 વર્ષની બહેન હિમાદ્રી તથા ડ્રાઈવર રાકેશનું મોત નિપજ્યું. 

અકસ્માતની જાણ મેળવવા DM, SSP ઘટનાસ્થળે પહોંચ્યા
અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ, એક્સપ્રેસવે કર્મીઓ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ. બીજી બાજુ ડીએમ નવનીત ચહલ અને એસએસપી ગૌરવ ગ્રોવર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધુ. મૃતકોમાં દંપત્તિ અને તેમના બે પુત્રોની સાથે સાથે  બં સંબંધીઓના પુત્ર-પુત્રી અને કારચાલક સામેલ છે. એસએસસી મથુરા ડોક્ટર ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે ઘટનાની સૂચના પરિજનોને આપી દેવાઈ છે. 

(રિપોર્ટ-કનૈયાલાલ શર્મા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news