નિર્ભયાના દોષિતોને લટકાવાશે ફાંસીના માંચડે, SCએ ફગાવી દોષિતોની સજા ઘટાડવાની અરજી

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર ભાનુમતી તેમજ જસ્ટિસ અશોક ભુષણની ખંડપીઠ મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજી પર આજે નિર્ણય સંભળાવ્યો છે

નિર્ભયાના દોષિતોને લટકાવાશે ફાંસીના માંચડે, SCએ ફગાવી દોષિતોની સજા ઘટાડવાની અરજી

નવી દિલ્હી : દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ગેન્ગરેપ કાંડના દોષિતોની ફાંસીની સજા ઘટાડવાની અરજીની ફગાવી દીધી છે. હવે આ મામલામાં તમામ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નિર્ભયાકાંડમાં સામુહિક બળાત્કાર તેમજ હત્યાના મામાલમાં ચાર દોષિતોમાંથી ત્રણની પુન:વિચાર અરજી પર આજે સુનાવણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર ભાનુમતી તેમજ જસ્ટિસ અશોક ભુષણની ખંડપીઠ મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજી પર આજે નિર્ણય સંભળાવ્યો છે. ચાર દોષિતોમાં શામેલ અક્ષયકુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટના 5 મે, 2017ના નિર્ણય વિરૂદ્ધ કોઈ પુન:વિચાર અરજી દાખલ નથી કરી. 

 

— ANI (@ANI) July 9, 2018

સુપ્રીમ કોર્ટે પોતાના 2017ના નિર્ણયમાં દિલ્હી હાઇકોર્ટ તેમજ નીચલી કોર્ટ દ્વારા 23 વર્ષની પેરામેડિકલની વિદ્યાર્થીનીના 16 ડિસેમ્બર, 2012ના દિવસે કરાયેલા સામુહિક બળાત્કાર તેમજ હત્યાના મામલામાં દોષિતોને થયેલી મોતની સજા યથાવત રાખી હતી. નિર્ભયા પર દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં 6 વ્યક્તિઓએ સામુહિક બળાત્કાર કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડીને તેને રોડ પર ફેંકી દીધી હતી. સિંગાપોરની માઉન્ડ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 29 ડિસેમ્બર, 2012ના દિવસે તેનું મૃત્યુ થઈ ગયું હતું. 

આ ગેન્ગેરેપના આરોપીઓમાંથી એક રામસિંહે તિહાર જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ આરોપીઓમાં એક કિશોર પણ શામેલ હતો જેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ કિશોરને ત્રણ વર્ષ સુધી બાળસુધાર ગૃહમાં રાખ્યા પછી તેને છોડી દેવામાં આવ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news