CAAના વિરોધના નામ પર જાફરાબાદમાં હિંસા, હેડ કોન્સ્ટેબલનું મોત, ડીસીપી ઈજાગ્રસ્ત


નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધના નામ પર દેશની રાજધાની દિલ્હીમાં અનેક જગ્યાએ પ્રદર્શન વચ્ચે હિંસામાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું છે અને ડીસીપીને ઈજા થઈ છે. 

CAAના વિરોધના નામ પર જાફરાબાદમાં હિંસા, હેડ કોન્સ્ટેબલનું મોત, ડીસીપી ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ દિલ્હીના નોર્થ ઈસ્ટ જિલ્લામાં રવિવારે થયેલી હિંસામાં 4 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચાર મામલામાંથી 2 મામલા જાફરાબાદ અને મૌજપુરના છે તો દયાલપુરના 2 મામલામાં પણ FIR નોંધવામાં આવી છે. તો આ હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું છે. મહત્વનું છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ હિંસામાં 10 પોલીસકર્મી અને 1 સામાન્ય નાગરિકને ઈજા પહોંચી છે. હિંસામાં 2 ઓટો રિક્ષા, 3 બાઇક અને 5 ગાડીમાં આગ લગાવવામાં આવી છે. આ વચ્ચે મૌજપુર વિસ્તારમાં હવામાં ફાઇરિંગ કરતા એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. 

દિલ્હીના જાપરાબાદ, મૌજપુરમાં રવિવારે એક રસ્તા પર 'નાગરિકતા સંશોધન કાયદાના સમર્થક અને વિરોધી જૂથો આમને-સામને આવી ગયા હતા. રવિવારે સવારે જાફરાબાદ મેટ્રો સ્ટેશનની પાસે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન માટે ભેગી થઈ હતી અને બપોરે જાફરાબાદમાં પથ્થરમારો શરૂ થયો હતો. મૌજપુર મેટ્રો સ્ટેશનની પાસે પણ બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. પછી પોલીસે ટીયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસ કર્યાં હતા. રવિવારે પણ સીએએને લઈને ચાંદબાગ, જાફરાબાદ, ખુરેજી, શાહીન બાગમાં પ્રદર્શન થયા હતા.'

— ANI (@ANI) February 24, 2020

ઘટના સ્થળ પર પેરા મિલિટ્રી રવાના
જાણવા ણળી રહ્યું છે કે આ વિસ્તારમાં અત્યારે જરૂરી સંખ્યામાં પોલીસ દળ નથી, પરંતુ સૂચના મળી રહી છે કે થોડા સમયમાં ત્યાં પેરા મિલિટ્રી ફોર્સની કંપની પહોંચવાની છે. હિંસા કરનારા લોકોને કોઈ ડર રહ્યો નથી. તે પોલીસ પર દારૂની બોટલોથી હુમલો કરી રહ્યાં છે. તેના વિરુદ્ધ સતત ફાયરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સતત માઇક દ્વારા તેને શાંતિ જાળવી રાખવાનું કહી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news