અને સુરક્ષિત ગણાતું મુંબઇ શર્મસાર થયું...મહિલા બૂમો પાડતી રહી, કોઇ મદદે ન આવ્યું

અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ મુંબઇ મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ ગત ગુરૂવારે લોકલ ટ્રેનમાં બનેલી શરમજનક ઘટનાએ ચકચાક જગાવી છે. ચાલું ટ્રેનમાં એક મહિલા સાથે છેડછાડનો વીડિયો સામે આવતાં સુરક્ષિત મુંબઇ સામે સવાલો ઉભા થયા છે. 

અને સુરક્ષિત ગણાતું મુંબઇ શર્મસાર થયું...મહિલા બૂમો પાડતી રહી, કોઇ મદદે ન આવ્યું

મુંબઇ :અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ મુંબઇ મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ ગત ગુરૂવારે લોકલ ટ્રેનમાં બનેલી શરમજનક ઘટનાએ ચકચાક જગાવી છે. ચાલું ટ્રેનમાં એક મહિલા સાથે છેડછાડનો વીડિયો સામે આવતાં સુરક્ષિત મુંબઇ સામે સવાલો ઉભા થયા છે. 

જાણવા મળ્યા મુજબ આ ઘટના ગુરૂવારે રાતે અંદાજે 11 વાગ્યાની છે. થાણેથી છત્રપતિ શિવાજી મહારાજા ટર્મિનસ (સીએસટી) જઇ રહેલી લોકલ ટ્રેનમાં કુર્લા અને દાદર વચ્ચે દિવ્યાંગ બોગીમાં એક શખ્સ ચડ્યો અને અગાઉથી આ ટ્રેનમાં બેઠેલી એક મહિલા સાથે છેડછાડ કરવા લાગ્યો. શરમજનક વાત તો એ છે કે આ બોગીમાં બેઠેલા લોકો મહિલા સાથે થઇ રહેલી આ ઘટના જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા પરંતુ કોઇએ મહિલાને બચાવવાનો પ્રયાસ ન કર્યો. 

કહેવાઇ રહ્યું છે કે, થાણેથી સીએસટી જઇ રહેલી આ ટ્રેનમાં અગાઉથી કેટલાક લોકો અને પીડિત મહિલા પણ બેઠેલી હતી. એવામાં આ શખ્સ આવે છે અને ટ્રેનમાં બેઠેલી મહિલા પર ચડવાનો પ્રયાસ કરે છે. મહિલાના વિરોધ બાદ પણ એ પોતાની હરકત ચાલુ રાખે છે. મહિલા વિરોધ કરે છે પરંતુ કોઇ એને બચાવવા આગળ આવતું નથી, વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એ શખ્સના હાથમાં એક બોટલ છે જેમાં પાણી જેવું કોઇ પ્રવાહી છે. નશામાં ધૂત આ મહિલા સાથે મારપીટ પણ કરે છે. છતાં કોઇ એને બચાવવા આવતું નથી.

 

દાદર સ્ટેશને પોલીસે પકડ્યો
ટ્રેનમાં શખ્સ મહિલા સાથે છેડછાડ કરી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં અન્ય લોકો પણ હતા અને મહારાષ્ટ્ર સિક્યુરીટીનો જવાન પણ હતો. પરંતુ એણે પણ બચાવ માટે કંઇ કર્યું ન હતું. એણે માત્ર ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. જેને પગલે દાદર સ્ટેશને પોલીસે આ શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ આ મહિલાનો પતિ હોવાનું સામે આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news