આજથી શરૂ થશે બજેટ સત્ર, PM મોદીએ વિપક્ષને કરી સહયોગની અપીલ

બજેટ સત્રની શરૂઆત આજે સવારે 11 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને સદનોના સેંટ્રલ હોલમાં સંયુક્ત બેઠકોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે કોવિંદનું આ પ્રથમ અભિભાષણ હશે. 

આજથી શરૂ થશે બજેટ સત્ર, PM મોદીએ વિપક્ષને કરી સહયોગની અપીલ

નવી દિલ્હી: આજથી નરેંદ્ર મોદી સરકારનું અંતિમ પૂર્ણકાલિક બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્રની શરૂઆત આજે સવારે 11 વાગ્યાથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને સત્રોના સેંટ્રલ હોલમાં સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ કોવિંદનું આ પ્રથમ અભિભાષણ હશે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના સંસદ બજેટ સત્રના સુચારું સંચાલન માટે વિભિન્ન પક્ષોની મદદ માંગી છે. સુમિત્રા મહાજને કહ્યું કે બજેટ સત્રના પ્રથમ ભાગમાં આઠ બેઠકો હશે જેમાં 36 કલાકમાંથી 19 કલાક રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેંદ્રીય બજેટ 2018-19ના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. 

સર્વદળીય બેઠકમાં બધા પક્ષોની કરી સૂચનની અપીલ
બજેટ સત્રના ઠીક એક દિવસ પહેલાં વડાપ્રધાન મંત્રી નરેંદ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. સર્વદળીય બેઠકમાં સરકારે વિપક્ષી દળો પાસે સત્રને સફળ બનાવવા પર ચર્ચા કરી અને તેમની પાસે સૂચનો માંગ્યા. બેઠકમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે સામાન્ય બજેટ માટે આ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સત્રને સફળ બનાવવા માટે વિપ્ક્ષી દળોએ જે સૂચનો આપ્યા છે, તેના પર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિકાસ માટે વ્યવસ્થા બદલવાની જરૂરિયાત છે. સંસદમાં ચર્ચા દરમિયાન રાજકારણ આવે છે. એટલા માટે વિકાસના મુદ્દા પર બધા પક્ષોએ રાજકારણથી ઉપર આવીને કરવી જોઇએ.

ત્રણ તલાક પર આશા
સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે બેઠક વિશે જણાવ્યું હતું કે બધા પક્ષોએ સત્રને સફળ બનાવવા માટે પોતપોતાના સૂચનો આપ્યા છે. સરકાર આ સૂચનો પર ચર્ચા કરી રહી છે. ત્રણ તલાક બિલ પર તેમણે કહ્યું કે તેમને આશા છે કે આ સત્રમાં ત્રણ તલાક બિલ રાજ્યસભામાં મંજૂર થઇ જશે. તેમણે કહ્યું કે તે પોતે અને તેમના સાથીઓ આ મુદ્દે પાર્ટીઓને સમજાવવા માટે ભરપૂર પ્રયત્નો કરશે કે જીએસટીની માફક બિલ પણ સર્વસહમતિથી સદનમાં પાસ થઇ જશે.  

એક ફેબ્રુઆરીએ બજેટ
કેંદ્રીય બજેટ એક ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. 9 ફેબ્રુઆરીથી સત્રમાં રજા જાહેર થશે. બજેટ સત્રનો બીજો તબક્કો પાંચ માર્ચથી શરૂ થશે, જે એપ્રિલ સુધી ચાલશે. અત્યાર સુધી 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ નરેંન્દ્ર મોદી સરકારે વર્ષ 2017માં આ ચલણમાં ફેરફાર કરતાં તેની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરી દીધી હતી. આ સાથે જ સરકારે એક મોટો ફેરફાર કરતાં રેલ બજેટને મુખ્ય બજેટમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. 

મોદી સરકારનું અંતિમ પૂર્ણકાલિક બજેટ સત્ર
કેંદ્રની સત્તા પર બિરાજમાન ભાજપ સરકારે આ શાસનકાળના નાણામંત્રી અરૂણ જેટલી એક ફેબ્રુઆરીના રોજ અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે. બજેટ સત્રના પ્રથમ તબક્કો 9 ફેબ્રુઆરીના રોજ પુરો થશે. બીજો તબક્કો પાંચ માર્ચથી છ એપ્રિલ દરમિયાન થશે. આ વખતે બજેટમાં મજબૂત રાજકીય સંદેશ હોય શકે છે કારણ કે, 2019માં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ બજેટમાં ખાસકરીને ખેડૂતો અને ગરીબો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. બજેટ સાથે સંકળાયેલી પ્રાથમિકતાઓ ઉપરાંત સરકાર કેટલાક મહત્વપૂર્ણ ખરડાઓને મંજૂર કરવા પર ભાર મુકી રહી છે. 

હલવા સેરેમનીથી થઇ બજેટ સત્રની શરૂઆત
બજેટ 2018-19ના દસ્તાવેજોની પ્રિટિંગની પ્રક્રિયા 20 જાન્યુઆરીના રોજ હલવા સેરેમનીની પરંપરા સાથે શરૂ થઇ ગઇ. કેંદીય નાણા મંત્રી અરૂણ જેટલીએ હલવા સેરેમનીમાં નાણા મંત્રાલયના અધિકારીઓને હલવો ખવડાવી બજેટ પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ અવસર પર નાણા મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારી અને કર્મચારીઓ હાજર હતા. આ સાથે પ્રિંટિંગ પ્રેસના તમામ કર્મચારીઓ સહિત મંત્રાલયના 100 અધિકારીઓને બજેટ રજૂ થાય ત્યાં સુધી નજરબંધ કરવામાં આવ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news