Quad Summit 2024: ભારત 2024માં ક્વાડ શિખર સંમેલનની કરશે યજમાની, પીએમ મોદીએ કરી જાહેરાત

Quad Summit: હિરોશિમામાં ક્વાડ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ક્વાડ માનવ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિની દિશામાં કામ કરવાનું જારી રાખશે.

Quad Summit 2024: ભારત 2024માં ક્વાડ શિખર સંમેલનની કરશે યજમાની, પીએમ મોદીએ કરી જાહેરાત

હિરોશિમાઃ PM Modi In Quad Summit Japan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર (20 મે) એ જાપાનના હિરોશિમામાં ક્વાડ (Quad)દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમને 2024માં ભારતમાં ક્વાડ શિખર સંમેલનની યજમાની કરવામાં ખુશી થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ અને જાપાની પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની સાથે બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે, મને આ ક્વાડ સમિટમાં ભાગ લેતા ખુશી થઈ રહી છે. 

તેમણે કહ્યું કે ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક એ વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. અમે સર્વસંમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર ક્ષેત્ર માટે જ નહીં પરંતુ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. રચનાત્મક એજન્ડા સાથે, અમે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે આગળ વધી રહ્યા છીએ.

— ANI (@ANI) May 20, 2023

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને આપી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સંયુક્ત પ્રયાસોથી અમે મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિકના અમારા વિઝનને વ્યવહારુ પરિમાણ આપી રહ્યા છીએ. આ સમિટની સફળ અધ્યક્ષતા માટે હું ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસને અભિનંદન આપું છું. 2024માં ક્વોડ લીડર્સની સમિટની યજમાની કરીને ભારત ખુશ થશે. ક્વાડ એ ચાર દેશોનો સમૂહ છે જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે.

આપણે બે વર્ષોમાં સારી પ્રગતિ કરી- બાઇડેન
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે કહ્યું કે હું ફરીથી નજીકના મિત્રોમાં આવીને ખુશ છું. ખુલ્લા, સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક પ્રદેશ માટે સાથે ઊભા છીએ. તે એક એવો વિસ્તાર છે જ્યાં સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવે છે અને પ્રાદેશિક સંતુલન નાના અને મોટા તમામ દેશોને લાભ આપે છે. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે મને લાગે છે કે લોકો આજથી 20-30 વર્ષ પછી આ ક્વોડને જોશે અને કહેશે કે પરિવર્તન ફક્ત ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ગતિશીલ છે. મારા મતે છેલ્લા બે વર્ષમાં આપણે સારી પ્રગતિ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news