Gujarat Weather: ઉ.ભારતમાં શીતલહેર, ગુજરાતમાં શું રહેશે સ્થિતિ? કયા વિસ્તારો માટે છે ભરશિયાળે વરસાદની આગાહી...જાણો

Weather Update: દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો ગાત્રો થીજવતી ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં કેવું રહેશે હવામાન...તે પણ ખાસ જાણો. 

Gujarat Weather: ઉ.ભારતમાં શીતલહેર, ગુજરાતમાં શું રહેશે સ્થિતિ? કયા વિસ્તારો માટે છે ભરશિયાળે વરસાદની આગાહી...જાણો

દેશની રાજધાની દિલ્હીમાં વહે ઠંડીનો કહેર વધવાનો છે. કારણ કે હવે બર્ફીલી હવાઓ વધવાની આશંકા જતાવવામાં આવી રહી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી પહાડ પર થઈ રહેલી બરફવર્ષાના પગલે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. સોમવારે ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી આવતા આ પવનની ઝડપ વધી છે. જેના કારણે સવાર સાંજ ઠંડી મહેસૂસ થઈ રહી છે. સોમવારે દિલ્હીનું ન્યૂનતમ તાપમાન 7.1 નોંધાયુ છે. દિલ્હીમાં આગામી ચાર દિવસ આકાશમાં વાદળા છવાયેલા રહેશે. સવારના સમયે ધુમ્મસ છવાયેલું રહેશે. ગુજરાતમાં કેવી રહેશે ઠંડી એ પણ ખાસ જાણો. 

દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો ગાત્રો થીજવતી ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે. પહાડી વિસ્તારોમાં શરૂ થયેલી બરફવર્ષાએ મેદાની વિસ્તારોમાં ઠંડી વધારી છે. જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો ચાલુ છે. 19 ડિસેમ્બર એટલે કે આજના હવામાનની વાત કરીએ તો સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ દક્ષિણી તમિલનાડુ, દક્ષિણી કેરળ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ અને કેરળમાં વરસાદ ઓછો થશે પરંતુ લક્ષદ્વીપમાં વરસાદ ચાલુ રહેશે. 

ઉત્તર તમિલનાડુ, ઉત્તર કેરળ, અને આંદમાન તથા નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશના દક્ષિણી તટ અને દક્ષિણી કર્ણાટકમાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના  કેટલા ભાગોમાં ન્યૂનતમ તાપમાનમાં મામૂલી ઘટાડો  થશે. હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે બરફવર્ષા થઈ છે. આ ઉપરાંત તે સીઝનનો સૌથી ભારે દોર રહ્યો. જેમાં મધ્ય અને ઊંચાઈવાળા વિસ્તારોમાં સારી બરફવર્ષા થઈ. 

પહેલગામ, ગુલમર્ગ, અને સોનમાર્ગના સ્કી રિસોર્ટ્સની સાથે- બાંદીપુર, સાધના ટોપ, ગુરેઝ ઘાટી, મુઘલ રોડ, માછીલ વિસ્તાર વગેરેના કેટલાક ભાગોમાં બરફવર્ષા થઈ. આ ગતિવિધિઓ શનિવાર સાંજે શરૂ થઈ અને રવિવાર સુધી ચાલુ રહી. આ ઉપરાંત આ બરફવર્ષાના કરાણે મુઘલ રોડ પણ બંધ કરવામાં આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે 16 અને 17 તારીખ સમગ્ર વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષા આપીને ગયું તે હવે દૂર જતું રહ્યું છે. પરંતુ તેના પરિણામ સ્વરૂપે રસ્તા બંધ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે રિપોર્ટ્સ મુજબ આ બરફવર્ષાના કારણે પ્રવાસીઓ ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં ફસાઈ ગયા હતા. 

ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ જામ્યો છે. 11.2 ડીગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. અમદાવાદમાં 15.5 ડીગ્રી તાપમાન નોંધાયુંકેશોદમાં14.5 જ્યારે રાજકોટમાં 15 ડીગ્રી તાપમાન જોવા મળ્યું, ડિસામાં 13.4 જ્યારે વડોદરામાં 14 ડીગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં 13.9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું. એક અઠવાડિયા સુધી હજુ રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news