WB Election 2021: 'મમતા બેનર્જી તમને રાવણ, દુર્યોધન અને દુ:શાસન કહે છે', જાણો અમિત શાહે શું આપ્યો જવાબ
Trending Photos
કોલકાતા: ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં પૂરેપૂરી તાકાત લગાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીતની ભવિષ્યવાણી કરી છે અને કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યમાં 200 બેઠકો જીતશે. ચૂંટણી પહેલા અમિત શાહે Zee News સાથે એક્સક્લુઝિવ વાત કરી અને તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું.
200 સીટ પર જીતનો દાવો
સવાલ: પ્રધાનમંત્રીની રેલી હોય કે ત મારો રોડ શો ભીડ તો આવી રહી છે. તમે લોકો જીતને લઈને કેટલા આશ્વસ્ત છો?
અમિત શાહ: નિશ્ચિતપણે ભીડ પશ્ચિમ બંગાળમાં પરિવર્તન કરવા માટે આવી રહી છે. બધા તૃષ્ટીકરણ, ઘૂસણખોરી અને અન્યાયથી ત્રસ્ત છે.
સવાલ: મમતા બેનર્જી તમને રાવણ, દુર્યોધન અને દુ:શાસન કહે છે.
અમિત શાહ: બધા પોત પોતાના સંસ્કાર પ્રમાણે બોલે છે, તેના પર મારે કોઈ ટિપ્પણી કરવી નથી.
સવાલ: બંગાળમાં હજુ પણ તમારી પાર્ટીના કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે. ડરાવવાની કોશિશ થઈ રહી છે. તમે લોકો ડરશો?
અમિત શાહ: અત્યાર સુધીમાં અમારા 130 કાર્યકરોના મોત થયા છે. આમ છતાં લોકસભા ચૂંટણીમાં અમે 18 બેઠકો જીત્યા હતા. આ વખતે પણ 200 બેઠકો અમે જીતશું.
સવાલ: મમતા કહે છે કે ભાજપનો મેનિફેસ્ટો અમારી નકલ છે.
અમિત શાહ: મમતાજી કઈ પણ બોલે છે.
પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે