VIDEO: હવે મમતા બેનરજીએ યુવાઓને આપી સલાહ, ચા-ભજીયા વેચીને કમાણી કરો
ભાજપની જેમ હવે મમતા બેનરજીએ પણ યુવાઓને ચા અને ભજીયાની દુકાન ખોલવાની સલાહ આપી દીધી છે. હાલમાં જ પશ્ચિમ બંગાળના કૂચબિહારના રાસમેલા મેદાનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક જાહેર સભામાં આ વાત કરી.
Trending Photos
કોલકાતા: ભાજપની જેમ હવે મમતા બેનરજીએ પણ યુવાઓને ચા અને ભજીયાની દુકાન ખોલવાની સલાહ આપી દીધી છે. હાલમાં જ પશ્ચિમ બંગાળના કૂચબિહારના રાસમેલા મેદાનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક જાહેર સભામાં આ વાત કરી.
મમતા બેનરજીએ લોકોને કહ્યું કે 500 રૂપિયાથી ચા અને પકોડાની દુકાન ખોલવી જોઈએ, આમ કરવાથી તેઓ એક દિવસે 5 કરોડના માલિક બની જશે. આ મુદ્દે ઉદાહરણ સ્વરૂપે તેમણે પોતાના જ ઘરની પાસે બનેલા એક નાના ભજીયાવાળીની સ્ટોરી શેર કરી. તેમણે તેનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે કઈ રીતે એક નાની દુકાનવાળાએ એક 3 માળનું મકાન ઊભું કરી દીધું. આ માટે મનમાં જુસ્સો હોવો જોઈએ.
મમતા બેનરજીએ કહ્યું કે કોઈ પણ વ્યવસાય નાનો હોતો નથી. જો તમે 500 રૂપિયામાંથી એક નાની દુકાન ઊભી કરી શકો છો તો આવનારા દિવસમાં તમે એક મોટા વેપારી બની શકો છો. મમતા બેનરજીએ કહ્યું કે કોઈ પણ કામ નાનું હોતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે