WB Election 2021: નંદીગ્રામમાં શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, મીડિયાની ગાડીઓમાં પણ તોડફોડ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને વિધાનસભાની 30 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયો.

WB Election 2021: નંદીગ્રામમાં શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, મીડિયાની ગાડીઓમાં પણ તોડફોડ

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) માં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને વિધાનસભાની 30 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયો. મળતી માહિતી મુજબ શુવેન્દુ અધિકારીના કાફલા પર પથ્થરમારો થયો જેનાથી કાફલામાં રહેલી અનેક ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ બંગાળના નંદીગ્રામના કમાલપુરમાં બૂથ સંખ્યા 170ની પાસે મીડિયાકર્મીઓના વાહનો પર હુમલો થયો. 

શુવેન્દુ અધિકારીએ લગાવ્યા ગંભીર આરોપ
હુમલા બાદ ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારી (suvendu adhikari) એ પશ્ચિમ બંગાળમાં જંગલરાજનો આરોપ લગાવતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ બાંગ્લાદેશના નારા લગાવીને જીત મેળવવા માંગે છે. તેમણે કહ્યું કે 'આ પાકિસ્તાનીઓનું કામ છે, 'જય બાંગલા' બાંગ્લાદેશનો નારો છે. તે બૂથ પર એક વિશેષ સમુદાયના મતદારો છે જે આમ કરી રહ્યા છે.'

"These are work of Pakistanis, 'Jay Bangla' is a slogan from Bangladesh. There are voters from a particular community at that booth who are doing this," says BJP's Suvendu Adhikari pic.twitter.com/gMsENDDnA5

— ANI (@ANI) April 1, 2021

બંગાળના 4 જિલ્લાની 30 બેઠકો માટે મતદાન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આજે બીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 બેઠકો પર 191 ઉમેદવારો મેદાનમાં છે જેમના ભાગ્યનો ફેસલો 75 લાખ મતદારો કરશે. 

બંગાળના આ જિલ્લાઓમાં મતદાન
પશ્ચિમ મેદિનીપુરની 9 બેઠકો, બાંકુડાની 8, દક્ષિણ 24 પરગણાની 4 અને પૂર્વ મેદિનીપુરની 9 બેઠક પર મતદાન થવાનું છે. અધિકારીઓએ જણાવ્યું કે ચૂંટણી પંચે તમામ 10,620 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરેલા છે અને કેન્દ્રીય દળોની લગભગ 651 કંપનીઓ તૈનાત કરાઈ છે. 

નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર ટકેલી છે. જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ તેમના જ પૂર્વ સહયોગી અને ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારી મેદાનમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news