આ રાજ્યનો વિદ્યાર્થીઓ માટે અનોખો પ્રયાસ, ધો. 9-12 સુધી બાળક આ રીતે કરશે અભ્યાસ

પશ્ચિમ બંગાળ સરકારે 7 દિવસ માટે શરૂ કરી વર્ચુઅલ વર્ગને રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓનો શાનદાર પ્રતિક્રિયા મળ્યા બાદ તેને 10 જૂન સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે, સરકારી સ્કૂલો તેમજ સરકાર દ્વારા સહાય પ્રાપ્ત સ્કૂોમાં 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ થવાના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ રાજ્યનો વિદ્યાર્થીઓ માટે અનોખો પ્રયાસ, ધો. 9-12 સુધી બાળક આ રીતે કરશે અભ્યાસ

કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે 7 દિવસ માટે શરૂ કરી વર્ચુઅલ વર્ગને રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓનો શાનદાર પ્રતિક્રિયા મળ્યા બાદ તેને 10 જૂન સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે, સરકારી સ્કૂલો તેમજ સરકાર દ્વારા સહાય પ્રાપ્ત સ્કૂોમાં 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ થવાના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ચેટર્જીએ પત્રકારો સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં વાત કરતા જણાવ્યું હતું કે, એક ખાનગી ટીવી ચેનલ પર સાત એપ્રિલથી આ વર્ગનો આરંભ થયો હતો. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા લેવામાં આવી હતી. આ પ્રતિક્રિયાના કારણે સરકારે વર્ગો 10 જૂન સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું, ખાનગી ટીવી ચેનલ પર વર્ચુઅલ વર્ગ 10 જૂન સુધી અઠવાડીયાના 6 દિવસ આવશે. અમે છેલ્લા પાંચ દિવસથી વિદ્યાર્થીઓની શાનદાર પ્રતિક્રિયા મળી રહી છે. સ્કૂલ 10 જૂન સુધી બંધ રહેશે. એવામાં વર્ચુઅલ વર્ગો મદદગાર સાબિત થઈ શકે છે. મંત્રીએ જણાવ્યું કે, સરકાર એક અન્ય ચેનલ પર ઘોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની પહેલની યોજના કરી રહ્યાં છે.
(ઇનપુટ: ભાષા)

­­­લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news