Coronavirus: અમેરિકામાં મૃતકોની સંખ્યા 20 હજારને પાર, તમામ 50 રાજ્યો પર મહા સંકટ

અમેરિકામાં કોવિડ-19 (Covid-19)થી મૃતકોની સંખ્યા 20 હજારને પાર કરી ગઇ છે. દુનિયાભરમાં આ ભયંકર મહામારીના કારણે થતી મોત મામલે અમેરિકા ઈટાલીથી આગળ નીકળી ગયું છે.
Coronavirus: અમેરિકામાં મૃતકોની સંખ્યા 20 હજારને પાર, તમામ 50 રાજ્યો પર મહા સંકટ

વોશિંગટન: અમેરિકામાં કોવિડ-19 (Covid-19)થી મૃતકોની સંખ્યા 20 હજારને પાર કરી ગઇ છે. દુનિયાભરમાં આ ભયંકર મહામારીના કારણે થતી મોત મામલે અમેરિકા ઈટાલીથી આગળ નીકળી ગયું છે.

જોન હોપકિંસ વિશ્વવિદ્યાલના આંકડા અનુસાર, ગત વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં ઉદ્ભવેલા આ ઘાતક કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયામાં એક લાખથી વધારે લોકોના મોત થયા છે. ત્યારે દુનિયામાં કોવિડ-19ના કારણે સૌથી વધારે મોત અમેરિકામાં થયા છે. જ્યાં 20,597 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલે અમેરિકાએ શનિવારે ઈટાલીને પાછળ છોડી દીધું છે. ઈટાલીમાં 19,468 લોકો આ બિમારીથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

પ્રાપ્ત આંકડાઓ અનુસાર, અમેરિકામાં 5.3 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યાં 4 દેશો સ્પેન (1,63,027), ઈટાલી (1,52,271), જર્મની (1,25,452), અને ફ્રાન્સ (93,790)ના દર્દીઓની કુલ સંખ્યાની લગભગ બરાબર છે. મોતના મામલે અમેરિકા અને ઈટાલી બાદ સ્પેન (16,606), ફ્રાન્સ (13,832) એને બ્રિટન (9,875)નો નંબર આવે છે.

અમેરિકાની આર્થિક રાજધાની ન્યુયોર્ક શહેર દુનિયામાં કોરોના વાયરસનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. જ્યાં શનિવાર રાત સુધીમાં 8,627 લોકોના મોત થઈ ચુક્યા છે અને 1,80,000થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. લગભગ 83 લાખની આબાદી વાળું આ શહેર અમેરિકાનું સૌથી વધારે આબાદીવાળા શહેરમાંથી એક છે.

તમામ 50 રાજ્યોમાં મહાસંકટની જાહેરાત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રી કટોકટીની જાહેરાત કરી છે અને તમામ 50 રાજ્યોમાં મહાસંકટની જાહેરાત કરી દીધી છે. દેશની 33 કરોડ આબાદીમાંથી 95 ટકાથી વધારે ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટ્રમ્પે કોવિડ-19 સામે લડવા માટે સશસ્ત્ર દળના 50 હજારથી વધારે કર્મીઓને તૈનાત કર્યા છે.

સામાજિક મળવાનું ઓછું કરવા જેવા ઘણા ઉપયોને 30 એપ્રિલ સુધી વધારવામાં આવ્યા છે. શરૂઆતમાં કોરોના વાયરસ પર વ્હાઈટ હાઉસ ટાસ્ક ફોર્સના સદસ્યોએ કોવિડ-19થી એકથી બે લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ હવે તેમનું કહેવું છે કે, આ ઉપયોને સફળ બનાવવાથી મોતની સંખ્યામાં ઘટાડો આવી શકે છે. હવે તેનાથી 60 હજાર લોકોના મોતની આશંકા છે.

­­­લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news