ભારતના ચીન અને પાકિસ્તાન સાથે ઘર્ષણ વચ્ચે આ શું છે LAC AND LOC: કહેવાય છે આ સીમારેખા

controversy: અરૂણાચલ પ્રદેશમાં ભારત ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પછીથી LAC શબ્દ ખુબ ચર્ચામાં છે. અને આને જ મળતો બીજો એક શબ્દ છે LOC હવે સવાલ એ થાય છે કે આખરે આ LAC અને LOCનો મતલબ શું થાય છે અને તેના ફૂલફોર્મ શું છે. 

ભારતના ચીન અને પાકિસ્તાન સાથે ઘર્ષણ વચ્ચે આ શું છે LAC AND LOC: કહેવાય છે આ સીમારેખા

Difference Between LOC and LAC: પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન અવારનવાર આપણા સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતરતા રહે છે. ઘણી વખત તો સીમા વિવાદના કારણે બે દેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જાઈ ચુકી છે. ભારતના નાગરિક હોવાથી આપણે આપણા દેશની સરહદોને જાણવી જોઈએ અને પાડોશી દેશ સાથેના વિવાદનું કારણ પણ જાણવું જોઈએ. 

અરૂણાચલ પ્રદેશમાં ભારત ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પછીથી LAC શબ્દ ખુબ ચર્ચામાં છે. અને આને જ મળતો બીજો એક શબ્દ છે LOC હવે સવાલ એ થાય છે કે આખરે આ LAC અને LOCનો મતલબ શું થાય છે અને તેના ફૂલફોર્મ શું છે. 

સૌથી પહેલા એ સમજીએ કે LOC શું છે. 
LOCનું ફુલફોર્મ છે લાઈન ઓફ કંટ્રોલ મતલબ કે નિયંત્રણ રેખા. આ એક લાઈવ લાઈન છે જેમાં આપણા જવાનોએ ફાયરિંગ અને ફેસ ટૂ ફેસ ઈંટરેક્શનનો સામનો કરવો પડે છે. આ સીમાને સ્પષ્ટ રૂપે મિલિટ્રીએ સિમાંકીત કરેલા છે. આ જમ્મૂ અને કાશ્મીરના કેટલાક ભાગોને ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચે છે. લાઈન ઓફ કંટ્રોલની લંબાઈ લગભગ 776 કિલોમીટર છે. LOCનો ભારતીય ભાગ જે દક્ષિણી અને પૂર્વિય ભાગ છે, તેને જમ્મૂ અને કાશ્મીરના રૂપમાં ઓળખવામાં આવે છે. આ કાશ્મીરનો લગભગ 45 ટકા ભાગ છે. 

હવે એ સમજીએ કે LAC શું છે.
LACનું ફુલફોર્મ છે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ. એનો મતલબ થાય વાસ્તવીક નિયંત્રણ રેખા. આ ચીન અને ભારત વચ્ચેની સીમા છે. વાસ્તવીક નિયંત્રણ રેખાની માન્યતા 1993માં એક સમજૂતી સમયે આવી હતી. LAC એક મોટો ખાલી ક્ષેત્ર છે. ભારત અને ચીનના સૈનિક લગભગ 50 થી 100 કિલોમીટરનું અંતર રાખી ચોકીપહેરો કરે છે. ચીની સરકારનું માનવું છે કે LAC લગભગ 2,000 કિલોમીટર છે. જ્યારે ભારત LACને લગભગ 3,488 કિલોમીટર લાંબી માને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news