લંચ બ્રેક બાદ હવે સરકારી ઓફિસોમાં હશે 'Y'બ્રેક, ચા-કોફીની જગ્યાએ ખુરશી પર યોગ કરતા દેખાશે કર્મચારી

કેન્દ્ર સરકારે કર્મચારીઓના તણાવને દૂર કરવા માટે આ નિર્ણય લીધો છે. તે કર્મચારીઓ ફાઈલોની તપાસો કરે છે. કામને કારણે તણાવમાં રહે છે, તેના માટે યોગ બ્રેક તેને તરોતાજા રાખવા અને તણાવને દૂર કરવામાં મદદ કરશે. 

લંચ બ્રેક બાદ હવે સરકારી ઓફિસોમાં હશે 'Y'બ્રેક, ચા-કોફીની જગ્યાએ ખુરશી પર યોગ કરતા દેખાશે કર્મચારી

નવી દિલ્હીઃ હવે તમે કોઈ સરકારી ઓફિસમાં જાવ અને તમને ઓફિસમાં કર્મચારી ચા-કોફીની જગ્યાએ ખુરશી પર યોગ કરતા જોવા મળે તો ચોંકી ન જતા. તે ટાઈમ પાસ કરી રહ્યાં નથી પરંતુ સરકારની સલાહ માની રહ્યાં છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને ઓફિસમાં યોગ કરવાની સલાહ આપી છે. સરકારે નોટિફિકેશન જાહેર કરી કહ્યું કે તે ઓફિસમાં ખુરશી પર બેસીને યોગ કરે. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને પોતાના કામમાંથી સમય કાઢીને Y બ્રેક લેવાની સલાહ આપી છે. 

શું છે Y બ્રેક
કેન્દ્ર સરકારે દરેક કર્મચારીઓને પોતાના કામમાંથી થોડો સમય કાઢીને યોગ કરવાની સલાહ આપી છે. સરકારે આ યોગ વિરામને Y બ્રેક નામ આપ્યું છે. ​કર્મચારી મંત્રાલય તરફથી આ વિશે દરેક મંત્રાલયો અને વિભાગોને દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યો છે. સરકાર વાય બ્રેક માટે પોતાના અધિકારી અને કર્મચારીઓને મોટિવેટ કરી રહી છે. પોતાના કર્મચારીઓને ફિટ અને ચિંતા મુક્ત તથા તણાવ મુક્ત રાખવા માટે સરકારે તેની શરૂઆત કરી છે. વાઈ બ્રેકનો અર્થ છે કે સરકારી કર્મચારી ઓફિસમાં પોતાની ખુરશી પર બેઠા-બેઠા થોડા યોગ અને પ્રાણાયમ કરે. 

કઈ રીતે કર્મચારીઓને કરશે મદદ
કેન્દ્ર સરકારે કર્મચારીઓના તણાવને દૂર કરવા માટે આ નિર્ણય લીધો છે. તે કર્મચારીઓ ફાઈલોની તપાસો કરે છે. કામને કારણે તણાવમાં રહે છે, તેના માટે યોગ બ્રેક તેને તરોતાજા રાખવા અને તણાવને દૂર કરવામાં મદદ કરશે. આ વર્ક પ્લેસ યોગથી કર્મચારી ખુદને ફિટ રાખવાની સાથે-સાથે કામની પ્રોડક્ટિવિટી પણ વધારી શકશે. ડોક્ટર પણ સલાહ આપે છે કે અડધો કલાકમાં થોડા સમય માટે ચાલી-ફરી, પોતાના શરીરને રિલેક્સ કરવાની જરૂર હોય છે. તેનાથી સ્ટ્રેસ રિલીઝ કરવામાં મદદ મળે છે. કામની સાથે-સાથે યોગની મદદથી કર્મચારીઓના સ્વાસ્થ્યને સારૂ બનાવવામાં મદદ મળશે. હવે સરકારી કર્મચારી યોગ બ્રેકની મદદથી આસન, પ્રાણાયમ અને ધ્યાનની મદદથી ખુદને હેલ્ધી રાખી શકશે. 

ખુરશી પર બેઠા-બેઠા યોગ
12 જૂને આ સંબંધમાં નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું કે મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને આયુષ મંત્રાલય તે કર્મચારીઓને કાર્યસ્થળ પર પોતાની જગ્યા પર બેસીને યોગની સલાહ આપે છે. તે કર્મચારી જે કામને કારણે યોગ કરી શકતા નથી, તેને ઓફિસમાં કામની સાથે-સાથે ખુદને હેલ્ધી રાખવાની તક મળશે. તેને યોગ માટે બહાર જવાની કે કોઈ શિબિરમાં જવાની જરૂર પડશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news