ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસના 24 કલાક પહેલા બીજીવાર શરૂ થયો CAAનો વિરોધ, આ આયોજિત કાવતરું તો નથી ને?


 છેલ્લા 24 કલાક દરમિયાન ઘટેલી ઘટનાઓને જોડીને જોઈએ તો મનમાં સવાલ થાય કે આ પૂર્વનિયોજીત વિરોધ પ્રદર્શન તો નથી ને. આવો તમામ પાસાઓ પર ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરીએ. 
 

 ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસના 24 કલાક પહેલા બીજીવાર શરૂ થયો CAAનો વિરોધ, આ આયોજિત કાવતરું તો નથી ને?

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિત કાયદા (CAA) વિરુદ્ધ શનિવારે સાંજે અનાચક ફરી વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા, જે રવિવાર આવતા-આવતા મોટું સ્વરૂપ ધારણ કરતા દેખાઈ રહ્યાં છે. ફરીથી વિરોધ પ્રદર્શન દિલ્હી, અલીગઢ, પટના વગેરે જગ્યાએ થઈ રહ્યાં છે. અચાનક શરૂ થયેલા વિરોધ પ્રદર્શન એક સામાન્ય નાગરિકના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઘટેલી ઘટનાઓને જોડીને જોઈએ તો મનમાં સવાલ થાય કે આ પૂર્વનિયોજીત વિરોધ પ્રદર્શન તો નથી ને. આવો તમામ પાસાઓ પર ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરીએ. 

શાહીન બાગના પ્રદર્શનકારીઓ વચ્ચે ફૂટ
દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 71 દિવસથી સીએએના વિરોધમાં લોકો ભેગા થયા છે. પ્રદર્શનકારીઓ અહીં રસ્તો રોકીને બેઠા છે, જેથી સામાન્ય લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ લોકોને સમજાવીને ત્યાંથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટે સાધના રામચંદ્રન અને સંજય હેગડેની વાર્તાકાર તરીકે નિમણૂંક કરી છે. આ બંન્ને વાર્તાકારોના પ્રયત્ન બાદ શનિવારે શાહીનબાગના પ્રદર્શનકારીઓ એક તરફથી રસ્તો ખોલવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ થોડીવાર બાદ બીજા ગ્રુપના લોકોએબીજીવાર રોડને બંધ કરવાનો પ્રયક્ન કર્યો હતો. આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે, પ્રદર્શનકારીઓ વચ્ચે મતભેદ છે. જો તમે આંદોલનના ઈતિહાસ પર નજર કરો તો જ્યારે પણ પ્રદર્શનકારીઓ વચ્ચે મતભેદની સ્થિતિ ઉભી થાય તો તે આંદોલન પડી ભાંગવાનું નક્કી હોય છે. શનિવાર અને રવિવારે દિલ્હી અને અલીગઢના અલગ-અલગ જગ્યાઓ પર શરૂ થયેલ પ્રદર્શન તે વાતની શંકા પેદા કરે છે કે કોઈ પડદા પાછળ રહીને આ આંદોલનને ચાલું રાખવા ઈચ્છે છે. 

શાહીન બાગ નબળું પડતા ભીમ આર્મી થઈ સક્રિય
શનિવારે સાંજે શાહીન બાગમાં રસ્તો ખોલવાના સમાચાર આવ્યો તો સંકેત મળ્યા કે હવે આંદોલન જલદી પૂરુ થઈ જશે, પરંતુ મોડી સાંજ સુધી સોશિયલ મીડિયા પર અચાનક ભીમ આર્મીના ભડકાઉ વીડિયો આવવા લાગ્યા હતા. રવિવારે ભીમ આર્મીએ ભારત બંધનું આહ્વાન કર્યું હતું. રવિવારે ભીમ આર્મીએ ઉત્તર પ્રદેશના અલીગઢમાં મોટા સ્તરે શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો હતો. બિહારના પટના, નવાદા, આરા, સીવાન, જહાનાબાદ વગેરે જગ્યાઓ પર ભીમ આર્મીના લોકોએ ટ્રેન રોકી હતી. 

CAAના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો, પોલીસ છોડ્યા ટીયર ગેસના સેલ, બે મેટ્રો સ્ટેશન બંધ   

તો દિલ્હીમાં ભીમ આર્મીએ શાહીન બાગની જેમ સીલમપુરમાં બીજીવાર આંદોલન સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જાફરાબાદમાં ચક્કાજામ કર્યું હતું. અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે ભીમ આર્મી કોઈ રાજકીય પાર્ટી નથી. આ સંગઠન ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તાર સુધી સીમિત છે. તેવામાં સવાલ ઉઠે છે કે ભીમ આર્મીએ એક રાતમાં દેશના અલગ અલગ ભાગમાં આટલું મોટું આંદોલન કેમ ઉભુ કરી લીધું. આટલા મોટા આંદોલન માટે ભીમ આર્મીની પાસે પૈસા ક્યાંથી આવ્યા. 

ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રાની થોડી કલાકો પહેલા થઈ રહ્યું છે આ બધુ
સીએએ વિરોધ બીજીવાર વિરોધ પ્રદર્શન શરૂ કરવાના સમય પર પણ ધ્યાન આપવાની જરૂર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે સવારે ભારત પહોંચશે. તેનાથી આશરે 24 કલાક પહેલા દેશભરમાં સીએએના વિરોધમાં બીજીવાર વિરોધ પ્રદર્શન શરૂ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર પ્રયાસ કરી રહી છે કે ટ્રમ્પની સામે ભારતની સારી છબી બને, જેથી કોઈ એવી બિઝનેસ ડીલ કરી શકાય જે ભારતની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદરૂપ સાબિત થાય. જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાને લઈને ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાનો પક્ષ મજબૂતી સાથે રાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યૂએસ જઈને ટ્રમ્પની પાસે મીડિયાને કહ્યું હતું કે, જમ્મૂ કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે, તેના પર કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરી સ્વીકાર્ય નથી. 

તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા પહેલા દેશભરમાં સીએએના વિરોધના નામ પર અનેક જગ્યાએ શરૂ થયેલ આંદોલન અનેક સવાલ ઉભા કરે છે. બીજીવાર શરૂ આંદોલનોમાં તે વાત પણ ધ્યાન આપવા યોગ્ય છે કે ટ્રમ્પ યૂપીના આગરા પણ જશે, ગુજરાત સિવાય દિલ્હી પણ જવાના છે. તો આંદોલન માટે દિલ્હી અને યૂપીની પસંદગી કરવામાં આવી છે. રાજકીય પાર્ટીઓએ પણ ટ્રમ્પના સ્વાગતને લઈને થઈ રહેલી તૈયારીઓ પર સવાલ ઉઠાવ્યા છે. આ તમામ પાસા જોતા તસવીર સ્પષ્ટ બને છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news