દલિતો અને આદિવાસીઓની વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો પર ચુપ કેમ છે પીએમઃ રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સવાલ કર્યો તે તે દલિતો અને આદિવાસીઓની વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો અને એસસી-એસટી અધિનિયમને શિથિલ બનાવવા જેવા મુદ્દા પર એકપણ શબ્દ કેમ બોલતા નથી. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પોતાના પાંચમાં ચરણની યાત્રા દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા આ વાત કરી હતી. 
  દલિતો અને આદિવાસીઓની વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો પર ચુપ કેમ છે પીએમઃ રાહુલ

શિવમોગા (કર્ણાટક): કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સવાલ કર્યો તે તે દલિતો અને આદિવાસીઓની વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો અને એસસી-એસટી અધિનિયમને શિથિલ બનાવવા જેવા મુદ્દા પર એકપણ શબ્દ કેમ બોલતા નથી. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પોતાના પાંચમાં ચરણની યાત્રા દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા આ વાત કરી હતી. 

દલિતો અને આદિવાસીઓની વિરુદ્ધ અત્યાચારના મામલામાં વધારો
રાહુલે કહ્યું, રોહિત વેમુલાની હત્યા થઈ જાય છે. ઉનામાં દલિતોને માર મારવામાં આવે છે પરંતુ વડાપ્રધાન તેના પર એક શબ્દ બોલતા નથી. દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ અત્યાચારના મામલામાં વધારો થયો છે અને એસસી/એસટી કાયદાને શિથિલ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ એકપણ શબ્દ બોલ્યો નથી. 

કોંગ્રેસ અધ્યક્ષે પોતાના ભાષણ દરમિયાન કર્ણાટકમાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે રાજ્ય સરકારના કામોની તુલના મોદી સરકારે આ દિશામાં કરેલા કાર્યો સાથે કરી હતી. તેમણે દાવો કર્યો કે મોદી સરકાર દ્વારા આ સમુદાયના લોકોના કલ્યાણ માટે જારી કરાયેલા ધનનો અડધો હિસ્સો માત્ર કર્ણાટકે ખર્ચ કર્યો છે. 

એક તરફ પ્રશ્ન પત્ર લીક થઈ રહ્યા છે અને બીજી તરફ ચૂંટણી કાર્યક્રમ
રાહુલે સીબીએસઈના પ્રશ્ન પત્ર લીડ થવા અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખે લીડ થવાને લઈને મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, આ મુદ્દા પર વડાપ્રધાન ચુપ રહ્યાં. આ મુદ્દા પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે વડાપ્રધાને પરીક્ષાની તૈયારીને લઈને એક પુસ્તક (એગ્ઝામ વોરિયર્સ) પણ લખ્યું અને આ સંબંદમાં બાળકોને બે કલાક વ્યાખ્યાન પણ આપ્યું. 

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, બાળકોએ તેમના સૂચનોને ગંભીરતાથી લીદા અને પોતાના માતા-પિતાની મદદથી પરીક્ષાની તૈયારી કરી પરંતુ જ્યારે પરીક્ષા આપવા માટે પહોંચ્યા ત્યારે તેમને જણાવ્યું કે પ્રશ્ન પત્ર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.

રાહુલે કર્યું, મોદી ભલે પ્રશ્ન પત્ર લીક રોકવામાં નિષ્ફળ રહ્યાં હોય પરંતુ તે બાળકોને પરીક્ષાની તૈયારી વિશે ફરી વ્યાખ્યાન આપી શકે છે અને તેમને જણાવી શકે છે કે પરીક્ષા દરમિયાન શું કરો અને શું ન કરો. કોંગ્રેસ અધ્યક્ષે ચુટકી લેતા કહ્યું કે, એક તરફ પ્રશ્ન પત્ર લીક થઈ રહ્યાં છે, તો બીજી તરફ ચૂંટણીની તારીખો લીક થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news