Aryan Khan drug case Live Updates: બપોરે 2.45 વાગે આવશે આર્યનની જામીન અરજી પર નિર્ણય

મુંબઈ રેવ પાર્ટી મામલે આજે મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપી શકે છે. આજે એ વાતનો નિર્ણય થઈ શકે છે કે આર્યનની જામીન અરજી મંજૂર થાય છે કે ફગાવવામાં આવશે.

Aryan Khan drug case Live Updates: બપોરે 2.45 વાગે આવશે આર્યનની જામીન અરજી પર નિર્ણય

નવી દિલ્હી: મુંબઈ રેવ પાર્ટી મામલે આજે મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપી શકે છે. આજે એ વાતનો નિર્ણય થઈ શકે છે કે આર્યનની જામીન અરજી મંજૂર થાય છે કે ફગાવવામાં આવશે. ગત સુનાવણીમાં બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ થઈ હતી અને હાલ આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. 

બપોરે 2.45 વાગે આવશે નિર્ણય
સવારથી લોકો આર્યન ખાનની જામીન અરજી પર ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તાજા અપડેટ મુજબ હવે આ કેસ પર નિર્ણય બપોરે 2.45 વાગે આવશે. 

આર્યન ડ્રગ્સ કેસમાં આરોપી છે. આર્યન પાસેથી જોકે કશું મળ્યું નથી પંરતુ તેના મિત્ર પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે. આવામાં દરેકના મનમાં એ સવાલ છે કે હજુ સુધી આર્યનને જામીન કેમ મળ્યા નથી. સ્ટાર કિડના આ મુશ્કેલ સમયમાં તેને દરેક તરફથી સપોર્ટ મળી રહ્યો છે. બોલીવુડથી લઈને રાજકીય ક્ષેત્રના દિગ્ગજ આર્યનના છૂટકારાની માગણી કરે છે. 

આ બધા વચ્ચે ભાજપના એમએલએ રામ કદમે ટ્વીટ કરીને કહ્યું કે પ્રાર્થના છે કે આજે આર્યન ખાનને જામીન મળી જાય. તેમણે કહ્યું કે બંધારણ અને કાયદા હેઠળ જામીન મળવા એ દરેકનો મૂળભૂત અધિકાર છે. આ કોઈ એક વ્યક્તિ વિશેષની લડાઈ નથી પરંતુ સમગ્ર માનવજાતિની ડ્રગ્સ વિરોધી જંગ છે. 

— Ram Kadam - राम कदम (@ramkadam) October 20, 2021

ઈશારા ઈશારામાં તેમણે મહારાષ્ટ્ર સરકાર ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આશા હતી કે મહારાષ્ટ્ર સરકાર ઓછામાં ઓછું આ ખતરનાક મામલે ડ્રગ્સ માફિયાઓના વિરોધમાં ઊભી રહેશે. પરંતુ વસૂલીનો ખેલ તેમના પર હાવી જોવા મળ્યો. આ બાજુ દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં પણ અભિનેતાના પુત્ર માટે દુઆ માંગવામાં આવી. 

આર્યનને મળ્યો બોલીવુડનો સાથ
આ અગાઉ મંગળવારે ગીતકાર જાવેદ અખ્તરે આર્યનના છૂટકારાની માગણી કરી. તેમણે કહ્યું કે હાઈ પ્રોફાઈલ થવાની સજા ફિલ્મ ઈન્ડસ્ટ્રી  ભોગવી રહી છે. નોંધનીય છે કે આ અગાઉ બોલીવુડના અનેક દિગ્ગજોએ આર્યનને ખુલીને સપોર્ટ જાહેર કર્યો અને તેને જેલમાંથી બહાર કાઢવાની માગણી કરી. સુનીલ શેટ્ટી, રવીના ટંડન, હંસલ મહેતા, ફરાહ ખાન, પૂજા બેદી, સલમાન ખાન, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, જ્હોની લીવર સહિત અનેક એવા સિતારા છે જેમણે આર્યન ખાનને સપોર્ટ કર્યો અને તેના છૂટકારાની માગણી કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news