23 માર્ચથી અન્ના ફરી જનલોકપાલ આંદોલન શરૂ કરશે

આંદોલનમાં ખેડૂતોની સમસ્યા, ચૂંટણીમાં સુધારા અને જનલોકપાલનાં મુદ્દાઓને મહત્વ અપાશે

23 માર્ચથી અન્ના ફરી જનલોકપાલ આંદોલન શરૂ કરશે

મુંબઇ : સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ જનલોકપાલ અને ખેડૂતોનાં મુદ્દે આવતા વર્ષે દિલ્હીમાં 23 માર્ચથી આંદોલન ચાલુ કરશે. લોકપાલ આંદોલનનો ચહેરો રહેલા હજારેએ કહ્યું કે તેમણે આંદોલન ચાલુ કરવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી છે, કારણ કે તે દિવસે શહીદ દિવસ મનાવવામાં આવે છે. મહારાષ્ટ્રનાં અહેમદ નગર જિલ્લાનાં રાલેગણ સિદ્ધિ ગામમાં પોતાનાં સમર્થકોની એક બેઠકને સંબોધિત કરતા હજારેએ કહ્યું કે, જનલોકપાલ, ખેડૂતોની સમસ્યા અને ચૂંટણીમાં સુધારા માટે આ સત્યાગ્રહ કરવામાં આવશે.

ગાંધીવાદી હજારેએ કહ્યું કે આ મુદ્દાઓ પર તેમણે વડાપ્રધાનને પત્રો લખ્યા છે પરંતુ હજી સુધી તેમને આ અંગે કોઇ જ પ્રતિક્રિયા નથી મળી. તેમણે કહ્યું કે, છેલ્લા 22 વર્ષોમાં ઓછામાં ઓછા 12 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. હું જાણવા માંગુ છું કે આ સમયગાળામાં કેટલા ઉદ્યોગપતિઓએ આત્મહત્યા કરી. ભ્રષ્ટાચારા અટકાવવા મટે હજારેઓ જનલોકપાલની રચના કરવાની માંગ કરી હતી. આ અંગે તેમણે કહ્યું કે, લોકસભામાં હાલ વિપક્ષનો કોઇ નેતા નથી માટે સમિતીની રચના શક્ય નછી, તેવા સમયે લોકપાલની નિયુક્તિ પણ થઇ શકે તેમ નથી.

અન્નાએ આ માટે 2011માં 12 દિવસનાં ઉપવાસ કર્યા હતા. તેમની માંગણીઓને સંપ્રગ સરકારે સૈદ્ધાંતીક રીતે સ્વિકારી હતી. ત્યાર બાદ હજારેએ ફરીથી ઉપવાસ કર્યા હતા દરમિયાન તેમને સમગ્ર દેશમાંથી સમર્થન પણ મળ્યું. ત્યાર બાદ સંપ્રગ સરકારે લોકપાલ વિધેયક પસાર કર્યો. હજારેનાં એક સહયોગી અનુસાર મોદી સરકારે લોકપાલની નિયુક્તિ નથી કરી. તેમણે કહ્યું કે, સરકાર તરફતી તેનાં માટે જે કારણો આપવામાં આવ્યા છે, તે ટેક્નીકલ છે. તેમણે કહ્યું કે, લોકપાલ કાયદા હેઠળ એક સમિતી જેમાં વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, લોકસભામાં વિપક્ષનાં નેતા અને મુખ્ય ન્યાયાધીશ અથવા તેમનાં દ્વારા નામ અપાયેલ કોઇ વ્યક્તિ હોય, તેની રચનાં કરવામાં આવવી જોઇએ. બીજી તરફ સમિતી લોકપાલને પસંદ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news