Year Ender 2022: વર્ષ 2022 ની આ ઘટનાઓ હંમેશા યાદ રહેશે, વિવાદ અને વિકાસની અઢળક વાતો

Year Ender 2022: વર્ષ 2022 પુરું થઈ રહ્યું છે અને વર્ષ 2023ની નવી શરૂઆત થવા થઈ રહી છે. નવા વર્ષમાં કેટલીય નવી બાબતો છે, કેટલીય નવી સંભાવનાઓ છે જે રાહ જોઈ રહી છે. ત્યારે વર્ષ 2022ની કેટલીય એવી જૂની બાબતો છે એવી ઘટનાઓ એવા પ્રસંગો છે જે હંમેશા માટે યાદ રહી જશે.

Year Ender 2022: વર્ષ 2022 ની આ ઘટનાઓ હંમેશા યાદ રહેશે, વિવાદ અને વિકાસની અઢળક વાતો

Year Ender 2022:  વર્ષ 2022ને બાય બાય કહી વર્ષ 2023ને વેલકમ કહેવાનો સમય, પણ પહેલા જાણી 2022એ તમને શું આપ્યું? વર્ષ 2022 હવે પૂર્ણતાને આરે છે.. ત્યારે આ વર્ષ દરમિયાન અનેક એવી ઘટનાઓ બની કે જે લોકોને હંમેશા યાદ રહી જશે... ત્યારે એવી કઈ ઘટનાઓ છે જે 2022માં ચર્ચામાં રહી. આ વર્ષે દેશના 7 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી જેથી આ વર્ષે ખૂબ વાદ વિવાદ સર્જાયા હતા,,,, પ્રધાનમંત્રીની સુરક્ષામાં થયેલી ચૂક, અગ્નિવીર યોજના, હિજાબ, જ્ઞાનવાપી જેવા મુદ્દાઓ પર વિવાદ રહ્યો

પ્રધાનમંત્રીની સુરક્ષામાં થઈ હતી ચૂક-
5 જાન્યુઆરી 2022ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબનાં પ્રવાસે ગયા હતા જ્યાં સુરક્ષામાં ચૂક રહી ગઈ હતી,,,, વિરોધ કરતાઓેએ પુલ પર PM નો રસ્તો રોકી દીધો હતો,,, PMનો કાફલો ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ અટવાયો હતો,,,  ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દીક જંગ ખેલાયો હતો,,,

અગ્નિવીર યોજના વિવાદ-
આ વર્ષે અગ્નિવીર યોજના અંગે થયો હતો વિવાદ,,, યોજનાના વિરોધમાં બિહારમાં 5 ટ્રોનો સળગાવાઈ હતી,,, વિરોધ વધતા સરકારે અગ્નિવીરમાં ભરતીની વય મર્યાદા 21થી વધારીને 23 કરી હતી,,,

હિજાબ  વિવાદ-
વિવાદની શરૂઆત ઉડ્ડુપીમાં ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી કોલેજની ગાઈડલાઈન સાથે થઈ હતી,,, કોલેજે યુવતિઓનાં હિજાબ પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્ટે વચ્ચગાળાનાં આદેશમાં ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો હતો,,, ત્યારબાદ પર સુપ્રીમમાં પહોંચતા બે જજન બેંચે ચુકાદો આપ્યો હતો,,

જ્ઞાનવાપીન વિવાદ-
વારાણસીની સિવિલ કોર્ટમાં પાંચ મહિલાઓએ  શ્રગાર ગૌરી, ગણેશ, હનુમાન અને નંદીની પૂજા કરવા માટેની મંજુરી માટે અરજી દાખલ કરી હતી,,,   આ અરજી સાથે જ્ઞાનવાપી વિવાદની શરૂઆત થઈ,,, આ વર્ષે 8 એપ્રિલે કોર્ટે કેસની સુનાવણી માટે એડવોકેટ કમીશનની નિમણૂક કરી હતી.... મસ્જિદમાં વડિયો ગ્રાફી કરવા આદેશ આપ્યો હતો,,, મસ્જિદની અંદર કરવામાં આવેલી વીડિયો ગ્રાફીના ફુટેજ મીડિયામાં લીક થયા હતા અને મસ્જિદમાં શિવલિંગ હોવાનો દાવો કર્યો ત્યાર બાદ જ્ઞાનવાપીનો વિવાદ વકર્યો હતો,,,

PM મોદીએ આપ્યું સૂત્ર-
2022માં ગુજરાત વિધાન સભાની ચૂંટણી યોજાઈ હતી,,, ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું કેન્દ્રીય મંત્રી તથા પ્રધાન મંત્રીએ ગુજરાતમાં સભાઓ ગર્જી જેમાં PMએ સૂત્ર આપ્યું કે 'આ ગુજરાત મેં બનાવ્યું.. આ સૂત્ર જાદુ સમાન સાબીત થયું અને 156 સીટો આવી,,,

CM ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત-
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ,,, ભાજપે વિધાનાસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 156 સિટો પર જીત મેળી,,,ભૂપેન્દ્ર પટેલ આ વખતે 1.92 લાખ વોટોથી જીત્યા અને બીજી વખત મુખ્યમંત્રી બન્યા,,,  2021માં વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને બનાવા હતા મુખ્યમંત્રી,,,,

રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા-
7 સપ્ટેમ્બર 2022થી ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી તમિલનાડુના કન્યા કુમારીથી શરૂ થયેલી યાત્રામાં તે 3570 કિલો મીટર સુધી ચાલવાના છે,,, રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી માટે જન સમર્થન એકત્ર કરવાના પ્રયાસમાં છે,,, ભારત જોડો યાત્રાના 29માં દિવસે એટલે કે 6 ઓક્ટોબરના રોજ સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયા હતા,,, આ દરમિયા રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીના બૂટના દોરી બાંઘી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો,,,

ઉત્તર પ્રદેશમાં યોગીની જીત-
2022માં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ પ્રથમ વખત કાર્યકાળ પૂર્ણ કરીને ફરી CM બન્યા,,, યોગીએ 1 લાખથી વધુ મતોથી મેળવી જીત,,, ભાજપને 41.3 ટકા વોટ શેર મળ્યો,,,

નીતિશ કુમાર 8મી વખત CM બન્યા-
2022માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી,,, 22 ઓગસ્ટના રોજ નીતિશ કુમાર 8મી વખત CM બન્યા,,, 9 ઓગસ્ટના રોજ NDA સાથે છેડો ફાડી RJD સાથે સરકાર બનાવી હતી,,,
આ વર્ષે  ઉત્તરખંડ, મણિપુર, ગોવામાં ભાજપની સરાકાર બની જ્યારે હિમાચલમાં કોંગ્રેસની સરકાર બની,,, ઉત્તરખંડમાં પુષ્કરસિંહ ધામી, મણિપુરમાં એન બિરેનસિંહ, ગોવામાં પ્રમેદ સાવંત CM બન્યા જ્યારે હિમાચલમાં કોંગ્રસે સુખવિંદર સિંહ સુક્ખુને CM બનાવ્યા,,,

ભગવંત માન CM બન્યા અને લગ્ન કર્યા-
આ વર્ષે પંજાબમાં ચૂંટણી યોજાઈ,,, આપ પાર્ટીને અહીં 117માંથી 92 બેઠકો પર જીત મળી,,, ભગવંત માન 16 માર્ચે બન્યા મુખ્યમંત્રી,,, 7 જુલાઈ 2022ના રોજ પંજાબના CM ભગવંત માનના લગ્ન કુરૂક્ષેત્રના પહોવાના ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન થયા,,, ભગવંત માનના આ બીજા લગ્ન છે 2015માં તેઓ તેની પ્રથમ પત્નીથી અલગ થઈ ગયા હતા,,, તેમના બે બાળકો છે,,, પુત્રી સીરત કૌર જે 21 વર્ષની છે પુત્ર દિલશાન જે 17 લર્ષનો છે,,,

 

એકનાથ શિંદેએ સરકાર બનાવી-
2022માં એકનાથ શિંદેએ માહારાષ્ટ્રમાં બળવો કરી સરકાર બનાવી,,, 1 જુલાઈના રોજ મુખ્યમંત્રી બન્યા,,, પોતાના જૂથને મૂળ શિવસેના કહી અને ભાજપનો સાથ મેળવી સરકાર બનાવી,,,

અશોક ગેહલોત અને પાયલોટ વચ્ચે થયો હતો વિવાદ-
24 નવેમ્બરે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સર્જાયો હતો વિવાદ,,, સચિન પાયલોટને રાજસ્થાનના CM બનાવવા માટે ચાલી રહી હતી અટકશો,,,  અશોક ગેહલોતે પયલોટને વિશ્વાસઘાતી કહ્યાં હતા,,,
 

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news