વિદેશોમાં ફસાયેલા લોકોની મોદી સરકાર કરશે ઘર વાપસી, બનાવ્યો આ ખાસ પ્લાન

નેપાળ, કતર, મલેશિયા અને સાઉદી અરબ સહિત ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 7મે બાદ વિશેષ ચાર્ટર્ડ વિમાન મોકલવામાં આવશે.

વિદેશોમાં ફસાયેલા લોકોની મોદી સરકાર કરશે ઘર વાપસી, બનાવ્યો આ ખાસ પ્લાન

નવી દિલ્હી: કોરોના લોકડાઉનમાં વિદેશોમાં ફસાયેલા તમામ ભારતીયોની કેન્દ્ર સરકાર સુરક્ષિત ઘર વાપસી કરાવવા માંગે છે. નેપાળ, કતર, મલેશિયા અને સાઉદી અરબ સહિત ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 7મે બાદ વિશેષ ચાર્ટર્ડ વિમાન મોકલવામાં આવશે.

આ અંગે કેન્દ્ર સરકારે એક અઠવાડિયાનો ફ્લાઇટ પ્લાન પણ તૈયાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યૂ માટે ગંગા ગિરીઈ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીયોની ઘર વાપસીનું આશ્વાન આપવામાં આવ્યું. 

મળતી માહિતી અનુસાર મોદી સરકાર ભારતીયોની વાપસી માટે 7 દિવસમાં 64 ફ્લાઇટને રવાના કરશે. એવામાં યૂએઇ, કતર, કુવૈત, ઓમાન, સાઉદી અરબ, મલેશિયા, યૂએસ અને સિંગાપુર જેવા દેશોમાંથી ભારતીયોને રેસ્ક્યૂ કરવામાં આવશે. 

જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર દેશના અલગ-અલગ રાજ્યોના લોકોની ઘર વાપસી માટે વિમાનોની સંખ્યા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. જેમાં 11 ફ્લાઇટ તમિલનાડુ, 5 વિમાન ગુજરાત, 3 વિમાન જમ્મૂ કાશ્મીર, 1-1 પંજાબ અને ઉત્તર પ્રદેશના લોકોની ઘર વાપસી કરાવશે. માનવામાં આવી રહ્યું છે કે 7 દિવસમાં લગભગ 14,800 ભારતીયોની ઘર વાપસી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news