Makeup Tips: પાર્લર વગર ઘરે પણ કરી શકો છો શાનદાર બ્રાઈડલ મેકઅપ, અપનાવો આ ખાસ ટિપ્સ
લગ્ન હોય અને ક્યાં મેકઅપ કરાવવો કે પ્રશ્ન દરેક દુલ્હનને સતાવે છે. કેમ કે, દરેક દુલ્હન પોતાના મેરજમાં સૌથી સુંદર અને યુનિક લાગે તેવું ઈચ્છે છે. આ માટે તે બને ત્યાં સુધી સારામાં સારો મેકઅપ હેર સ્ટાઈલ કરાવવાનું પસંદ કરે છે. ઘણી વખત એવું પણ બને કે કોઈને એકદમ લાઈટ મેકઅપ પસંદ હોય માટે પાર્લરની જગ્યાએ તે ઘરે જ મેકઅપ કરવાનું યોગ્ય સમજે. જ્યારે અમુક કેસમાં છોકરીઓને મેકઅપ તો સારે કરાવવો હોય પણ પાર્લરોમાં સારા મેકઅપના ભાવે પરવડે તેમ ન હોય. ત્યારે આવી તમામ પરિસ્થિતિમાં જો તમે જાતે તમને ગમતો અને એકદમ પર્ફેક્ટ મેકઅપ કરો તો. તો પાર્લરમાં જવાની જરૂર પણ ન પડે અને તમારા હજારો રૂપિયા બચી જાય. ત્યારે ઘરે દુલ્હન મેકઅપ કઈ રીતે કરવો અને તે માટે શું શું ધ્યાન રાખવું તે વિશે અમે તમને આપીશું ઘણી ટિપ્સ.
- ઘરે બ્રાઈડલ મેકઅપ કરવો હોય તો અમુક બાબતોનું રાખો ધ્યાન
- જો આ ટિપ્સથી તમે મેકઅપ કરશો તો પાર્લર જવાની જરૂર નહીં પડે
- લગ્નમાં મેકઅપ માટે ખર્ચાતા હજારો રૂપિયા બચાવવા અપનાવો આ ટિપ્સ
Trending Photos
હિના ચૌહાણ, અમદાવાદઃ લગ્ન હોય કે સગાઈ, તહેવાર હોય કે કોઈ ફંક્શન કોઈ છોકરીને મેકઅપ વગર ચાલતું નથી. ફેસ પર મેકઅપ ન કર્યો હોય તો બધુ જ અધરું લાગે છે. માટે કોઈ પણ જગ્યાએ જવું હોય તો પહેલા સારો મેકઅપ કરવાની ઉતાવળ હોય છે. રોજીંદા જીવનમાં તો જાતે મેકઅપ થઈ શકે છે પણ જ્યારે વાત આવે લગ્નની ત્યારે તો દરેકે તૈયાર થવા માટે પાર્લરમાં જ જવું પડે છે. કેમ કે, દરેક દુલ્હનને એ વાત સતાવે છે કે જો લગ્નના દિવસનો જ મેકઅપ બગડશે તો આખો મૂડ ખરાબ થઈ જશે. માટે ભલે પાર્લરમાં પૈસા ખર્ચવા પડે પણ બ્રાઈડલ મેકઅપ તો કોઈ સારા પાર્લરમાં જ કરાવશે. આજકાલ પાર્લરમાં કોઈપણ ટ્રીટમેન્ટ કરાવવી એટલી મોંઘી પડે છે કે તે દરેક લોકોને ન પરવડે.આવા સમયે તમે પાર્લરની જગ્યાએ ઘરે જ મેકઅપ કરી લો તો. દુલ્હન મેકઅપ ઘરે કરવો ઘણાને બહુ મોટી વાત લાગે છે પણ જો તમે પાર્લર જેવો HD મેકઅપ ઘરે કરવા માગો છો તો ફ્કત અમુક નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. આ ટિપ્સ અપનાવશો તો તમારા પાર્લરમાં ખર્ચાતા હજારો રૂપિયા બચી જશે.
બ્રાઈડલ મેકઅપ ઘરે કરવો છે તો આપનાવો આ ટિપ્સ
જો તમારે લગ્નમાં ઘરે સારો મેકઅપ કરવો હોય તો તે પહેલા અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કેમ કે, માત્ર ફેસ પર મેકઅપ કરવાથી ગ્લો નથી આવી જતો. ફેસને એકદમ ચમકદાર અને સારો બનાવવા માટે તમારે અગાઉથી જ અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. જેમ કે લગ્નના 2 મહિના પહેલાથી જ તમે તામારા ફેસ પર ખાસ ટ્રિટમેન્ટ કરો. જેનાથી તમારી સ્કીન લગ્નના દિવસ સુધીમાં એકદમ પ્રોપર થઈ જશે. તો લગ્નના 2 મહિના પહેલાં તમારે શું શું કરવાનું રહેશે તે અમે જણાવીશું.
લગ્નના દિવસ પહેલાં ફેસ પર આટલું કરોઃ
ફેસને લગ્ન સુધીમાં સારો અને ચમકદાર બનાવવા માટે તમારે 2 મહિના અગાઉથી જ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે, લગ્નના 2 મહિના પહેલાથી તમારી સ્કીન અનુસાર ફેશિયલ કરવાનું શરૂ કરી દો. ફેશિયલ કદાચ તમે રેગ્યુલર કરાવો છો તો તે સારી બાબત છે. પણ જો તમે દર મહિને ફેશિયલ નથી કરાવતા તો તમારે લગ્નની 2 કે 3 મહિનાની વાર હોય ત્યારે જ ફેશિયલ કરવાનું શરૂ કરો. 15 દિવસમાં એકવાર ફેશિયલ કરવાનું રાખો. આ સમયે ફેસ પર બ્લીચ કરવું યોગ્ય નથી. માત્ર ફેશિયલથી કરો અને તમારા સ્કીન પર વ્યવસ્થિત મસાજ કરો. આ તમે જાતે પણ કરી શકો છો. ખાસ એ વસ્તુનું ધ્યાન રાખો કે તમારી સ્કીમ ઓઈલી છે કે ડ્રાઈ, ખીલ-ખાડા વાળી છે તો તે મુજબ અનુકુળ આવે તેવી ફેશિયલ કિટ વાપરો. આ સિવાય તમે તમારા ફેસ પર અઠવાડિયામાં કે દર 3 દિવસે ક્લિનસિંગ મિલ્કથી મસાજ કરવાનું રાખો. જો તમારી ઓઈલી સ્કીન છે તો મસૂર કે ચણાનો લોટની દૂધ સાથેની પેસ્ટ ફેસ પર લગાવો. એનાથી તમારા ફેસ પરનું ઓઈલ એછુ થશે.
ફેસ પર સનસ્ક્રીન અને મોઈશ્ચરાઈઝર લગાવોઃ
ફેશિયલ કરવાની સાથે સાથે સ્કીને અનુકુળ આવે તે ક્રીમ લગાવવી ખૂબ જરૂરી છે. જો શિયાળો હોય તો અવશ્ય મોઈશ્ચરાઈઝર લગાવો. દિવસે તો લગાવો જ સાથે રાત્રે સૂતા સમયે ફેસ ક્લીન કરીને મોઈશ્ચરાઈઝર લગાવો. જો ઉનાળો હોય તો બહાર નીકળતા પહેલા ચોક્કસથી સનક્રીન લગાવો.
લગ્ન પહેલા હોઠ પર આટલું કરોઃ
ફેસ મેકઅપમાં લિપસ્ટિક ખૂબ મહત્વની છે કેમ કે હોઠ પર લિપસ્ટિક લગાવીયે ત્યારે જ આખો લૂક ચેન્જ જાય છે. જો હોઠ સારા અને મુલાયમ હશે તો તેના પર લિપસ્ટિક વધુ સારી રીતે લગાવી શકાશે. માટે હોઠને સારા અને મુલાયમ બનાવવા માટે અમુક ઉપાયો કરવા જરૂરી છે. રોજ રાત્રે સુતા પહેલાં હોઠ પર મલાઈ લગાવવી જેનાથી હોઠ મુલાયમ થશે. તમારા હોઠને મીની બ્રશથી રગડો જેથી તેના પર જામેલી મૃત ચામડી નીકળી જશે, પછી તેના પર લીપ ગ્લોસ લગાવી લો. તેનાથી હોઠ મુલાયમ બની રહેશે. જો તમારા હોઠ ખરાબ રીતે ફાટી ગયા હોય તો તેના પર મધનો લેપ લગાવો. આને લગાવવાથી તમારા ફાંટેલા હોઠ દુ:ખે નહી કારણકે આમા એંટીસેપ્ટિક હોય છે, જે હોઠને ઠીક કરી દે છે.
આઈબ્રો ઘટ્ટ બનાવવા આટલું કરોઃ
આઈબ્રો જે આંખોની સાથે આખા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. ઘણા લોકોની આઈબ્રો ખૂબ ઘાટી અને ભરાવદાર હોય છે. જ્યારે ઘણી છોકરીઓની આઈબ્રો સાવ પાતળી અને આછી હોય છે. ચહેરો ત્યારે જ સારો લાગે જ્યારે આઈબ્રો કાળી અને જાડી હોય. આઈબ્રો વધારવા માટે આટલું કરોઃ
1) આઈબ્રો પર રાત્રે સુતા પહેલા નાળયેર તેલથી મસાજ કરો અને પછી સવારમાં ફેસવોસ કરો. જેનાથી તમારી આઈબ્રો વધશે.
2) તમે આઈબ્રો પર દિવેલ પણ લગાવી શકો છો આ ઉપાયથી તો તમારી આઈબ્રો ચોક્કથી જાડી થશે અને આઈબ્રોના વાળ પણ કાળા જશે.
3) એલોવેરા જે આઈબ્રોને સારી અને ઘટાદાર બનાવવા માટે ઉપયોગી છે. આઈબ્રો પર 30 મિનિટ સુધી એલોવેરા લગાવીને રાખો તે બાદ ઠંડા પુણીથી ફેસ સાફ કરી લો.
4) આ ટિપ્સ જો તમે અપનાવશો તો લગ્ન પહેલા તો તમારી આઈબ્રો એકદમ ઘાટી અને સારી બની જશે. જેથી તમારો ચહેરો અને ખાસ આંખો ખૂબ જ સરસ લાગશે.
આંખના ડ્રાર્ક સર્કલ માટે ટિપ્સઃ
જો તમારા ચહેરા પર આંખોની આસપાસ ડાર્ક સર્કલ છે તો તેનાથી તમે ગમે એટલો સારો મેકઅપ કરશો તો પણ જોઈએ તેવો લૂક નહીં આપે શકે. માટે તમારે લગ્ન પહેલાં આખોની આસપાસથી ડાર્ક સર્કલ બને એટલા ઓછા કરાવા પડશે. આ માટે તમે અમુક નુસ્ખા અપનાવી શકો છો. જેમ કે,
ડાર્ક સર્કલને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે કાકડી. કાકડી આંખને ઠંડક પહોંચાડે છે. કાકડીના રસમાં મધ, ગ્લિસરિન મિક્સ કરીને હળવા હાથે આંખ નીચે કાળાશના ભાગ પર લગાવો અને માલિશ કરો. આ પ્રક્રિયા સતત 15 દિવસ સુધી કરો તમને ફેર જણાશે.
બટાકાના રસમાં કાકડીનો રસ મિક્સ કરો. આ મિશ્રણ કરેલા રસને આંખ નીચેના કાળા ભાગ પર લગાવો. જ્યાં સુધી તમને કાળાશમાં ફેર ન જણાય ત્યાં સુધી દિવસમાં એક વાર આ પ્રયોગ કરો.
ટામેટાંનો રસ ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, ટામટાંના રસને ત્વચા પર ઘસવાથી ગ્લો કરે છે, ટામેટાંના રસને તમે ડાર્ક સર્કલના ભાગ પર લગાવીને હળવા હાથે મસાજ કરી શકો છો. આ ફક્ત અઠવાડિયામાં બે વખત કરો. તમારી ત્વચા પર કુદરતી રંગ પાછો આવતો જણાશે.
આ તમામ પ્રયોગો તમે લગ્નના 2 કે 3 મહિનાની વાર હોય તે પહેલાં જ કરવાનું શરૂ કરી દો. જેનાથી તમારા ચહેરની સ્કીનથી માંડીને આઈબ્રો હોઠ અને આંખો બધુ જ એકદમ સારું અને સુંદર થઈ જશે. જ્યારે આટલો પરફેક્ટ ચહેરો હોય ત્યારે ચોક્કસથી તેના પર મેકઅપ સારો જ લાગશે. ચહેરાનો તો ચમકદાર બનાવી દીધો હવે તેના પર બ્રાઈડલ મેકઅપ કઈ રીતે કરવો તે પણ જાણવું ખૂબ જરૂરી છે. ત્યારે ચમકદાર ચહેરા પર કઈ રીતે મેકઅપ કરવો તે અમે જણાવીશું.
બ્રાઈડલ મેકઅપ શરૂ કરતા પહેલાં કરો આટલું
બ્રાઈડલ મેકઅપ શરૂ કરો તે પહેલાં ચહેરા પર કરો આટલુઃ
1) ચહેરાને ક્લીન્સિંગ મિલ્કથી સાફ કરો
2) ચહેરા પર બરફ લગાવો
3) ચહેરાને ગુલાબ જળથી પણ સાફ કરી શકો
4) મેકઅપ કરવા બેસો તે પહેલાં 1 ગ્લાસ પાણી પીવું
5) ચહેરો સાફ કરી લીધા પછી હોઠ પર વેસેલિન અથવા તો બોડી ક્રિમ લગાવી દો.
ફેસ પર મેકઅપ કઈ રીતે કરવો
હવે બ્રાઈડલ મેકઅપ તમે જાતે કેવી રીતે કરશો. અહીં બતાવેલા સ્ટેપ બાય સ્ટેપ જો તમે બ્રાઈડલ મેકઅપ કરશો તો ચોક્કસથી તમારો મેકઅપ ખૂબ જ સારો થશે. સૌથા પહેલાં તો તમારા માથા વાળ ચહેરા પર ન આવે તે રીતે તેને એકદમ ટાઈટ ઉપર બંધી લો અને તે બાદ જ મેકઅપની શરૂઆત કરો.
ફેસ પર ફાઉન્ડેશ અને અને કોમ્પેક્ટ પહેલાં શું લગાવવુઃ
જો શિયાળામાં મેકઅપ કરો છો તો સૌથી પહેલાં મોઈશ્ચરાઈઝર લગાવો. ઉનાળો કે ચોમાસું છે તો મોઈશ્ચરાઈઝર લગાવવાની કોઈ જરૂર નથી. તે બાદ ચહેરા પર તમારી આંગળીથી પ્રાઈમર લગાવી દો. પ્રાઈમર ચહેરાને એકદમ સ્મૂથ કરી દેશે. પ્રાઈમર થોડી માત્રા જ લગાવશો. પ્રાઈમર લગાવ્યા બાદ તમારો ચહેરો મેકઅપ માટે એકદમ તૈયાર થઈ જશે. તે પછી તમે ફેસ પર મેકઅપની શરૂઆત કરી શકો છો.
કન્સીલર કઈ રીતે લગાવવુઃ
ચહેરાને તમે અગાવથી જ ક્લીન કરવા માટે ટ્રિટમેન્ટ શરૂ કરી દીધી પણ છતાં ચહેરા પર ડાઘ અથવા તો ખીલ છે તો સૌથી પહેલાં તેને છુપાવવાનું કામ કરો. તે માટે સૈૌથી પહેલાં તમે સ્કીન ટોન મુજબનું કન્સીલર લગાવો. કન્સીવરને આખા ચહેરા પર લગાવવાની જરૂર નથી પણ જ્યાં ડાઘ અથવા તો ખીલ છે એ જ જગ્યાએ કન્સીલર લગાવો. અને તેને ધીરે ધીરે ચહેરા પર સ્પ્રેડ કરી દો.
ફાઉન્ડેશન કેવી રીતે લગાવશોઃ
કન્લીલર બાદ તમારે સ્કીન ટોન મુજબ ફાઉન્ડેશન લગાવવાનું રહેશે. આંખની નીચે અને કાન પર ખાસ ફાઉન્ડેશન લગાવવું. તેને વ્યવસ્થિત રીતે સ્પ્રેડ કરી દો.
આ રીતે આપો ફેસકટઃ
દરેકનો ફેસ કટ અલગ હોય છે. દરેકના ચહેરા પર મેકઅપનો ઉઠાવ પણ અલગ અલગ હોય છે. આપણે ઘણી વાર સેલિબ્રિટીને કોપી તો કરીએ છીએ, પણ તે અનુસાર મેકઅપ ન કરવાથી હાસ્યને પાત્ર બની જઈએ છીએ. માટે ફેસના આકાર મુજબ તમારે નાક, ગાલ અને આઈબ્રોની આસપાસ બ્રોંઝરને અપ્લાય કરવાનું રહેશે. ચહેરાના શેપ અનુસાર તમારે ફેસકટ આપવાનો રહેશે.
કોમ્પેક્ટ અપ્લાય કરતાં સમયે રાખો આ ધ્યાનઃ
તમારા ચહેરા પર ખાસ સ્કીન ટોન મુજબ જ કોમ્પેક્ટ અપ્લાય કરો. શરૂઆતમાં સામાન્ય કોમ્પેક્ટ લગાવો અને આંખનો મેકઅપ થઈ જાય તે બાદ ફરી વ્યવસ્થિત રીતે કોમ્પેક્ટ લગાવવાનું રહેશે.
આંખના મેકઅપમાં આ ધ્યાન રાખોઃ
તમે કેવા કલરની સાડી કે ચોલી પહેરવાના છો તેને ધ્યાને રાખીને આંખનો મેકઅપ કરવાનો રહેશે. સૌથી પહેલાં એકદમ લાઈટ કલરથી આંખ પર બેઝ તૈયાર કરો. તે બાદ આઈબ્રોની એકદમ નીચે સિલ્વર કલરથી ટચપ કરો. કપડા કલર મુજબનો આઈ શેડો પસંદ કરો. તે આંખ પર અપ્લાય કરો. ડબલ કલરનો આઈશેડો તમારા આંખોને વધુ સારી દેખાડશે માટે કલર કોમ્બિનેશ કરીને ડબલ આઈશેડો કરો. બને ત્યાં સુધી આંખના પાછળના છેડે ગોલ્ડન કલર લગાવવાથી સારો લૂક આવશે. આંખોને મોટી બતાવવા માટે તમે ડાર્ક કલર પસંદ કરી શકો છો. આઈશેડો લગાવ્યા બાદ તમે આઈલાઈનર લગાવો. વોટરપ્રૂફ અને લોન્ગ લાસ્ટિંગ આઈ લાઈનર પસંદ કરો. બને ત્યાં સુધી ડાર્ક આઈ લાઈનર કરો. બ્રાઈડલ મેકઅપ છે એટલે ચોક્કસ આંખની પાછળથી વિન્ગ્સ કાઢવાનું ન ભૂલો. તે બાદ મસ્કરા અને કાજલ લગાવો.
આઈબ્રોને આવી રીતે શેપ આપોઃ
આઈબ્રોનો શેપ ચહેરાની સુંદરમાં વધારો કરે છે માટે જો તમારી આઈબ્રો આછી છે તો તમે આઈબ્રો પેન્સિલથી તેને ડાર્ક કરી દો. અને ચહેરાના શેપ મુજબ આઈબ્રોનો શેપ આપો.
-બ્લશર કરતાં પહેલાં આ ચેતવણીઃ
સામાન્ય મેકઅપ સૌ કોઈ કરી લે છે પણ વધુ પ્રોબલેમ બ્લશર કરવામાં થાય છે. ત્યારે બને ત્યાં સુધી એકદમ લાઈટ કલરનું બ્લશર કરવું. તમારા ફેસ કટ મુજબ તમારે બ્લશર કરવાનું રહેશે. જેમ કે જો તમારો ચહેરો ગોળ છે તો તમે સ્લાન્ટ અથવા રાઈટ શેપમાં બ્લશર કરવું.
આ રીતે હોઠ પર કરો લિપસ્ટિકઃ
સૌથી મેઈન છે લિપસ્ટિક. તમે ચહેરા પર જેવી લિપસ્ટિક અપ્લાય કરશો કે તરત જ તમારા ચહેરા પર એક નવો લૂક આવશે. માટે તમે બ્રાઈડલ મેકઅપ કરી રહ્યા છો માટે એકદમ ડાર્ક લિપસ્ટિક કરવાનું પસંદ કરો. હંમેશા લિપસ્ટિક બ્રશથી જ અપ્લાય કરો. ખાસ શેપનું ધ્યાન રાખો. એવું હોય તો લિપસ્ટિક પહેલાં લિપ લાઈનર અપ્લાય કરો.આમ, આ ટિપ્સ જો તમે ઘરે અપનાવશો તો ચોક્કસથી તમે શાનદાર બ્રાઈડલ મેકઅપ કરી શકશો. અને તમારા પાર્લરમાં ખર્ચાતા પૈસા પણ બચી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે