દરેક મહિલા ખાસ જાણે...ચાંદીના ઝાંઝર પહેરવા એ માત્ર પરંપરા નહીં પરંતુ આ 5 બીમારીની છે દવા!

ભારતીય પરંપરા મુજબ ચાંદીના ઝાંઝર (પાયલ, સાંકળા) મહિલાઓ માટે ઘરેણું ગણાય છે. મોટાભાગની મહિલાઓ તે પહેરતી હોય છે. કેટલાક પોતાની પરંપરાને અનુસરીને પહેરતા હોય છે તો કેટલીક મહિલાઓને તે પહેરવી ગમતી હોય છે.

દરેક મહિલા ખાસ જાણે...ચાંદીના ઝાંઝર પહેરવા એ માત્ર પરંપરા નહીં પરંતુ આ 5 બીમારીની છે દવા!

ભારતીય પરંપરા મુજબ ચાંદીના ઝાંઝર (પાયલ, સાંકળા) મહિલાઓ માટે ઘરેણું ગણાય છે. મોટાભાગની મહિલાઓ તે પહેરતી હોય છે. કેટલાક પોતાની પરંપરાને અનુસરીને પહેરતા હોય છે તો કેટલીક મહિલાઓને તે પહેરવી ગમતી હોય છે. તે તમારા પગના લૂકને ચાર ચાંદ લગાવે છે પરંતુ સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે ધાર્મિકની સાથે સાથે તેના હેલ્થ બેનેફિટ્સને જોતા મહિલાઓને ચાંદીના સાંકળા પહેરવાની સલાહ અપાય છે. તેમાંથી નીકળતો અવાજ પણ સકારાત્મક ઉર્જાને પ્રભાવિત કરે છે. 

એક્સપર્ટ્સનું માનીએ તો પગમાં ચાંદીના ભારે ભરખમ ઝાંઝર પહેરવાથી એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે. તેનાથી સ્વાસ્થ્યને પણ લાભ મળે છે. આ સાથે જ ફિઝિકલી અને મેન્ટલી રીતે પણ મહિલાઓ ફીટ રહે છે. પાયલ પહેરવાના ફાયદા ખાસ જાણો...

હોર્મોનલ બેલેન્સ ઠીક રહે છે
આજના જમાનામાં ખાણીપીણી અને લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગની મહિલાઓ હોર્મોનલ ઈમ્બેલેન્સના કારણે પરેશાન રહે છે. આ કારણે ઈનફર્ટિલિટી અને અનિયમિત પીરિયડ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાંદીના ઝાંઝર પહેરવાથી હોર્મોન્સ બેલેન્સ રહે છે એમ કહેવાય છે. 

પગના દુખાવામાં આરામ મળે છે
વર્કિંગ વુમનથી લઈને હાઉસવાઈફ...મહિલાઓએ આખો દિવસ ખુબ ભાગદોડ કરવી પડતી હોય છે. જેના કારણે મહિલાઓના પગમાં દુખાવાની ફરિયાદ રહે છે. તેમાં તમને ફાયદો મળી શકે છે. તે શારીરિક નબળાઈ પણ દૂર કરે છે. 

એડીઓમાં સોજા ઘટે છે
હાઈ હીલ્સ પહેરવાના કારણે અનેકવાર એડીઓમાં સોજો આવી જાય છે. આ એડીઓના સ્નાયુઓમાં મુશ્કેલી થાય છે. પગની આંગળીઓમાં દુખાવા થાય છે. આવામાં ચાંદીના સાંકળા પહેરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને પગના સોજો ઓછા થાય છે. 

ઈમ્યુન સિસ્ટમ બૂસ્ટ થાય છે
ઈમ્યુન સિસ્ટમ બૂસ્ટ થવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તે ફક્ત ખાણી પીણીથી જ નહીં પરંતુ સાંકળા પહેરવાથી પણ બૂસ્ટ થાય છે. તેને lymph glands એક્ટિવ થાય છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. તે અનેક બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. 

શરીરનું તાપમાન જળવાઈ રહે છે
જો શરીરનું તાપમાન ઓછું કે વધુ રહેતું હોય તો ચાંદીના સાંકળા પહેરવા લાભદાયી રહે છે. તે શરીરના તાપમાનને સંતુલિત કરે છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news