પેટની ચરબી ઝડપથી ઘટાડવામાં મદદ કરશે આ 7 નિયમ; કેન્સર અને હાર્ટ એટેકનું જોખમ પણ રહેશે નહીં

આજના સમયમાં બદલાયેલી જીવનશૈલીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. ઘણા લોકો મેદસ્વિતાનો સામનો કરી રહ્યાં છે. લોકોના પેટમાં ફેટ જોવા મળતા હોય છે. જેથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

પેટની ચરબી ઝડપથી ઘટાડવામાં મદદ કરશે આ 7 નિયમ; કેન્સર અને હાર્ટ એટેકનું જોખમ પણ રહેશે નહીં

Reduce belly fat quickly: આજના સમયમાં યુવા પેઢી ખાનપાન પર ધ્યાન આપતી નથી. તે હંમેશા જંકફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, સુગર ડ્રિંક્સ અને દારૂ જેવી ખરાબ આદતો અપનાવે છે. આ બધી વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. ખાનપાનની ખરાબ ટેવને કારણે મેદસ્વિતા વધે છે, જે ફેટ પેટની ચારે તરફ જામી જાય છે. આ એક ચિંતાનો વિષય છે, કારણ કે તે ગંભીર બીમારીઓનો ખતરો વધારી શકે છે. 

પેટની ચરબી વધવાના કેટલાક સામાન્ય કારણ છે, જેમ કે બેઠાડુ જીવનશૈલી, ખરાબ આહાર, હોર્મોનલ અસંતુલન અને આનુવંશિક પરિબળો. પેટની ચરબી વધવાથી હાઈ બ્લડ પ્રેશર, હાર્ટની બીમારી, ડાયાબિટીસ, ફેટી લિવર અને કેન્સર જેવી ગંભીર સમસ્યાનો ખતરો પણ વધી જાય છે. આજે અમે તમને 7 નિયમ જણાવીશું, જેને અપનાવ્યા બાદ તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળશે. ટ

સ્વસ્થ આહાર લો
તમારા ડાયટમાં ભરપૂર માત્રામાં શાકભાજી, મોટુ અનાજ, પ્રોટીન અને હેલ્થી ફેટ સામેલ કરો. પ્રોટીન અને ફાઇબર રિચ ફૂડ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરશે. 

ફાસ્ટ ફૂડ છોડો
પ્રોસેસ્ડ ફૂડ, રિફાઇંડ કાર્બ્સ, સુગર ડ્રિંક અને સેચુરેટેડ તથા ટ્રાન્સ ફેટવાળી વસ્તુના સેવનથી બચો. આ ફૂડ પેટની ચરબી માટે જવાબદાર હોય છે. 

નિયમિત વ્યાયામ કરો
સપ્તાહમાં પાંચ દિવસ ઓછામાં ઓછી 30 મિનિટ માટે મધ્યમ-તીવ્રતાવાળી કસરત કરો. તેમાં ઝડપી ચાલવુ, ફરવુ, સાઇકલ ચલાવવી કે સ્વીમિંગ સામેલ છે. કસરતથી શરીરમાં કેલેરી બર્ન કરવા અને સ્નાયુઓને બનાવવામાં મદદ મળે છે, જે પેટની ચરબી ઘટાડી શકે છે. 

તણાવ ઓછો કરો
સતત ણાવથી પેટની ચરબી વધી શકે છે. તણાવ ઘટાડનારી તકનીકનો ઉપયોગ કરો, જેમ કે યોગ, મેડિટેશન કે ઊંડો શ્વાસ લેવાની કસરત.

પૂરતી ઊંઘ લો
રાત્રે ઓછામાં ઓછી 7-8 કલાક સૂવાનું લક્ષ્ય રાખો. નીંદરની કમી ભૂખને નિયંત્રિત કરનાર હોર્મોનને અવરોધ ઉભ કરે શકે છે અને વજન વધવાનું જોખમ વધારે છે. 

તમારા વજનને ટ્રેક કરો
તમારા વજનને નિયમિત રૂપથી ટ્રેક કરવાથી તે નક્કી કરવામાં મદદ મળશે કે તમે તમારા લક્ષ્યો પર ચાલી રહ્યાં છો. 

દારૂના સેવનથી દૂર રહો
દારૂ કેલેરીમાં હાઈ હોય છે અને પેટની ચરબીમાં યોગદાન આપી શકે છે. તમે શરાબથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

(Disclaimer: અમે સામાન્ય જાણકારીના આધારે તમને આ માહિતી આપી છે. કોઈ ઉપાયગ અપનાવતા પહેલા તમે નિષ્ણાંતની મદદ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news