આ Orange Peel Maskથી ચહેરાની રંગત એવી વધશે કે બધા જ પૂછશે શું છે Beauty Secret?

Orange Peel Mask: આ માસ્ક કેમિકલ ફ્રી હશે અને તેનાથી તમારી ત્વચાની રંગત ખીલી જશે. એકવારના ઉપયોગથી જ તમારી ત્વચા ઉપર તેની અસર દેખાવા લાગશે અને લોકો તમારા બ્યુટી સિક્રેટ વિશે જાણવા આતુર થઈ જશે.

આ Orange Peel Maskથી ચહેરાની રંગત એવી વધશે કે બધા જ પૂછશે શું છે Beauty Secret?

Orange Peel Mask:સંતરા વિટામીન સી થી ભરપૂર હોય છે. સંતરા ખાવા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. જોકે માત્ર સંતરા જ નહીં પરંતુ સંતરાની છાલ પણ વિટામીન સી સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ તમે ત્વચાની સુંદરતા વધારવા માટે કરી શકો છો. આજે તમને જણાવીએ કે તમે ઘરે કેવી રીતે સંતરાની છાલમાંથી માસ્ક બનાવી શકો છો. આ માસ્ક કેમિકલ ફ્રી હશે અને તેનાથી તમારી ત્વચાની રંગત ખીલી જશે. એકવારના ઉપયોગથી જ તમારી ત્વચા ઉપર તેની અસર દેખાવા લાગશે અને લોકો તમારા બ્યુટી સિક્રેટ વિશે જાણવા આતુર થઈ જશે.

આ પણ વાંચો: 

માસ્ક બનાવવાની પહેલી રીત

સંતરાની છાલનું માસ્ક બનાવવા માટે સૌથી પહેલા સંતરાના છાલને મિક્સર જારમાં પીસી લેવી. આ પેસ્ટમાં એક ચમચી મધ ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર પછી તૈયાર કરેલા ફેસ માસ્કને સાફ કરેલા ચહેરા પર બરાબર રીતે લગાડો. માસ્ક એકદમ ડ્રાય થઈ જાય પછી ચહેરો સાફ કરી લો. ચહેરો સાફ કરીને મસ્ચ્યુરાઈઝર લગાડી લ્યો. 

માસ્ક બનાવવાની બીજી રીત

આ માસ્ક બનાવવા માટે એક બાઉલમાં સંતરાની છાલનો પાવડર લેવો અને તેમાં એક ચમચી દૂધ અને ચાર ટીપા નાળિયેરનું તેલ ઉમેરો. આ વસ્તુઓને બરાબર મિક્સ કરો અને પછી તેને ચહેરા પર બરાબર રીતે લગાડો. જ્યારે આ માસ્ક સુકાઈ જાય તો તેને સ્ક્રબિંગ કરતા કરતા સાફ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ માસ્કથી ત્વચાની બધી જ સ્કિન નીકળી જશે અને તમારા ચહેરા ઉપર ગ્લો જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news