સવારે ઉઠવાના આળસુ લોકો અપનાવે આ ટિપ્સ, ઉંઘ પણ ઉડી જશે અને તાજગી પણ રહેશે
Wake Up Early In The Morning: મોટાભાગના લોકો રાત્રે 8 કલાક ઊંઘી શકતા નથી. કારણ કે રોજ સવારે વહેલા જાગી જવું પણ જરૂરી છે. અધુરી ઊંઘમાં જ્યારે સવારે જાગવું પડે છે તો શરીરમાં સુસ્તી રહે છે અને ઘણી વખત લોકો અલાર્મ બંધ કરીને પણ સુઈ જતા હોય છે. જો તમારી સાથે પણ રોજ આવું થતું હોય અને તમે કામ પર જવા માટે લેટ થઈ જતા હોય તો આ ટિપ્સ ફોલો કરી શકો છો.
Trending Photos
Wake Up Early In The Morning: આજના સમયમાં દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ દોડધામ ભરેલી થઈ ગઈ છે. જેના કારણે રાત્રે બરાબર ઊંઘ કરી શકાતી નથી. વળી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના કારણે મોડી રાત સુધી લોકો જાગતા રહે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે શરીરને સ્વસ્થ રાખવું હોય તો આઠ કલાકની ઊંઘ જરૂરી છે. પરંતુ મોટાભાગના લોકો રાત્રે 8 કલાક ઊંઘી શકતા નથી. કારણ કે રોજ સવારે વહેલા જાગી જવું પણ જરૂરી છે.
અધુરી ઊંઘમાં જ્યારે સવારે જાગવું પડે છે તો શરીરમાં સુસ્તી રહે છે અને ઘણી વખત લોકો અલાર્મ બંધ કરીને પણ સુઈ જતા હોય છે. જો તમારી સાથે પણ રોજ આવું થતું હોય અને તમે કામ પર જવા માટે લેટ થઈ જતા હોય તો આ ટિપ્સ ફોલો કરી શકો છો. આ ટિપ્સ ફોલો કરવાથી તમારી ઊંઘ એકવારમાં જ ઉડી જશે.
મોટાભાગના લોકો પોતાના ફોનમાં જ અલાર્મ સેટ કરતા હોય છે અને ફોનને ઓશીકાની પાસે જ રાખી દે છે જ્યારે અલાર્મ વાગે છે તો સ્મૂઝ બટન દબાવીને લોકો ફરીથી સૂઈ જાય છે. જો તમારે જલ્દી જાગી જવું હોય તો સ્માર્ટફોનને રાત્રે સૂતા પહેલા પોતાનાથી દૂર રાખો જેથી અલાર્મ બંધ કરવા માટે તમારે બેડમાંથી ઊભું થઈ ફોન સુધી જવું પડે આમ કરવાથી ઊંઘ બરાબર ઉડી જશે.
હુંફાળુ પાણી
મોટાભાગના લોકો સવારની શરૂઆત ગરમા ગરમ ચા પીને કરે છે. સવારમાં સૌથી પહેલા ચા પીવાથી એસિડિટી અને કબજિયાત જેવી તકલીફ પણ થઈ શકે છે. તેવામાં જો તમારે એક ધીરે બે શિકાર કરવા હોય તો સવારે ચા ને બદલે હૂંફાળું પાણી પીવાનું રાખો. તેનાથી ઊંઘ પણ ઉડી જશે અને શરીર પણ એક્ટિવ રહેશે.
મોર્નિંગ વોક
જો તમે સવારે જાગી ગયા પછી પણ સુસ્તી અનુભવતા હોય અને આંખ ભરી લાગતી હોય તો સવારે જાગીને થોડીવારમાં જ મોર્નિંગ વોક માટે નીકળી જાવ. જાગ્યા પછી 20 મિનિટ સુધી વોક કરી લેવાથી બોડી એક્ટિવ થઈ જશે અને કામ પર જવા પહેલાં શરીરમાં સ્ફૂર્તિ આવી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે