Navratri 2023: નવરાત્રિમાં આવખતે કેવી એસેસરીઝ મચાવી રહી છે ધૂમ? જાણો શું છે ટ્રેન્ડમાં

Navratri in Gujarat: આજે નવરાત્રિનું ચોથું નોરતું. સૌ કોઈને દેખાવું છે બીજા કરતા કંઈક અલગ કંઈક હટકે. તો અમે તમને જણાવીશું આ વખતે શું છે ટ્રેન્ડિંગ. જાણો નવરાત્રિના ફેશન ફંડા.

Navratri 2023: નવરાત્રિમાં આવખતે કેવી એસેસરીઝ મચાવી રહી છે ધૂમ? જાણો શું છે ટ્રેન્ડમાં

Navratri 2023: નવરાત્રિની ધમાકેદાર ઉજવણીની થઈ રહી છે. આજે નવલી નવરાત્રિનું ચોથું નોરતું છે. યુવતીઓ દર રોજ અલગ અલગ ડ્રેસ સાથે અલગ અલગ ઓર્નામેન્ટ્સ અને એસેસરીઝથી સજ્જ થઈને ગરબામાં જતી હોય છે. ત્યારે એ પણ જાણવા જેવું છેકે, આવખતે શું છે ટ્રેન્ડમાં. હર કોઈને ગરબામાં બીજા કરતા કંઈક હટકે દેખાવું છે. જેના માટે શોપિંગ પણ જોરશોરથી ચાલી રહી છે. નવરાત્રિમાં ચણિયા ચોળીની સાથે સાથે એસેસરીઝનું પણ એટલું જ મહત્વ છે. યોગ્ય એસેસરીઝની પસંદગી લૂકમાં ચાર ચાંદ લગાવી શકે છે. તો આજે નજર કરીશું આવી જ કેટલીક એસેસરીઝ પર.

પાઘડી-
નવરાત્રિ આવે તો પાઘડીને કેમ ભૂલી શકાય? અરે પાઘડી પર તો ખાસ ગરબા પણ બન્યા છે. ફુમતા વાળી પાઘડી મન મોહી લે છે. આજકાલ કસ્ટમાઈઝ્ડ પાઘડીની પણ ફેશન છે. ડ્રેસને મેચિંગ અથવા તો આખા ગ્રુપની મેચિંગ પાઘડી ઈન ટ્રેન્ડ છે. આ પાઘડી તમને અલગ લૂક આપે છે.

ટોપી-
નવરાત્રિમાં અવનવી ટોપી હંમેશાથી ટ્રેન્ડમાં રહી છે. ભરતકામ અને મિરર વર્કની ટોપીથી લૂક આખો અલગ જ આવે છે. આજકાલ તો ચણિયાચોળી કે કેડિયું ચોળી અને મેચિંગ ટોપી ખાસ બનાવડાવવામાં આવે છે.પરંતુ તમે મલ્ટી કલર ટોપી લઈ શકો છો અને તેને બધા આઉટ ફિટ્સ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો છો.

છત્રી-
ચોમાસામાં વરસાદથી રક્ષણ મેળવવા માટે વપરાતી છત્રી હવે ફેશન એસેસરી પણ બની ગઈ છે. ખાસ કરીને ગુજરાતમાં જોવા મળતી રંગબેરંગી છત્રી તો સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બને છે. એટલે જ આ છત્રી તમારા લૂકને ખાસ બનાવશે.

હેન્ડ જ્વેલરી-
નવરાત્રિમાં હેન્ડ જ્વેલરીનું અનોખું સ્થાન છે. બલોયા, બ્રેસલેટ, કડાની સાથે પોચો પણ તમે પહેરી શકો છો. સાથે જ ભરતકામ વાળી રિંગ તમને રિચ લૂક આપશે. કલરફૂલ બંગડી પહેરી શકો છો.અથવા તો બલોયા તમને ટ્રેડિશનલ લૂક આપશે.

ઓક્સોડાઈઝ જ્વેલરી-
પહેરવામાં હળવી અને કૂલ લૂક આપતી આ જ્વેલરી તમે નવરાત્રિમાં પહેરી શકો છો. ઓક્ટોડાઈઝના સેટ સાથે મેચિંગ બુટ્ટી તમે પહેરી શકો છો. અથવા તો જ્વેલરીને તમે મિક્સ એન્ડ મેચ પણ કરી શકો છો. જો તમે બુટ્ટી ભારે પહેરો છો તો ગળામાં લાઈટ જ્વેલરી પસંદ કરો. અને ગળામાં હેવી જ્વેલરી પહેરવાનો છો તો સાદી બુટ્ટી પસંદ કરો.

રેશમ જ્વેલરી-
આ નવરાત્રિ રેશમના દોરામાંથી બનેલી જ્વેલરી ટ્રેન્ડમાં છે. જેમાં મેચિંગ સેટ મળી રહી છે. આ સેટમાં બુટ્ટી, સેટ અને હાથની એસેસરીઝ આવે છે. રેશમની જ્વેલરી વાગતી નથી અને તેનાથી ત્વચામાં પણ ઈરીટેશન નથી થતું. જેથી આજકાલ તે લોકોની પસંદ બની રહી છે.

કંદોરો અને પાયલ-
નવરાત્રિમાં તમે કંદોરો પહેરીને લૂકમાં ચાર ચાંદ લગાવી શકો છો. ટ્રેડિશનલ લૂકમાં કંદોરો ચાર ચાંદ લગાવે છે. અને લૂકને કમ્પલીટ પણ કરે છે. પાયલ પણ તમે અલગ અલગ પહેરી શકો છો. ચણિયા ચોળીને મેચિંગ પાયલ પણ બજારમાં તમને મળી રહેશે.

બેલ્ટ-
આ વર્ષે નવરાત્રિ પર ટ્રેન્ડી બેલ્ટ્સ લોકપ્રિય થઈ રહ્યા છે. ભરત કામ અને મિરર વર્ક કરેલા બેલ્ટ હવે મળી રહ્યા છે.જે તમારા લૂકને એન્હાન્સ કરશે અને સાથે તમને દુપટ્ટો સાચવવાની ઝંઝટમાંથી પણ છૂટકારો અપાવશે. 

ફૂટવેર-
નવરાત્રિમાં ફૂટવેરની યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. કમ્ફર્ટેબલની સાથે સ્ટાઈલિશ હોય તેવા ફૂટવેર તમે પસંદ કરો. કોલ્હાપુરી અથવા તો ભરતકામવાળી જુતી તમારા લૂકમાં વધારો કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news