New Year Plan: ગોવા જવાનું પ્લાનિંગ છે? તો પહેલા આ વિગતો ખાસ જાણો લો, નહીં તો પેટ ભરીને પસ્તાશો

નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન આ સ્થળની સુંદરતા અનેકગણી વધી જાય છે. આ સમય દરમિયાન, જો તમે ગોવા જવાનું વિચારી રહ્યા છો, તો આ લેખમાં અમે તમને આ સ્થળ વિશેની તમામ મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

New Year Plan: ગોવા જવાનું પ્લાનિંગ છે? તો પહેલા આ વિગતો ખાસ જાણો લો, નહીં તો પેટ ભરીને પસ્તાશો

નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન આ સ્થળની સુંદરતા અનેકગણી વધી જાય છે. આ સમય દરમિયાન, જો તમે ગોવા જવાનું વિચારી રહ્યા છો, તો આ લેખમાં અમે તમને આ સ્થળ વિશેની તમામ મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે ક્રિસમસ અને નવા વર્ષ માટે મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છો? ચોક્કસ ગોવા તમારા હોલિડે ડેસ્ટિનેશનમાં હશે. દરિયા કિનારોથી ઘેરાયેલું આ સ્થળ દેશ માટે જ નહીં પણ વિદેશીઓ માટે પણ પ્રિય રહ્યું છે. 

ગોવા રાજધાની દિલ્હીથી લગભગ 1800 કિમી દૂર છે. ટ્રેન દ્વારા આ અંતર કાપવામાં 35 કલાકનો સમય લાગે છે જ્યારે વિમાનમાં લગભગ અઢી કલાકનો સમય લાગે છે. જતા પહેલાં બુકિંગ કરવાની ખાતરી કરો. ક્રિસમસ અને નવા વર્ષની સીઝન દરમિયાન ભીડ વધવાને કારણે તમને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. આને રોકવા માટે અગાઉથી તમામ વ્યવસ્થા કરો. ચાલો આને વિગતવાર સમજીએ. અમદવાદથી પણ ડાયરેક્ટ ફ્લાઈટો છે. તમે ઓછા પૈસામાં વાયા મુંબઈ થઈને પણ જઈ શકો છો. અહીં ફરવા માટે બેસ્ટ સ્થળો છે જે તમારા આયોજનને ખોરવશે નહીં.

તમે ગોવાના માંગુસી મંદિર, અગુઆડા ફોર્ટ, અંજુના બીચ, બેન્ઝ સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમ, બેસિલિકા ઓફ બોન જીસસ ચર્ચ, મીરામાર બીચ, સાંજે મંડોવી રિવર ક્રુઝ, બાગા બીચ, કેન્ડોલિમ બીચ અને સ્નો પાર્કની મુલાકાત લેવાની તક મળશે.

જો તમે ગોવાની મુલાકાત લેવા ઇચ્છતા હોવ તો ફોર વ્હીલરને બદલે ટુ વ્હીલરનો વિકલ્પ પસંદ કરો. આ તમને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓથી બચાવશે અને સરળતાથી તમે તમને ગમતા સ્થળોની મુલાકાત લઇ શકશો.  તમને જણાવી દઈએ કે ગોવામાં ટુ વ્હીલર પર મુસાફરી કરીને તમે ઘણા પૈસા બચાવી શકો છો.

એડવેન્ચરનો આનંદ માણો
એડવેન્ચરસ ગેમ રમ્યા વિના ગોવાનો સફર અધૂરી ગણાય. સ્કુબા ડાઇવિંગ, કાયાકિંગ, જેટ સ્કીઇંગ, વિન્ડસર્ફિંગ અને પેરાસેલિંગ અહીંની ખૂબ જ લોકપ્રિય એડવેન્ચર સ્પોર્ટ્સ છે. અલબત્ત, તમને કદાચ રસ ન હોય, પરંતુ જો તમે પહેલીવાર ગોવા જઈ રહ્યા છો, તો આમાંથી ઓછામાં ઓછી એક પ્રવૃત્તિ તો માણવી જ જોઈએ.

દિલ્હીથી ગોવા કેવી રીતે જવું
દિલ્હીથી ગોવા જવા માટે બસ, ટ્રેન અને ફ્લાઇટ ત્રણ વિકલ્પો છે. ટ્રેન દ્વારા નજીકના બે સ્ટેશનો માર્ગો અને વાસ્કો-દ-ગામા છે, જ્યાંથી તમે સરળતાથી પહોંચી શકો છો. તમે નજીકની હોટેલમાં રોકાઈ શકો છો, પરંતુ જતાં પહેલાં ટિકિટ બુક કરાવી લેવી વધુ સારું છે.

ગોવામાં જોવાલાયક સ્થળો
એકાંત અને પ્રાકૃતિક સૌંદર્યને ચાહનારાઓ માટે ગોવા શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. રાજ્યના ઉત્તરમાં સ્થિત કેન્ડોલિમની મુલાકાત લેવાની ખાતરી કરો. દરિયાકિનારા અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું આ શહેર હંમેશા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ ખૂબ જ પ્રિય રહ્યું છે.

ગોવામાં ખાવા-પીવાની વ્યવસ્થા
પ્રાકૃતિક સૌંદર્યની સાથે-સાથે ગોવા ખાવા-પીવાની બાબતમાં પણ ઘણું સારું માનવામાં આવે છે. અહીં ફિશ ફૂડ મતલબ કે નોન-વેજ ખાનારાઓ માટે આ જગ્યા તેમના આનંદમાં વધારો કરી શકે છે. શાકાહારીઓ માટે પણ સ્ટ્રીટ ફૂડની વિશાળ વિવિધતા ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news