હવામાં શરીર સુખ માણવા એરલાઈન્સ લાવી ગજબની ઓફર! ટિકિટ લેવા થઈ રહી છે પડાપડી

Sex in the Air: હવામાં પ્રેમ વ્યક્ત કરવાની સાથે કંપની કપલ્સને હવામાં શારીરીક સબંધ બાંધવાની પણ સુવિદ્યા આપી રહી છે. જે અંતર્ગત એરલાઈન 45-મિનિટનો અનોખો પ્લાન લઈને આવ્યું છે, કપલ હવે હવામાં પણ પ્રેમની સાથે સાથે શરીર સુખ પણ માણી શકશે. તેના માટેની અલાયદી વ્યવસ્થા એરલાઈન્સ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, હવામાં તમારી પ્રાઈવસીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

હવામાં શરીર સુખ માણવા એરલાઈન્સ લાવી ગજબની ઓફર! ટિકિટ લેવા થઈ રહી છે પડાપડી

નવી દિલ્લીઃ જે લોકો કંઇક અલગ કરવા ઇચ્છે છે તેમના માટે એક અમેરિકન એરલાઇન ખાસ ઓફર લઇને આવી છે. આ કંપની યુગલોને હવામાં પ્રેમની અભિવ્યક્તિની સાથે સબંઘ બાંધવાની સુવિધા પણ આપી રહી છે. જેમ આજકાલ લોકો પ્રેમની અભિવ્યક્તિ માટે નવા નવા રસ્તા અપનાવે છે, એવી જ રીતે પ્રેમને નવા સ્તરે લઈ જવા માટે તેઓ પણ કંઈક અલગ કરવા ઈચ્છે છે. લોકોની આ ઈચ્છાને પૂરી કરવા માટે કેસિનો માટે પ્રખ્યાત અમેરિકાના લાસ વેગાસ શહેરની એક એરલાઈને એક અનોખી ઓફર લાવ્યા છે. હવામાં પ્રેમ વ્યક્ત કરવાની સાથે કંપની કપલ્સને હવામાં શારીરીક સબંધ બાંધવાની પણ સુવિદ્યા આપી રહી છે. એટલું જ નહીં, હવામાં તમારી પ્રાઈવસીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
પાયલોટ કોઈ અવાજ સાંભળી શકતો નથી-
લગભગ 45 મિનિટનો આ અનોખો પ્લાન લેવા માટે તમારે 995 ડોલર અથવા 74,274 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લેન લાસ વેગાસથી ઉડે છે અને ખૂબ જ ઓછા અંતરની મુસાફરી કરે છે. પ્લેનની અંદર, જ્યાં કપલના સમયની જોગવાઈ છે, તેને પડદાથી ઢાંકવામાં આવે છે. એટલું જ નહીં, પાયલટ આવા હેડફોન પહેરે છે, જેથી તેને એરક્રાફ્ટની અંદર આવતા અવાજો સંભળાય નહીં.
તમે પણ આ સુવિધાઓનો આનંદ માણી શકો છો-
કંપનીએ પાયલટ માટે એક નિયમ બનાવ્યો છે કે તેને કપલની આસપાસ પણ જવાની પરમિશન નથી.  જો તમે બીજા 1195 ડોલર વધુ આપશો તો હવામાં તમારા લગ્નની વ્યવસ્થા થઈ જશે. આ સાથે વધારાના 100 ડોલર આપવા પર રોમેન્ટિક ફૂડ પણ આપવામાં આવશે. જો તમે આ ત્રણ સુવિધાઓનો લાભ લેવા માંગતા હોવ તો તમારે 1595 રૂપિયા ચૂકવવા પડશે.ગ્રુપમાં પણ જોડાઈ શકો છો-
લવ ક્લાઉડ આમ તો કપલ્સ માટે બુકીંગ કરવામાં આવે છે પરંતુ આમાં 3થી 4 લોકો પણ જઈ શકે છે. આ માટે દરેક વ્યક્તિના હિસાબથી 200 ડોલર વધારે આપવા ના હોય છે.
પ્લેનની અંદરના દ્શ્યો કંઈક આવા હોય છે-
વિમાનની અંદર યુગલોને એક અનોખી અનુભૂતિ આપવા માટે જમીન પર બે કાર્પેટ પાથરવામાં આવ્યા છે. લાલ રંગના ઓશિકા મુકવામાં આવ્યા છે. એક પર્દો લાગેલો છે જે પાયલોટને યાત્રીઓની વચ્ચે હોય છે. જેથી પાયલોટોનું ધ્યાન યાત્રીઓ તરફ ના જાઈ શકે.  દરેક યાત્રા પછી બેડને સાફ કરવામાં આવે છે. જો કોઈ રોમેન્ટિક રાત્રિભોજન કરવાનો પ્લાન લે છે તો કાર્પેટના બદલે ટેબલ, ખુરશી અને બાર બનાવવામાં આવે છે. આ પ્લેનમાં શેમ્પેન સિવાય કોઈ પણ પ્રકારનો દારૂ આપવામાં નથી આવતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news