કરિયરમાં ગળાડૂબ મહિલાઓ માટે ખાસ ડાયેટ ટિપ્સ, પાળવી બિલકુલ નથી મુશ્કેલ

હાલમાં કરિયરના મોરચે મહિલાઓ જેટલી ઝડપથી આગળ વધી રહે છે એટલી જ તેમની સમસ્યાઓ પણ વધી વધી રહી છે

Updated: Jan 28, 2019, 01:54 PM IST
કરિયરમાં ગળાડૂબ મહિલાઓ માટે ખાસ ડાયેટ ટિપ્સ, પાળવી બિલકુલ નથી મુશ્કેલ

મુંબઈ : હાલમાં કરિયરના મોરચે મહિલાઓ જેટલી ઝડપથી આગળ વધી રહે છે એટલી જ તેમની સમસ્યાઓ પણ વધી વધી રહી છે. મહિલાઓના સ્વાસ્થ્યમાં ઉભી થતી આ સમસ્યાની સીધી અસર લગ્નજીવન તેમજ બીજી સામાજિક જવાબદારીઓ પર પણ પડે છે. આ મામલે મુસ્કાન ફર્ટિલિટી એન્ડ મેટરનિટીના ડો. ઋચા સિંહલે સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યું છે. 

ડોક્ટરના મત પ્રમાણે આજની મહિલાઓ જે રીતે પોતાની કરિયર તેમજ એક્સપિરીયન્સ વિશે જાગૃત છે એ જોતાં તેણે પોતાના શારીરિક વ્યાયામ તેમજ ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફાસ્ટ ફૂડ તેમજ અયોગ્ય ભોજનથી મલ્ટિપલ ઉણપ સર્જાય છે. આ ભોજનમાં રહેલા હાનિકારક તત્વ ઓવરીના સ્વાસ્થ્ય તેમજ ફર્ટિલિટી માટે પણ નુકસાનકારક છે. આ સિવાય મહિલાઓએ જીવનશૈલીમાં નિયમિત વ્યાયામ, ફળ, લીલા શાકભઆજી તેમજ ડ્રાય ફ્રુટ્સનો સમાવેશ કરવો જોઈએ.

આમ, કામકાજી મહિલાઓએ નિયમિત એક્સરસાઇઝ કરીને ફ્રેશ ફૂડ જ ખાવું જોઈએ. સંપૂર્ણ કાર્યક્ષમતાને જાળવી રાખવા માટે પ્રોસેસ્ડ ફૂડ અને ડાયટિંગથી બચવું જોઈએ. 

લાઇફસ્ટાઇલના સમાચાર જાણવા માટે કરો ક્લિક...