લાંબા વરરાજાના ગળામાં વરમાળા ન નાખી શકી દુલ્હન, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Dulha-dulhan Video: લોકોની જોડી સ્વર્ગમાં બને છે, આ કહેવત આપણે મોટાભાગે વડીલો પાસેથી સાંભળીએ છીએ. તેમને બસ મળાવવાનું કામ પૃથ્વી પર હાજર લોકો કરે છે. તમારી સોસાયટીમાં અને તેની આસપાસ તમે પણ ઘણા એવા પરિણીત લોકો જોયા હશે, જેમાં બહુ ફરક હોય છે. કેટલાકની ઉંમરનો તફાવત હોય છે તો કેટલાકના રંગમાં, પરંતુ કહેવાય છે કે જો દંપતી વચ્ચે પ્રેમ હોય તો તેમની વચ્ચે આવા મતભેદોથી કોઈ ફરક નથી પડતો.

હાલમાં જ સોશિયલ મીડિયા પર દુલ્હા-દુલ્હનનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હનની એક્શન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તમે વિચારતા જ હશો કે દુલ્હને એવું શું કર્યું કે ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો જાણે છે કે લગ્નની સિઝન આવતા જ સોશિયલ મીડિયા પર વર-કન્યાનો વીડિયો વાયરલ થવા લાગે છે. કેટલાકમાં વરરાજા મસ્તી કરે છે તો કેટલાકમાં દુલ્હનની ફની ડિમાન્ડ બધાને હસાવી દે છે.

આજના વાયરલ થયેલા વીડિયોમાં વરની હાઈટ ખુબ વધારે છે.અને કન્યા ટૂંકી. તેમના લગ્ન દરમિયાન સ્ટેજ પર શું થયું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્ટેજ પર દુલ્હને કરેલા  કૃત્યનો વીડિયો વાયરલ થયો છે. વરમાળા દરમિયાન આવા દ્રશ્ય તમે ભાગ્યે જ જોયો હશે.

શું છે આ વાયરલ વીડિયોમાં
ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વરરાજા વરમાળા માટે સ્ટેજ પર ઉભો છે. તેની આસપાસ પણ ઘણા સંબંધીઓ છે. તમે જોઈ શકો છો કે વરરાજાની હાઈટ થોડી વધારે છે.  જ્યારે કન્યા વરરાજાને હાર પહેરાવવા જાય છે ત્યારે વરરાજા સીધો થઈને ઊભો રહે છે. તે બિલકુલ હલતો નથી. પછી, દુલ્હન તેના ગળામાં માળા નાખવાનો પ્રયાસ કરે છે પરંતુ તેનાથી નથુ થતું. લાંબા સમય સુધી પ્રયાસ કર્યા પછી, કન્યા માળા નાખવામાં નિષ્ફળ જાય છે. 

મંચ પર દુલ્હનની સ્થિતિ જોઈને આસપાસના લોકો હસવા લાગે છે.  આ નજારો જોઈને તમારું પણ હસવાનું રોકાશે નહીં. કન્યા એક બાળકની જેમ વરરાજાના ગળામાં માળા નાખવાનો પ્રયાસ કરે છે, આ વીડિયો ravi_gupta_raj1390 નામના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 33 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news