રાત્રે ઊંઘ ના આવતી હોય તો ગોળીઓ ખાવાની જરૂર નથી, આ વસ્તુના સેવનથી દૂર થશે સમસ્યા

Deep Sleep Food: શું ચોકલેટ ખાવાની રાત્રે ઊંઘ સારી આવે છે? શું કેળાના સેવનથી રાત્રે ઊંઘ સારી આવે છે? શું ખરેખર આ સાચું છે...આ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

રાત્રે ઊંઘ ના આવતી હોય તો ગોળીઓ ખાવાની જરૂર નથી, આ વસ્તુના સેવનથી દૂર થશે સમસ્યા

Deep Sleep Foods: આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે રાત્રે જાગીએ છીએ અને પછી ફરી ઉંઘવું મુશ્કેલ બની છે. જો તમે પણ રાત્રે ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે દિવસમાં 8 કલાકથી ઓછી ઉંઘ તમારા શારીરિક કાર્યો પર ગંભીર અસર કરી શકે છે. આપણા શરીરને આરામ કરવા અને દિવસના કામમાંથી સાજા થવા માટે ઓછામાં ઓછા 8 કલાકની જરૂર છે.

સારી ઉંઘ માટે આ વસ્તનું કરો સેવનઃ

1- બદામનું સેવન
દૂધની જેમ, બદામમાં પણ ટ્રિપ્ટોફન હોય છે, જે મગજ અને ચેતા પર હળવી અસર કરે છે. આ જ કારણ છે કે મગજની શક્તિ વધારવા ઉપરાંત, બદામ તમને સારી ઉંઘમાં પણ મદદ કરી શકે છે. તેમાં હાજર મેગ્નેશિયમ તમારા હૃદયની લયને સ્થિર રાખવામાં મદદરૂપ છે. દરરોજ એક મુઠ્ઠી બદામ ખાઓ અને સારી રીતે સૂઈ જાઓ.

2- ડાર્ક ચોકલેટ  
બદામ સિવાય, ડાર્ક ચોકલેટ એ શ્રેષ્ઠ ઉંઘના ખોરાકમાંનું એક છે. તેમાં સેરોટોનિન પણ હોય છે, જે તમારા મન અને ચેતા પર શાંત અસર કરે છે અને તમને ઉંઘમાં મદદ કરે છે.

3- કેળા
કેળું આરામદાયક ઉંઘ માટે પણ ઘણી મદદ કરે છે. કેળામાં સ્નાયુઓને આરામ આપનાર, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. જે કુદરતી રીતે તમને ઉંઘની અનુભૂતિ કરાવી શકે છે.

4- ગરમ દૂધનું સેવન
સારી ઉંઘ માટે એક ગ્લાસ ગરમ દૂધ એક ઉત્તમ પીણું છે. દૂધમાં ટ્રિપ્ટોફન નામનો એમિનો એસિડ હોય છે જે સેરોટોનિનમાં રૂપાંતરિત થાય છે. સેરોટોનિન મગજમાં સુખદાયક અસરો ધરાવે છે, જે તમને ઉંઘમાં મદદ કરે છે. એક ચપટી જાયફળ, એક ચપટી ઈલાયચી અને થોડી બદામ ખાવાથી માત્ર દૂધનો સ્વાદ જ સુધરશે નહીં, પણ ઉંઘમાં પણ મદદ મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news