બિહાર ચૂંટણી: મતદારોમાં ગજબનો ઉત્સાહ, કોને ફાયદો કરાવશે NDA કે મહાગઠબંધનને? જુઓ PHOTOS

સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું. બીજા તબક્કાના મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે. 

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) ના બીજા તબક્કાનું આજે મતદાન ચાલુ છે. સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું. બીજા તબક્કાના મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આરજેડીના મુખ્યમંત્રી પદના દાવેદાર લાલુ પ્રસાદના બીજા પુત્ર તેજસ્વી યાદવે પણ આશા વ્યક્ત કરી કે બિહારની જનતા પોતાના મત દ્વારા સત્તા બદલી નાખશે. જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે તેનો ફાયદો કોને મળે છે...એનડીએને કે પછી મહાગઠબંધનને તે તો આવનારા સમયમાં જ જાણવા મળશે. 

1/11
image

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પર બધાની ખાસ નજર છે. ત્રણ તબક્કામાં સૌથી વધુ બેઠકો હોવાના કારણે આજનો રાઉન્ડ વધુ મહત્વનો છે. આરજેડી તરફથી સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ અને તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ આ તબક્કામાં ચૂંટણીના મેદાનમાં છે. તેજસ્વી યાદવ રાધોપુર જ્યારે તેજ પ્રતાપ યાદવ હસનપુર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. 

2/11
image

લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

3/11
image

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે દીઘામાં સરકારી શાળામાં બનાવેલા પોલિંગ બૂથ પર મતદાન કર્યું. તેમણે દરેકને મતદાન કરવા માટે અપીલ પણ કરી.

4/11
image

મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક યુવતી સાયકલ પર તેના દાદીમાને મતદાન કરાવવા લઈને આવતી જોવા મળી. યુવતીએ કહ્યું કે હું પહેલીવાર મતદાન કરવા જઈ રહી છું. હું આશા રાખુ છું કે હવે યુવાઓ માટે રોજગારીની તકો વધુ આવશે. હું મારા દાદીમા સાથે આવી છું.   

5/11
image

ખગરિયા, સિવાન અને સરન જિલ્લામાં દિવ્યાંગોની મદદ માટે ITBPના જવાનો તૈનાત છે. 

6/11
image

7/11
image

બિહારની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

8/11
image

અહીં ઈકો ફ્રેન્ડલી પોલિંગ બૂથ જોવા મળી રહ્યા છે. 

9/11
image

10/11
image

 બપોરના 3 વાગ્યા સુધીમાં 44.51% મતદાન નોંધાયું છે. 

11/11
image

મુઝફ્ફરપુરના બરુરાજ વિધાનસભા મતક્ષેત્રના ચુલ્હાઈ બિશુનપુર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. તેમણે આરોપ લગાવ્યા કે તેમના વિસ્તારમાં વિકાસ થયો નથી. અહીંથી 729 મતદારો છે. બૂથ નંબર 178ના ચૂંટણી અધિકારીના જણાવ્યાં મુજબ અહીંથી આજે એક પણ મત પડ્યો નથી.