મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રયાગરાજમાં, વટવૃક્ષના કર્યા દર્શન, હનુમાનની કરી પૂજા

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા છે. ગુરુવારે તેઓ વારાણસી ગયા હતા અને અહીં ગંગા આરતીમાં હાજરી આપી હતી. શુક્રવારે મુખ્યમંત્રી પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં પહોંચ્યા હતા અને અહીં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી 

પ્રયાગરાજઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસના ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. આજે શુક્રવારે તેઓ પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં પહોંચ્યા હતા. અહીં તેમણે મહાસ્નાનથી માંડીને વિવિધ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી તેમનાં પત્ની અંજલી રૂપાણી સાથે ઉત્તરપ્રદેશ ગયા છે. કુંભમાં તેમણે પ્રાચીન અક્ષય વટવૃક્ષની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અહીંના પ્રખ્યાત અને ભારતના એકમાત્ર સુઈ રહેલા હનુમાનજીના મંદીરની મુલાકાત પણ લીધી હતી. કુંભમાં તેઓ વિવિધ સાધુ-સંતોને મળ્યા હતા અને કેટલાક અખાડાની પણ મુલાકાત લીધી હતી. (ફોટો સાભારઃTwitter@vijayrupanibjp)

અક્ષય વટની લીધી મુલાકાત

1/11
image

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અક્ષય વટની મુલાકાત લીધી હતી. આ અત્યંત પ્રાચીન વટવૃક્ષ છે. તેમણે અહીં બેસીને ધ્યાન ધર્યું હતું. તેમની સાથે રહેલા પૂજારીએ મુખ્યમંત્રી અને તેમનાં પત્નીને વટ વૃક્ષનું મહાત્મ્ય સમજાવ્યું હતું. 

ભારતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર

2/11
image

પ્રયાગરાજમાં ભારતનું એકમાત્ર એવું સુતેલા હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીની મુર્તિ હંમેશાં બેસેલી અવસ્થામાં કે ઊભી અવસ્થામાં હોય છે, પરંતુ અહીં હનુમાનજી સુઈ રહેલી અવસ્થામાં છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. 

સંતો-મહંતોની મુલાકાત

3/11
image

પ્રયાગરાજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંતો-મહંતોની મુલાકાત લીધી હતી. સાધુઓએ મુખ્યમંત્રીનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. 

વટવૃક્ષને નિહાળતા મુખ્યમંત્રી અને અંજલી રૂપાણી

4/11
image

પ્રયાગરાજમાં પ્રાચીન અને વિશાળ એવું અક્ષય વટ (વડનું ઝાડ) આવેલું છે. મુખ્યમંત્રી અને તેમનાં પત્ની અંજલી રૂપાણીએ અહીં નાની દેરીમાં મુકવામાં આવેલી ભગવાનની મૂર્તિઓની પૂજા કરી હતી.   

ગંગા ઘાટ પર પડાવી તસવીર

5/11
image

મુખ્યમંત્રી રૂપાણી ગુરૂવારે વારાણસીની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે સંધ્યાકાળે આયોજિત ગંગા આરતીમાં ભાગ લીધો હતો. એ સમયે તેમણે પત્ની સાથે ઘાટ ઉપર એક તસવીર પણ પડાવી હતી.   

અખાડામાં કરી પૂજા

6/11
image

પ્રયાગરાજમાં મુખ્યમંત્રીએ વિવિધ અખાડાઓની પણ મુલાકાત લીધી હતી. એક અખાડામાં પ્રગટી રહેલા હવન કૂંડમાં મુખ્યમંત્રીએ પત્ની સાથે પૂજા કરી હતી. 

કાશીના ઘાટનો સુંદર નજારો

7/11
image

ગુરૂવારે વારાણસીમાં ગંગા આરતીમાં ભાગ લેતાં પહેલાં મુખ્યમંત્રી પ્રખ્યાત ઘાટ પર બેસીને ગંગા નદીનો સુંદર નજારો જોયો હતો. 

માં ગંગાની પૂજા

8/11
image

વારાણસીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પત્ની સાથે સંધ્યાકાળે યોજાતી ગંગાની મહાઆરતીમાં ભાગ લીધો હતો અને પંડીતો સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી હતી. 

ગંગા આરતીનું મનોરમ દૃશ્ય

9/11
image

વારાણસીમાં આરતી માટે એક સુંદર ઘાટ બનાવાયો છે. અહીં સંધ્યાકાળે યોજાતી મહાઆરતીમાં અત્યંત સુંદર મનોરમ્ય દૃશ્ય સર્જાતું હોય છે. મોટી સંખ્યામાં લોકો અને પંડિતો નિયમિત રીતે માં ગંગાની મહાઆરતીમાં ભાગ લેતા હોય છે. 

યુરોપિયન સાધુ-સંતોની મુલાકાત

10/11
image

ભારતીય સંસ્કૃતિથી દેશ-વિદેશના લોકો પ્રભાવિત થતા હોય છે. કુંભ મેળામાં અસંખ્ય વિદેશી સાધુઓ પણ આપણને જોવા મળે છે. આ લોકો ભારતીય સંસ્કૃતિ અને ધર્મથી પ્રભાવિત થઈને સાધુ બની ગયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ આવા જ એક અખાડાની મુલાકાત લીધી હતી, જેમાં કેટલાક વિદેશી સાધુઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. 

અક્ષય વટનું મહાત્મ્ય જાણ્યું

11/11
image

મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રયાગરાજમાં આવેલા અત્યંત પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતા વડના વિશાળ વૃક્ષ એવા 'અક્ષય વટ'ની મુલાકાતે પણ ગયા હતા. અહીં તેમણે પૂજા કરી હતી. તેમની સાથે એક સાધુ આવ્યા હતા, જેમણે અહીંના ધાર્મિક મહત્વ અંગે મુખ્યમંત્રી અને તેમનાં પત્નીને વિગતવાર માહિતી આપી હતી.